રેસ્ક્યૂ ઓપરેશન:વડોદરા NDRFની ટીમ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં જોડાઇ, 31 લોકોને સલામત સ્થળે ખસેડ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા NFRFની ટુકડીના જવાનો કાલાવડ તાલુકાના પંજેતનનગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલા લોકોઓને ઉગારવાની કામગીરી કરી રહી છે - Divya Bhaskar
વડોદરા NFRFની ટુકડીના જવાનો કાલાવડ તાલુકાના પંજેતનનગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલા લોકોઓને ઉગારવાની કામગીરી કરી રહી છે
  • NDRFની ટીમે 13 મહિલાઓ, 11 પુરુષો અને 7 બાળકોને બચાવ્યા

સતત ભારે વરસાદને પગલે જામનગર જિલ્લામાં વરસાદી પાણીના ભરાવાને લઇને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે વ્યાપક બચાવ કામગીરી હાથ ધરી છે, જેમાં વડોદરાના જરોદ સ્થિત NDRFની બટાલિયન 6ની ટુકડી યોગદાન આપી રહી છે.

જરોદ સ્થિત NDRFની ટીમ પણ કામે લાગી
જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાના અનેક ગામોમાં જળની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે. સાથે વડોદરાના જરોદ સ્થિત NDRFની ટીમ પણ કામે લાગી ગઇ છે.

NDRFની ટીમે 13 મહિલાઓ, 11 પુરુષો અને 7 બાળકોને બચાવ્યા
NDRFની ટીમે 13 મહિલાઓ, 11 પુરુષો અને 7 બાળકોને બચાવ્યા

NDRFની ટીમે 31 લોકોને સલામત સ્થળે ખસેડ્યા
વડોદરા ખાતેના NDRFના જનસંપર્ક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વડોદરાની ટુકડીના જવાનો કાલાવડ તાલુકાના પંજેતનનગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલા લોકોઓને ઉગારવાની કામગીરી કરી રહી છે. મળતી જાણકારી પ્રમાણે આ ટુકડીના જવાનોએ 13 મહિલાઓ, 11 પુરુષો અને 7 બાળકો મળી 31 લોકોને કાલાવડી નદીના પૂરમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે. દળના જવાનો હાલ બચાવ કામગીરી કરી રહ્યા છે.

ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...