તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Parents Association Wrote A Letter To The Education Minister Demanding 50 Per Cent Relief In Fees, Saying: 'Parents Have Run Away From Business'

સ્કૂલ ફી ઘટાડવાની માગ ઉઠી:વડોદરા પેરેન્ટ્સ એસો.ને શિક્ષણમંત્રીને પત્ર લખી ફીમાં 50 ટકા રાહત આપવા માગ કરી, કહ્યું: 'વાલીઓને વેપાર-ધંધા ભાગી પડ્યા છે'

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરના માધ્યમથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપ્યું - Divya Bhaskar
કલેક્ટરના માધ્યમથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપ્યું
  • સંચાલકો FRCની અવગણના કરીને ફી વસૂલે છે, સરકારના પરિપત્રની ઉલ્લંઘન કરતી શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માગ

વડોદરા પેરેન્ટસ એસોસિએશન દ્વારા આજે કલેક્ટરના માધ્યમથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, આ વર્ષનું શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું છે, તે અરસામાં શાળાના સંચાલકો દ્વારા ફી અધિનિયમ 2017 અને માન્ય સર્વોચ્ચ અદાલતના વચગાળાના હુકમની અવગણના કરીને FRC વડોદરા ઝોનની ઉપર વટ જઈ પોતાની રીતે પ્રોવિઝનલ ફી નક્કી કરીને વાલીઓ પાસેથી યેનકેન પ્રકારે ફી ઉઘરાવી રહ્યા છે.

હજારો વાલીઓની ફરિયાદ મળી છે, જેમાંથી મુખ્ય મુદ્દાઓ શિક્ષણમંત્રી સમક્ષ રજૂ કર્યાં, જે આ મુજબ છેઃ
2021-22 શૈક્ષણિક કાર્ય શરૂ થઇ ગયું હોવા છતાં FRC, વડોદરા ઝોન, દ્વારા હજુ સુધી કોઇપણ શાળાની ફી જાહેર કરવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં ખાનગી શાળા સંચાલકોએ FRCએ છેલ્લી જાહેર કરેલી ફીથી 20થી 50 ટકા સુધી વધારો કરીને પ્રોવિઝન ફી તરીકે જાહેર કરીને વાલીઓ પાસેથી યેનકેન પ્રકારે ઉઘરાવી રહ્યા છે. જો વાલીઓ ફી સમયસર નથી ભરતાં તો બાળકોને ઓનલાઇન શિક્ષણથી વંચિત રાખીને કે, બાળકોનું નામ શાળામાંથી દૂર કરીને વાલીઓને પરેશાન કરી રહ્યા છે.

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશને શિક્ષણમંત્રીને પત્ર લખી ફીમાં 50 ટકા રાહત આપવા માગ કરી
વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશને શિક્ષણમંત્રીને પત્ર લખી ફીમાં 50 ટકા રાહત આપવા માગ કરી

ઓનલાઇન અભ્યાસમાં સંચાલકોને ખર્ચ ઘટ્યો, જેથી સરકાર નોટિફિકેશન બહાર પાડે
કોવિડ મહામારી અંતર્ગત ગત વર્ષની જેમ આ વર્ષે ઓનલાઈન ક્લાસ ચાલુ હોવાથી શાળા સંચાલકોને થતાં ખર્ચમાં ઘણો એવો ઘટાડો થયો છે. આ વાતને ધ્યાનમાં લઈને ગત વર્ષે સરકારે જે પ્રકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, તે પ્રકારનું નોટિફિકેશન ગુજરાત સરકાર દ્વારા અથવા તો તેના કોઈપણ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. તો સરકારને આ દિશામાં તાત્કાલિક ઘટતું કરવા માટે વિનંતી કરવા આવી છે.

FRC દ્વારા જે છેલ્લી ફી જાહેર કરાઇ હતી, તે જ રહે તેવી માગણી
કેટલીક શાળાઓ કે જે ગ્રાન્ટ લઈ રહી છે તેઓ પણ અલગ-અલગ હેડ હેઠળ વાલીઓ પાસેથી ગેરવ્યાજબી ફીની માગણી કરી રહ્યા છે. આ સંજોગોમાં વડોદરા પેરેન્ટસ એસોસિએશન કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને કેટલીક વ્યાજબી માગણીઓ શિક્ષણ મંત્રી સમક્ષ રાખી છે જેમાં મુખ્યત્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને પેન્ડેમિક એક્ટ અનુસાર શૈક્ષણિક વર્ષ 2021-22 FRC દ્વારા જે છેલ્લી ફી જાહેર કરવામાં આવી છે, તે જ રહે તેવી અમારી માગણી છે.

ફી અધિનિયમ 2017 અને સરકારના વખતોવખતના પરિપત્રનું જે શાળાઓ ઉલ્લંઘન કરે છે તે શાળાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ
ફી અધિનિયમ 2017 અને સરકારના વખતોવખતના પરિપત્રનું જે શાળાઓ ઉલ્લંઘન કરે છે તે શાળાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ

ટ્યુશન ફીમાં 50 ટકાની રાહત અને અન્ય કોઇપણ પ્રકારની ફી લેવામાં ન આવે
કોવિડ મહામારીમાં વાલીઓની આવક ઘટી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા લોકડાઉન, કર્ફ્યૂ કે કેટલાક નિયંત્રણોના લીધે વ્યાપાર, ધંધા રોજગાર પર અસર પડી છે. આ ઉપરાંત અંગત પરિચિત વ્યક્તિઓને હોસ્પિટલમાં દાખલ કરવાથી જે ખર્ચો આવ્યો છે તેને લઈને આ પરિસ્થિતિમાં વાલીઓને ખર્ચમાં પહોંચી વળાય તેમ ન હોવાથી અમારી માગણી છે કે, આ વર્ષે જ્યાં સુધી શાળા ચાલુ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફીમાં 50 ટકા જેટલી રાહત આપવામાં આવે અને અન્ય કોઈપણ પ્રકારની ફી લેવામાં ન આવે.

પરિપત્રની ઉલ્લંઘન કરતી શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માગ
ફી અધિનિયમ 2017 અને સરકારના વખતોવખતના પરિપત્રનું જે શાળાઓ ઉલ્લંઘન કરે છે તે શાળાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી અમારી માગણી છે. વડોદરામાં જિલ્લા શિક્ષણ અધિકારીની પોસ્ટ જે હંમેશા કામચલાઉ હોય છે, તેમાં એક સ્થાયી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની નિમણૂંક આપવામાં આવે, જેથી કરીને બાળકો અને વાલીઓના જે ગંભીર પ્રશ્નો છે તેને ત્વરિત વાચા મળે. આ તમામ મુદ્દા ઉપર તાત્કાલિક ઘટતું કરી વાલીઓને માનસિક રાહત તેમજ બાળકોનો માનસિક હિત ન જોખમાય તે માટે યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...