વડોદરાની નવરાત્રિ LIVE:શહેરમાં 37 વર્ષ બાદ કોમર્શિયલ ગરબા બંધ રહ્યા, 400થી વધુ સ્થળોએ શેરી ગરબાની રમઝટ, પહેલા નોરતે બાળકોથી લઇને યુવાઓ ગરબે ઘૂમ્યા

વડોદરા17 દિવસ પહેલા
છાણી ગામના રાધે ગ્રુપના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા
  • પહેલા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

કોરોનાના કેસો નિયંત્રણમાં આવતા રાજ્ય સરકારે ફરીથી છૂટછાટો આપી છે, જેને પગલે આજથી નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઇ છે. આજે પહેલા નોરતે બાળકોથી લઇને યુવાઓ ગરબે ઘૂમ્યા હતા. કોરોના મહામારીને કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી થઇ નહોતી. જોકે, આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. જેને પગલે વડોદરાની છાણી રોડ પર આવેલી અવધ રેસિડેન્સી-4, કારેલીબાગની અંબાલાલ પાર્ક સોસાયટી, જાંબુવાની આર્યન રેસિડેન્સી અને વાધોડિયા રોડ પરની શ્યામલ રેસિડેન્સી સહિતની સોસાયટીઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

લાભ રેસિડેન્સી ભાગ-2, અટલાદરા.
લાભ રેસિડેન્સી ભાગ-2, અટલાદરા.

37 વર્ષ બાદ 400થી વધુ સ્થળે શેરી ગરબા
વડોદરા શહેરમાં 37 વર્ષ બાદ કોમર્શિયલ ગરબ બંધ રહેતા શેરી ગરબાની રોનક ફરી પરત ફરી છે અને 400થી વધુ સ્થળે શેરી ગરબા થઇ રહ્યા છે. શહેરમાં 1984માં પહેલા કોમર્શીયલ ગરબાની શરૂઆત થઈ હતી. જેને પગલે ધંધાદારી ગરબાના આયોજનની ઝાકમઝોળમાં સોસાસટીઓ અને શેરીઓમાં થતાં ગરબા સમયાંતરે બંધ થવા માડ્યા હતા. ગત વર્ષે કોરોનાના કારણે પ્રથમ વખત ગરબા બંધ રહેતા વર્ષ 2021માં માત્ર શેરી ગરબાને જ મંજુરી મળતા ખેલૈયાઓ આજથી શહેરના 412 સ્થળો પર શેરી અને સોસાયટીઓમાં આયોજીત ગરબામાં રમઝટ બોલાવી છે. સૌથી વધુ 32 શેરી ગરબા લક્ષ્મીપુરા વિસ્તારમાં આયોજીત થવાના છે.

આર્યન રેસિડેન્સી, જાંબુવા
આર્યન રેસિડેન્સી, જાંબુવા

શેરી ગરબામાં 400 લોકોની મર્યાદા
રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે, તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવી છે. રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવી નથી.

અનગઢીયા ટેકરા યુવક મંડળ, છાણી
અનગઢીયા ટેકરા યુવક મંડળ, છાણી

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે
તેમજ ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યકિતઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇએ. તેમજ ગરબા દરમિયાન ભાગ લેનાર લોકોને વેક્સિન લેવા અંગે જાગૃત કરવા તેમજ જેઓએ વેક્સિન લીધી ન હોય તેઓને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવે છે. ગરબાના આયોજન દરમિયાન ઉપયોગ થતા લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્ર અંગે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

સેફ્રોન બેસિક એપાર્ટમેન્ટ સયાજીપુરા પાણીની ટાંકી પાસે, વડોદરા
સેફ્રોન બેસિક એપાર્ટમેન્ટ સયાજીપુરા પાણીની ટાંકી પાસે, વડોદરા
અવધ રેસિડેન્સી-4, છાણી રોડ
અવધ રેસિડેન્સી-4, છાણી રોડ
અંબાલાલ પાર્ક સોસાયટી અંબા માતાનું મંદિર કારેલીબાગ
અંબાલાલ પાર્ક સોસાયટી અંબા માતાનું મંદિર કારેલીબાગ
રાધે રેસિડેન્સી, હરણી મોટનાથ રોડ, ગદા સર્કલ પાસે વડોદરા
રાધે રેસિડેન્સી, હરણી મોટનાથ રોડ, ગદા સર્કલ પાસે વડોદરા
શ્યામલ રેસિડેન્સી, વાઘોડિયા આજવા રીગરોડ, બાપોદ પોલીસ સ્ટેશન પાછળ
શ્યામલ રેસિડેન્સી, વાઘોડિયા આજવા રીગરોડ, બાપોદ પોલીસ સ્ટેશન પાછળ
અન્ય સમાચારો પણ છે...