તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ નહીં વતનમાં દિવાળી:વડોદરામાં NRI દંપતી 25 વર્ષ બાદ જન્મભૂમિમાં દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વતનમાં કુટુંબના સભ્યો સાથે 25 વર્ષ બાદ દિવાળીની ઉજવણી કરવાની અવસર મળ્યાનું પતિ પત્નીએ કહ્યું હતું. - Divya Bhaskar
વતનમાં કુટુંબના સભ્યો સાથે 25 વર્ષ બાદ દિવાળીની ઉજવણી કરવાની અવસર મળ્યાનું પતિ પત્નીએ કહ્યું હતું.
  • લોકડાઉન બાદ અમેરિકા ન જતાં વતનમાં જ દિવાળી ઉજવશે

દિવાળીના તહેવારમાં દર વર્ષે લોકો વિદેશ અને ભારતમાં ક્યાંક ફરવા જતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકો વિદેશમાં નહિ પરંતુ વતનમાં દિવાળી ઉજવી રહ્યાં છે. વડોદરામાં બાજવાડા શેઠ શેરી સ્થિત કલ્યાણ બિલ્ડિંગના ખાંચામા રહેતાં અમેરિકાના NRI દંપતિને કોરોનાંના કારણે પોતાના વતનમાં પરિવાર, મિત્રો અને કુટુંબીજનો સાથે દિવાળી કરવાનો અનેરો અવસર મળ્યો છે.

વિદેશ જાય તે પહેલા લોકડાઉન આવ્યું
પરીખ દંપતિએ જણાવ્યું કે, લગભગ 25 વર્ષ બાદ હું મારા પરિવાર સાથે અને મારી પોળના મિત્રો સાથે દિવાળી મનાવી રહ્યો છું.બાજવાડા શેઠ શેરી સ્થિત કલ્યાણ બિલ્ડીંગના ખાંચામા રહેતા અમેરિકાના NRI નિરંજનભાઈ ટી. પરીખ (ઉ.વ.75) અને ઉર્વશીબેન પરીખ (ઉ.વ.70) અમેરિકાના કનેટીકટ ખાતે લગભગ 30 વર્ષથી સ્થાયી થયા છે. તેઓ દરવર્ષે ઉત્તરાયણ કરવા માટે ડિસેમ્બર માસમાં આવી જતા હતા. આ વર્ષે પણ ઉત્તરાયણ મનાવા માટે આવ્યા હતા અને માર્ચ માસમાં પરત જવાના હતા. પરંતુ તેઓ વિદેશ જાય તે પૂર્વે શરૂ થયેલી વૈશ્વિક કોરોનાં મહામારી ને કારણે સમગ્ર દેશ સહિત વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ સર્જાતા વિદેશ જઈ શકયા નથી. 25 વર્ષથી વિદેશમાંજ દિવાળી મનાવતા હતા. પરંતુ કોરોનાંની મહામારીને કારણે મજબૂરી ગણો અથવા સંજોગ દિવાળી એમણે પોતાની પોળમાં પરિવાર-કુટુંબીજનો-મિત્રો અને શુભેચ્છકો સાથે દિવાળી મનાવવાનો અનેરો અવસર મળ્યો છે.

કુટુંબીજનો સાથે દિવાળી મનાવવાનો મોકો મળ્યો
દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં નિરંજનભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે અમોને દિવાળી મનાવવાનો મોકો મળ્યો છે. તેનાથી અમે ખૂશ છે. 25 વર્ષ બાદ વડોદરાની દિવાળીનો માહોલ જોઈને અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. હવે અમે ઉત્તરાયણ પણ વડોદરામાં મનાવીને જ અમેરિકા પરત ફરીશું.પરીખ દંપતિએ જણાવ્યું કે, મારા બે સંતાનો યશ પરીખ અને રૂચિતા પરીખ અમેરિકામાં જ સ્થાયી થયેલા છે દર વર્ષે મારા સંતાનો સાથે દિવાળી મનાવતા હતા. આ વખતે મને મારા કુટુબીજનો સાથે દિવાળી મનાવીશુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો