વન્ય જીવ સપ્તાહ:વડોદરાના ફોટોગ્રાફરે 7 હજાર વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વન્ય પ્રાણી અને પક્ષી સંપદાની ઓળખ અને અગત્યતા સમજાવી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
14 જેટલી શાળાઓમાં વન્ય જીવ સંપદા ફોટો પ્રદર્શન યોજ્યા છે - Divya Bhaskar
14 જેટલી શાળાઓમાં વન્ય જીવ સંપદા ફોટો પ્રદર્શન યોજ્યા છે
  • વડોદરા વન્ય જીવ વિભાગના સહયોગથી એકલ અભિયાન હાથ ધર્યું

વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પ્રકૃતિ અને પર્યાવરણ માટે અનિવાર્ય અગત્યતા ધરાવે છે. ત્યારે હાલમાં ઉજવાઈ રહેલા વન્ય જીવ સપ્તાહની અનોખી ઉજવણી વન્ય પ્રાણી અને પક્ષી છબિકાર ડો.રાહુલ ભાગવતે એકલ અભિયાનના રૂપમાં કરી છે. તેમાં તેમને વડોદરા વન્ય જીવ વિભાગનો મક્કમ સહયોગ મળ્યો છે.

14 શાળાઓમાં વન્ય જીવ સંપદા ફોટો પ્રદર્શન યોજ્યા
છેલ્લા 7 દિવસ દરમિયાન તેમણે જાંબુઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં ફરી વળીને 14 જેટલી શાળાઓમાં વન્ય જીવ સંપદા ફોટો પ્રદર્શન યોજ્યા છે. તેનો લાભ 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ લઇને પ્રાણી પક્ષીઓની માનવ જીવન અને પર્યાવરણની અગત્યતા સમજી છે.

વડોદરા વન્ય જીવ વિભાગના સહયોગથી એકલ અભિયાન હાથ ધર્યું
વડોદરા વન્ય જીવ વિભાગના સહયોગથી એકલ અભિયાન હાથ ધર્યું

પક્ષી સંપદાની ઓળખ અને અગત્યતા સમજાવી
તેમણે આ અભિયાન હેઠળ શાળાઓમાં વીડિયો પ્રેઝન્ટેશન અને ડોક્યુમેન્ટ્રી બતાવીને પ્રાણીઓ, પક્ષીઓની ઓળખ, વિશેષતાઓ, વસવાટના સ્થળો, ખાનપાન અને જીવન શૈલી, પ્રજનન અને બાળ જન્મ, તેમના પર તોળાતા જોખમોની વિગતવાર જાણકારી આપીને તેમના રક્ષણની પ્રેરણા આપી છે. વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના જીવન અંગે શાળાઓમાં ચિત્ર, વકતૃત્વ, નિબંધ, સૂત્ર સ્પર્ધાઓ યોજી લાભાર્થીઓના જ્ઞાનમાં વધારો કર્યો છે.

ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ વિલુપ્ત થઇ ગયા છે
વન્ય પ્રાણીઓ અને પક્ષીઓએ કુદરતની વિવિધતાનો અમૂલ્ય વારસો છે તેવી લાગણી વ્યક્ત કરતાં ડો.ભાગવતે જણાવ્યું હતું કે, બાળ પેઢીમાં એની અગત્યતાની સમજણ કેળવવાથી જ આ વારસો સચવાશે. નહીં તો ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ વિલુપ્ત થઇ ગયા છે અને ઘણાનું અસ્તિત્વ જોખમમાં છે. એ પરિસ્થિતિને ટાળવામાં યોગદાન આપવાનો આ પ્રયત્ન છે.

7 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ લઇને પ્રાણી પક્ષીઓની માનવ જીવન અને પર્યાવરણની અગત્યતા સમજી છે
7 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ લઇને પ્રાણી પક્ષીઓની માનવ જીવન અને પર્યાવરણની અગત્યતા સમજી છે

અભિયાનને ખૂબ પ્રોત્સાહન આપ્યું
વન્ય જીવ વિભાગમાં મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ તેમના અભિયાનને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. વન્ય જીવ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ જાંબુઘોડાના ક્ષેત્રીય સ્ટાફના પૂર્ણ સહયોગથી આ અભિયાન યોજી શકાયું છે. તેની સાથે આ દિવસો દરમિયાન તેમણે ચોમાસાં ને લીધે લીલાં થયેલા જંગલો અને ખેતરોમાં પક્ષીઓના આનંદોત્સવની તસવીરો પણ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...