તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી સમયમાં યોજાનારી કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે શહેર પોલીસ કમિશનરે અલગ અલગ પ્રકારનાં 7 જાહેરનામા પ્રસિદ્ધ કર્યા હતા. કેટલાંક જાહેરનામાં આગામી 15મી ફેબ્રુઆરી સુધી તથા કેટલાક 5 માર્ચ સુધી અમલમાં રહેશે.
જાહેરનામું-1
સક્ષમ અધિકારીની પરવાનગી વગર ચાર કરતાં વધુ લોકોએ ભેગા ન થવું, જ્યારે પરવાનગી વગર સભા ભરવી નહીં અને સરઘસ કે રેલી કાઢવી નહીં.
જાહેરનામું-2
જાહેરસભા, સરઘસ કે સામાન્ય પ્રચાર માટે ફરતાં વાહનો સહિતનાં અન્ય વાહનો ઉપર લાઉડ સ્પીકરના ઉપયોગ માટે લેખિતમાં 7 દિવસ પહેલા અરજી સક્ષમ અધિકારી અને ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. અવાજ પ્રદૂષણ નિયમ મુજબ અવાજની માત્રા દર્શાવતા શિડ્યૂલ મુજબ સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી જ માઇક સિસ્ટમનો ઉપયોગ થઇ શકશે.
જાહેરનામું-3
ચૂંટણી પ્રચાર માટે મતદાન પૂરંુ થવાના 48 કલાક પહેલાં વિશ્રામગૃહ કે અતિથિ ગૃહનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.
જાહેરનામું-4
વાહનોનો કાફલો દર પાંચ વાહન પછી છૂટો પાડવાનો રહેશે અને બે કાફલા વચ્ચે 100 મીટરના અંતરના બદલે અડધો કલાકનો અંતરાલ રાખવો પડશે.
જાહેરનામું-5
કટ આઉટ, હોર્ડિંગ્સ , પોસ્ટર્સ સહિતનું ચૂંટણી સાહિત્ય જાહેર સ્થળો કે ખાનગી મિલકતો પર લગાવવા માટે મંજૂરી લેવાની રહેશે.
જાહેરનામું -6
સુરુચિ અને નીતિનો ભંગ થતો હોય અને રાજ્યની સલામતી જોખમાતી હોય તેવાં છટાદાર ભાષણો અથવા ચાળા કરવા વગેરે કૃત્યો કરી શકાશે નહીં.
જાહેરનામું- 7
કોઇ પણ વ્યક્તિ કે પરવાનો ધરાવતી વ્યક્તિ પણ પોતાની સાથે શસ્ત્રો કે હથિયાર લઇ જઇ શકશે નહીં કે ફરી શકશે નહીં.
વાસ્તવિકતા : નેતા જ કાર્યકરોને ટોળે વાળે છે, પોલીસ કાર્યવાહી કરશે?
પોલીસે ચૂંટણી તથા કોરોનાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા જાહેરનામાઓ પ્રસિદ્ધ કર્યાં છે. જોકે મોટાભાગના જાહેરનામાનું ચુસ્તપણે પાલન થતું ન હોવાનું જોવા મળ્યું છે. ફોર્મ ભરવા આવતા કેટલાય ઉમેદવારોએ માસ્ક પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તસદી લીધી નહોતી ઉપરાંત નેતા અને ઉમેદવારોનાં વાહનોના કાફલામાં કોઇ અંતર જોવા મળ્યું ન હતું.
ઉપરાંત કલ્પેશ પટેલ (જય રણછોડ) ડીજે સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જ્યારે રાજુ ઠક્કર, અમિત ગોટીકર સહિતના ઉમેદવારોએ પણ રેલી કાઢી હતી, જેમાં જાહેરનામાના ધજાગરા ઊડ્યા હતા. સામાન્ય નાગરિકે માસ્ક ન પહેર્યું હોય તો 1 હજારનો દંડ વસૂલતી પોલીસે આ રાજકીય નેતાઓ સામે કાર્યવાહી કરી નહોતી. જેને પગલે પોલીસની કામગીરી સામે લોકોમાં સવાલો ઊઠ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.