તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેક્ટ:સ્માર્ટ સિટી મિશનની સ્ટ્રીટ પીપલ ચેલેન્જમાં વડોદરા પહેલા સ્ટેજમાં પાસ, હવે ટોપ ટેન માટે 30 શહેર સાથે ટક્કર થશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એવા રસ્તાનો પ્રોજેક્ટ બનાવ્યો,જેમાં પગપાળા અને સાઇકલ સવારની સંખ્યા વધે

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા આયોજિત સ્ટ્રીટ પિપલ ચેલેન્જ સ્પર્ધાના પહેલા સ્ટેજમાં વડોદરા પહેલા સ્ટેજમાં પાસ થઇ ગયું હતું. દેશના 107 સ્માર્ટ સિટી શહેરો પૈકી દેશભરના 30 શહેરોએ આ ચેલેન્જનો પહેલો રાઉન્ડ પાસ કર્યો હતો. ગુજરાતમાં આ સ્પર્ધામાં માત્ર બે શહેરોની જ પસંદગી થઇ હતી. જેમાં વડોદરા અને સુરતનો જ સમાવેશ થાય છે.

કોરોનાકાળ પછીના સમયમાં પગપાળા અને સાઇકલ પર આવનજાવન કરતા લોકો માટે અનુકુળ વાતાવરણ પૂરું પાડતા વિસ્તારો વિકસાવવાની સ્પર્ધા સ્ટ્રીટ પિપલ ચેલેન્જ હતી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ,

વડોદરાના સીઇઓ સુધીર પટેલે જણાવ્યું હતું કે, ‘ આ ચેલેન્જમાં શહેરમાં એવા રસ્તાઓ વિકસાવ્યા જેમાં પગપાળા જતા અને સાઇકલ પર જતા લોકોની સંખ્યા વધે અને અન્ય વાહનોનો ઉપયોગ ઓછો થાય. આ માટે સયાજીગંજ,કાલાઘોડા અને અકોટા વિસ્તારના ત્રણ રસ્તાઓની પસંદગી કરી પ્રોજેક્ટ પણ તૈયાર કર્યા છે.’

હવે આગામી રાઉન્ડમાં આ 30 પૈકીના 10 શહેરોની પસંદગી થશે. આ શહેરોની પસંદગીમાં ઇન્ડિયા પ્રોગ્રામ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સપોર્ટેશને ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. પ્રોજેક્ટમાં શહેરના વધુ ને વધુ લોકો પ્રોજેક્ટ સાથે જોડાય તે બાબત મુખ્ય હતી. પાલિકાએ આ પ્રોજેક્ટની ડિઝાઇન લોકો પાસે જ મંગાવી હતી, જે માટે 23 રજિસ્ટ્રેશન આવ્યાં હતાં અને 5ને શોર્ટલિસ્ટ કરાયાં હતાં. સયાજીગંજ રોડના સ્ટ્રીટ પ્રોજેક્ટ માટે ઉમંગ દેસાઇ અને આયર્ન ગોહિલ તથા પરશુરામ નગર અકોટા રોડ માટે શિવાની કાપડિયા અને મિલિન્દ મિસ્ત્રીના પ્રોજેક્ટની પસંદ થઇ હતી.

આગામી બે મહિનામાં આ પ્રોજેક્ટનો અમલ કરાશે
સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જના નોડલ ઓફિસર પ્રિયાંક શાહે જણાવ્યું કે, ‘શહેરના અકોટા બ્રિજના અકોટાના છેડાથી જેતલપુર બ્રિજ ચાર રસ્તાથી બ્રિજ નીચે થઇને જેલ રોડ જંક્શન સુધીનો રસ્તો, બીજો રસ્તો બીએસએનએલ ત્રણ રસ્તાથી કાલાઘોડા સુધીના સાઇડ રોડનો રસ્તો અને કાલાઘોડાથી ફતેગંજ પેટ્રોલપંપ સુધીના ત્રણ રસ્તાઓને આગામી બે મહિનામાં પાલિકા અને લોકભાગીદારીથી વિકસાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...