પર્દાફાશ:વડોદરાની સંસ્થાએ જલગાંવમાંથી વન્ય જીવ વેચવાનુંકૌભાંડ પકડાવ્યું, પ્રાણીના ચામડા-કાંટા સહિતનો સામાન કબ્જે કરાયો

વડોદરા17 દિવસ પહેલા
પ્રાણીઓના અસ્થિ, ચામડા સાથે જીવત જીવતા પક્ષીઓ પણ કબ્જે કરાયાં હતાં.
  • સંયુક્ત રીતના દરોડામાંથી મહિલા સહિત બે વ્યક્તિઓ ઝડપાયા

વડોદરાની ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ જલગાંવ વન વિભાગની મદદ લઇને જલગાંવમાં વન્ય જીવોનું વેચવાના ચાલતા કૌંભાડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એસ.પી.સી.એ.ની ટીમ જલગાંવ વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડી એક મહિલા સહિત બે વ્યક્તિઓને ચિત્રકામ માટેના બ્રશ બનાવવા માટે વપરાતા નોળીયાનું ચામડુ, શાહુડીના કાંટા, દેશી બિલાડીની ઓડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જલગાંવ વન વિભાગ દ્વારા બંને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.

વનવિભાગની ટીમે એક મહિલાને પણ ઝડપી લીધી હતી.
વનવિભાગની ટીમે એક મહિલાને પણ ઝડપી લીધી હતી.

બાતમીના આધારે કાર્યવાહી
ગુજરાત એસ.પી.સી.એ.ના મંત્રી રાજ ભાવસારને માહિતી મળી હતી કે, મહારાષ્ટ્રના જલગાંવમાં કેટલાંક લોકો વન્ય જીવ લે-વેચ નું કામ કરે છે. જે માહિતીના આધારે તેમણે જી.એસ.પી.સી.એ.ના કાર્યકર રમેશભાઈને તપાસ સોંપી હતી. કાર્યકર રમેશભાઇએ તપાસ કરી તમામ વિગત રાજ ભાવસારને આપી હતી. જે માહિતી તા. 12 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના જલગાંવના વન પરિક્ષેત્રના સ્થાનિક ડી.સી.એફ. વિવિક હોશિંગ અને આર.એફ.ઓ. અમોલ પંડિતને આપવામાં આવી હતી.

દરોડા પાડવામાં આવ્યાં
જલગાંવના વન વિભાગ કર્મચારીનોએ દરોડો પાડવા માટે ટીમ ત્યાર કરી હતી. વન વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવતા સ્થળ પરથી વિમલાબાઇ પવાર (રહે. રાજકમલ ટોકીઝ ભડગાવ જલગાંવ ) નામની મહિલા મળી આવી હતી. તેની પાસેથી જી.એસ.પી.સી.એની ટીમ અને જલગાંવ વન વિભાગની ટીમોએ ખરીદેલા અને વેચવા માટે સંગ્રહ કરેલા શિડ્યુલ-1 માં આવતા વન્ય જીવ (1) કાળી કોરલ-40 નંગ તથા પાટલા ઘો મારીને પાટલા ઘોના લીંગમાંથી બનાવેલ હાથ જોડી- 8 નંગ, શાહુડીના કાંટા-40 નંગ, ચિત્રકામના કલર બ્રશ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું નોળિયાનું ચામડું, દેશી બિલાડીની ઓડ 32 નંગ, 432 નંગ કસ્તુરી, શિયાળના શીંગડા 2 નંગ અને સાપના મણકાની માળા કબ્જે કરવામાં આવ્યા હતા.

અલગ અલગ પ્રાણીઓના કાંટા અને પીછા પણ મળી આવ્યાં હતાં.
અલગ અલગ પ્રાણીઓના કાંટા અને પીછા પણ મળી આવ્યાં હતાં.

પોપટ પણ કબ્જે કરાયા
વિમલાબાઇ પવારની ત્યાં દરોડો પાડ્યા બાદ ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થા અને વન વિભાગની ટીમ દ્વારા મોહસીન ઇશ્કખાન (રહે. રાજ કમલ ટોકીજ, ભવાની પેટ શોપ, જલગાંવ) ની ત્યાં દરોડો પાડયો હતો. જ્યાંથી સૂડો પોપટ 10 નંગ અને 2 નંગ પહાડી પોપટ કબ્જે કરવામાં આવ્યા હતા. આ બંને ઓરપી સામે સ્થાનિક વન વિભાગના ડી.સી.અફ. વિવેક હોશિગે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...