• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Navrachana University Inaugurates Advanced Manufacturing Lab, 4 Joint Articulating Arm Robot To Teach Programming To Students

અત્યાધુનિક લેબનો પ્રારંભ:વડોદરાની નવરચના યુનિ. દ્વારા એડવાન્સ મેન્યુફેકચરિંગ લેબનું ઉદ્ધાટન, 4 સંયુક્ત આર્ટિક્યુલેટિંગ આર્મ રોબોટ વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ શિખવશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા એડવાન્સ મેન્યુફેકચરિંગ લેબનો પ્રારંભ કરવામાં આવ્યો - Divya Bhaskar
નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા એડવાન્સ મેન્યુફેકચરિંગ લેબનો પ્રારંભ કરવામાં આવ્યો
  • થ્રીડી પ્રિન્ટરથી સજ્જ લેબમાં વિદ્યાર્થીઓ એડિટિવ મેન્યુફેકચરિંગ વિશે પણ જાણી શકશે

15 સપ્ટેમ્બરે એન્જિનિયર્સ દિવસની ઉજવણીના ભાગરૂપે તેમજ ભારતના પ્રખ્યાત ઇજનેર અને "ભારત રત્ન" સર એમ. વિશ્વેશ્વરાયની સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ રૂપે નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા એડવાન્સ મેન્યુફેકચરિંગ લેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ લેબમાં અત્યાધુનિક ચાર સંયુક્ત આર્ટિક્યુલેટિંગ આર્મ રોબોટ છે. આ જર્મન ઇન્ડસ્ટ્રીયલ રોબોટ વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ શીખવા સક્ષમ બનાવે છે તેમજ એન્જિનિયરિંગ ડિઝાઇનિંગની પણ પ્રશંસા કરે છે. સી.એન.સી મશીન અને થ્રીડી પ્રિન્ટરથી સજ્જ આ લેબમાં વિદ્યાર્થીઓ એડિટિવ મેન્યુફેકચરિંગ વિશે પણ જાણી શકશે.

આ પહેલથી એન્જિનિયરિંગ પ્રત્યે વિદ્યાર્થીઓનો દ્રષ્ટિકોણ બદલાશે
મનીષ પટેલ, આઇ ટી ડિરેકટર- એમ જી. મોટર્સ અને મનીષ માણેક પ્લાન્ટ ડિરેકટર એમ જી મોટર્સ દ્વારા એ.એમ.એલ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને નવરચના યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે લીધેલી પહેલને બિરદાવતા કહ્યું હતું કે, આ પહેલથી એન્જિનિયરિંગ પ્રત્યે વિદ્યાર્થીઓનો દ્રષ્ટિકોણ બદલાશે. આ ઉદ્ઘાટન સમારોહમાં નવરચના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીન, પ્રોવોસ્ટ નિલય યાજનિક, રજિસ્ટ્રાર સંદીપ વસંત અને સિનિયર ફેકલ્ટી મેમ્બર્સ હાજર રહ્યા હતા.

એન્જિનિયરિંગ માટે પસંદગીના વિવિધ વિકલ્પો આશીર્વાદ રૂપ છે
મનીષ પટેલે એમના વક્તવ્યમાં જણાવ્યું કે, 'વર્તમાન પેઢી માટે હાલના સમયમાં એન્જિનિયરિંગ માટે પસંદગીના વિવિધ વિકલ્પો આશીર્વાદ રૂપ છે. કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવા માટે નવી વસ્તુઓ શીખવી મહત્વની છે. એન્જિનિયર માટે શીખો, જાણો અને ફરી શીખો એ મહત્વ પૂર્ણ છે. એન્જિનિયરની ભૂમિકા આઉટ ઓફ ધ બોક્સ વિચારી સમસ્યાઓ શોધવી અને ઉકેલવાની હોય છે સાથે સાથે કોર તેમજ સંલગ્ન શાખાઓનું જ્ઞાન પણ હોવું જરૂરી છે.

થ્રીડી પ્રિન્ટરથી સજ્જ લેબમાં વિદ્યાર્થીઓ એડિટિવ મેન્યુફેકચરિંગ વિશે પણ જાણી શકશે
થ્રીડી પ્રિન્ટરથી સજ્જ લેબમાં વિદ્યાર્થીઓ એડિટિવ મેન્યુફેકચરિંગ વિશે પણ જાણી શકશે

ઓટોમોટિવ ઉદ્યોગનું ભવિષ્ય ઇલેકટ્રિકલ વાહન અને બેટરી ટેક્નોલોજી છે
મનીષ માણેકે પોતાના મંતવ્યોને રજૂ કરતાં કહ્યું હતું કે, ઓટોમોટિવ ઉદ્યોગનું ભવિષ્ય ઇલેકટ્રિકલ વાહન અને બેટરી ટેક્નોલોજી છે. એડવાન્સ મેન્યુફેકચરિંગ લેબ માટે સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી ટીમ દ્વારા કરવામાં આવી રહેલ પ્રવૃતિઓ તેમજ વિદ્યાર્થીઓના વિષયને અનુરૂપ વ્યવહારુ જોડાણ જોઈને ખૂબ આનંદ થયો. આ પ્રયાસ તેમની ક્ષમતાઓને સાકાર કરવા અને ઉદ્યોગની જરૂરિયાત તેમજ શૈક્ષિણક અભ્યાસક્રમ વચ્ચેના તફાવતને ઘટાડવામાં મહત્વનું યોગદાન આપશે.

એન્જિનિયરિંગમાં સમાજના વિવિધ પાસાઓનો સમાવેશ થવો જોઈએ
આ સમારોહમાં નવરચના યુનિવર્સિટીના પ્રોવોસ્ટ નિલય યાજનિકે કહ્યું કે એન્જિનિયરિંગમાં સમાજના વિવિધ પાસાઓનો સમાવેશ થવો જોઈએ. શૈક્ષિણક સંસ્થામાં વિદ્યાર્થીઓના પ્રથમ વર્ષથી જ શિક્ષક તેમના માર્ગદર્શક તરીકે માર્ગદર્શન આપે છે અને એન્જિનિયરિંગના શ્રેષ્ઠ પ્રયાસો શીખવામાં મદદ કરે છે. આજે વિશ્વ, સમાજની સમસ્યાઓને સમજવાની તેમજ તેના ઉકેલ લાવવાની ક્ષમતા ધરાવતા એન્જિનિયર માટે આશાસ્પદ છે.

4 સંયુક્ત આર્ટિક્યુલેટિંગ આર્મ રોબોટ વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ શિખવશે
4 સંયુક્ત આર્ટિક્યુલેટિંગ આર્મ રોબોટ વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગ શિખવશે

કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેકચરિંગ ફેસિલીટી બનાવવા પ્રયાસો
એ.એમ.એલ વિશે માહિતી આપતા પ્રોફેસર અમરીશ બડગુજરે કહ્યું હતું કે, બીજા વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ આ અદ્યતન લેબ સાથે સંકળાયેલા ઔદ્યોગિક પ્રોજેક્ટમાં સામેલ થશે. આ પ્રોજેક્ટ તેમને વાસ્તવિક એન્જિનિયરિંગ પદ્ધતિનો ખ્યાલ આપે છે. ઔદ્યોગિક ઓટોમેશનના ઉપયોગ દ્વારા કેડ સિસ્ટમ ને સી.એન.સી સાથે સંકલિત કરીને કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેકચરિંગ ફેસિલીટી બનાવવા પ્રયાસો ચાલી રહ્યા છે.

નિષ્ણાતોનું માર્ગદર્શન, સહાયક અભિગમ અને અદભૂત સવલતો મળ્યા
એન્જિનિયરિંગના બીજા વર્ષના વિદ્યાર્થી ક્રિશ ભાટિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહથી હું એ.એમ.એલ માં એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું અને આ ખૂબ જ રસપ્રદ શૈક્ષિણક અનુભવ રહ્યો છે. પ્રોજેક્ટ દરમ્યાન મે અસંખ્ય વસ્તુઓના નિર્માણ જ નહીં પરંતુ, પસંદ કરેલા ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ પણ મેળવ્યો છે. અને કામના સ્થળે શું કરવું અને શું ન કરવું તેની પણ જાણકારી મેળવી છે. મને જે નિષ્ણાતોનું માર્ગદર્શન, સહાયક અભિગમ અને અદભૂત સવલતો મળ્યા છે તે હું જાણું છું કે કોઇ પાઠ્યપુસ્તકથી શીખવા નહીં મળે.

વડોદરાની નવરચના યુનિવર્સિટી દ્વારા એડવાન્સ મેન્યુફેકચરિંગ લેબનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું
વડોદરાની નવરચના યુનિવર્સિટી દ્વારા એડવાન્સ મેન્યુફેકચરિંગ લેબનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું

એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો
એન્જિનિયર્સ દિવસની ઉજવણીના ભાગરૂપે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. કાર રેસિંગની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખાસ ડિઝાઇન કરેલા રેસ ટ્રેક પર પોતાની મીનીએચર ડિઝાઇન કરેલી તેમજ બનાવેલી કારની રેસ કરવી જરૂરી હતી. ફાસ્ટર્સ કાર ની ડીઝાઈન માટે એન્જિનિયરિંગ ફંડામેંટલ અને એનર્જી સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એરપ્લેનની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પ્લેનને તેમના અનુભવ તેમજ એરોડાયનેમિક્સના જ્ઞાનથી સૌથી લાંબી ઉડાણ અને સૌથી લાંબા અંતર સુધી પહોંચાડવાના હતા.

અન્ય સમાચારો પણ છે...