આયોજકોનો નિર્ણય:વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો ખેલૈયા પાસેથી 18% GST નહીં વસૂલે

વડોદરા4 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • સરકારમાં GST ભરવાનો થશે તો સંસ્થા આયોજન બાદ વધેલા નાણામાંથી ભરેશે

ગરબા પર 18 ટકા GSTને લઇને થઇ રહેલા વિરોધ વચ્ચે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) દ્વારા નક્કી કરાયુ છે કે તેઓ ખેલૈયાઓ પાસેથી અલગથી ટેક્સ નહીં વસૂલે. સરકારમાં જે કોઇ ટેક્સ ભરવાનો થશે તેઓ તેઓ ટિકિટના દરમાંથી જ ભરશે.

કોંગ્રેસ-આપ દ્વારા પણ વિરોધ
સરકાર દ્વારા પાર્ટી પ્લોટ્સ અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા પાસ કે ટિકિટ આધારિત આયોજનો પર 18 ટકા GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF)ના આયોજક મયંક પટેલે દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમા જણાવ્યું છે કે અમે ખેલૈયાઓ પાસેથી અલગ GST નહીં વસૂલીએ. જે કોઇ પાસની રકમ અમારી પાસે આવશે તેમાંથી અમે જ સરકારમાં GST ભરીશું.

સરકાર ફેર વિચારણા કરે
મયંક પટેલે જણાવ્યું હતું કે, અમે આ વખતે નવલખી મેદાનમાં ગરબાનું આયોજન કર્યું છે. અમે એક એનજીઓ છીએ. ગરબાના પાસમાંથી જે રકમ વધે છે તે દાન કરવામાં આવે છે. તેથી અમે પાસ પર કોઇ GST વસૂલવાના નથી. જો સરકારમાં GST ભરવાનો થશે તો અમે તે વધેલી રકમમાંથી જ ભરીશું. અમારી સરકાર સમક્ષ માંગણી છે કે આ માતાજીની આરાધનાનું પર્વ છે તેમાં વધારાના ચાર્જ તરીકે વસૂલવો ન જોઇએ. સરકારે આ મુદ્દે ફેર વિચારણા કરી અને ગરબાના પાસ પર GST રદ કરવો જોઇએ.