તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની અછત દૂર કરવાનો પ્રયાસ:વડોદરાના OSD ડો.વિનોદ રાવે GSFC અને સાવલીની ગેસ કંપનીનું નિરીક્ષણ કર્યું, કંપની 20 ટકા ઉત્પાદન ક્ષમતા વધારશે

વડોદરા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખાસ ફરજ પરના અધિકારીએ જી.એસ.એફ.સી.ના ઓક્સિજન પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ હતું - Divya Bhaskar
ખાસ ફરજ પરના અધિકારીએ જી.એસ.એફ.સી.ના ઓક્સિજન પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ હતું
 • ખાસ ફરજ પરના અધિકારીએ જી.એસ.એફ.સી.ના ઓક્સિજન પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ

વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે,જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને ઓકસીજન પુરવઠા ના નોડલ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.સુધીર દેસાઈ સાથે જી.એસ.એફ.સી.ના ઓક્સિજન ઉત્પાદક પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે અહીં દૈનિક 10 ટન ઓકસીજનનું ઉત્પાદન થાય છે. તેનો સર્વોચિત ઉપયોગ સુનિશ્ચિત કરવા રીફિલિંગ અને વિતરણની સિસ્ટમ સ્ટ્રીમલાઈન કરવામાં આવી રહી છે.

ખાસ ફરજ પરના અધિકારીએ ગેસ કંપનીનું નિરીક્ષણ કર્યું
સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી દેવનંદન ગેસ કંપની એર સેપ્રેસન યુનિટની મદદથી વાતાવરણમાં થી સીધેસીધું ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે આ કંપની ખાતે ઓક્સિજન ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ કંપનીની રિફીલીંગ ક્ષમતા દૈનિક 1 હજાર જમ્બો સિલિન્ડરોની છે એટલે કે અંદાજે દૈનિક 9 ટન ઓકસીજનનું ઉત્પાદન કરે છે.

દેવનંદન ગેસ કંપની એર સેપ્રેસન યુનિટની મદદથી વાતાવરણમાં થી સીધેસીધું ઓક્સિજનનું ઉત્પાદન કરે છે
દેવનંદન ગેસ કંપની એર સેપ્રેસન યુનિટની મદદથી વાતાવરણમાં થી સીધેસીધું ઓક્સિજનનું ઉત્પાદન કરે છે

કંપની 20 ટકા ઉત્પાદન ક્ષમતા વધારશે
કંપનીના સંચાલકો સાથે ઉત્પાદન વૃદ્ધિ અંગે પરામર્શ કરતાં, તેમણે એક સપ્તાહમાં ઉત્પાદન ક્ષમતામાં 20 ટકા વધારો કરવાનો સધિયારો આપ્યો છે. કંપની 10 જેટલા ડીલર્સના માધ્યમથી દવાખાનાઓને ઓક્સિજનનું પરિવહન અને દવાખાનાઓને વિતરણ કરે છે તેના અંગે પણ ચર્ચા કરી હતી. ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, આવતીકાલે ડીલરો સાથે બેઠક યોજીને જો કોઈ દવાખાનામાં આકસ્મિક ઓક્સિજનની અછત સર્જાય તો તેને તાત્કાલિક મદદ કેવી રીતે થઇ શકે તેનો પરામર્શ કરવામાં આવશે.

OSD ડો.વિનોદ રાવે GSFC અને સાવલીની ગેસ કંપનીનું નિરીક્ષણ કર્યું
OSD ડો.વિનોદ રાવે GSFC અને સાવલીની ગેસ કંપનીનું નિરીક્ષણ કર્યું

ખાસ ફરજ પરના અધિકારીએ શક્તિ ગેસ એજન્સીની મુલાકાત લીધી
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે,જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.સુધીર દેસાઈ સાથે સાવલી તાલુકામાં મંજુસર જી.આઇ.ડી.સી. ખાતે શક્તિ ગેસ એજન્સીની મુલાકાત લઈને સંચાલકો સાથે દવાખાનાઓમાં સર્જાતી ઓક્સિજનની તાકીદની અછત ટાળવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી.

ખાસ ફરજ પરના અધિકારીએ જી.એસ.એફ.સી.ના ઓક્સિજન પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ
ખાસ ફરજ પરના અધિકારીએ જી.એસ.એફ.સી.ના ઓક્સિજન પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ

દૈનિક 55થી 60 ટન ઓક્સિજન વડોદરામાં પૂરો પાડે છે
આ એકમ રિલાયન્સ, જામનગર ઉત્પાદિત દૈનિક 55થી 60 ટન ઓક્સિજન વડોદરામાં પૂરો પાડે છે. તે સમરસ, ધીરજ,પારુલ અને પાયોનિયર હોસ્પિટલોને પ્રવાહી ઓક્સિજન અને અન્ય ખાનગી દવાખાનાઓને પ્રવાહી અને વાયુ સ્વરુપે ઓક્સિજન પૂરો પાડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો