ધર્માંતરણ કેસ:વડોદરાના મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝરના 5 દિવસના કસ્ટડી રિમાન્ડ, પોલીસે 14 દિવસની માગ કરી હતી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આફમી ચેરીટેબલ ટ્રસ્ટના FCRA એકાઉન્ટમાં રૂપિયા 19,00,00,000 ફંડ વિદેશોમાંથી આવ્યું હોવાની વિગતો બહાર આવી

ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં પૂરાવાનો નાશ કરવાના આરોપમાં ઝડપાયેલ વડોદરાના મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝરની ક્રાઇમ બ્રાંચે શુક્રવારે ધરપકડ કરી હતી. દરમિયાન આજે તેઓની અત્રેની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ 5 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ચકચારી આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની યુ.પી. પોલીસ વડોદરા આવીને ધરપકડ કરી ગયા બાદ આ પ્રકરણની વધુ તપાસ એસ.આઇ.ટી. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે એસ.આઇ.ટી. દ્વારા શુક્રવારે આફમી ટ્રસ્ટના ટ્રસ્ટીના કહેવાથી પૂરાવાનો નાશ કરનાર પાણીગેટ ખાતે આવેલ મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઇઝર મહંમદહુસેન ગુલામ હુસેન મન્સુરીની (રહે. શ્યામવાલા કોમ્પ્લેક્ષ, પાણીગેટ) ધરપકડ કરવામાં આવી હતી.

એસ.આઇ.ટી.ના કન્વીનર એ.સી.પી. ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, મહંમદ હુસેન મન્સુરીએ આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખના કહેવાથી ટ્રસ્ટ અંગેની કેટલીક માહિતીના ડેટાવાળી પેઇન ડ્રાઇવ તોડી નાંખી હતી. તે ઉપરાંત કેટલાંક મહત્વના પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. આથી આ પ્રકરણમાં વધુ વિગતો મેળવવા માટે મહંમદ હુસેન મન્સુરીને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ 5 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નોંધનીય છે કે, યુ.પી. પોલીસ દ્વારા વડોદરામાંથી ધરપકડ કરીને લઇ જવાયેલા આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખનો કબજો લેવા માટે વડોદરાની ટીમ યુ.પી. રવાના થઇ છે. ત્યારે સલાઉદ્દીન શેખને વડોદરા લાવી તેની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. તે સાથે આ ધર્ણાન્તરણ પ્રકરણમાં વપરાતા ફડીંગ અંગેની પણ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેમ મનાઇ રહ્યું છે.

આ ઉપરાંત એસ.આઇ.ટી. દ્વારા આ પ્રકરણમાં કરવામાં આવેલી વધુ તપાસમાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટના FCRA એકાઉન્ટમાં રૂપિયા 19,00,00,000 ફંડ વિદેશોમાંથી આવ્યું હોવાની વિગતો બહાર આવી છે.

આફમી ટ્રસ્ટને કયા દેશમાંથી FCRA એકાઉન્ટમાં કેટલું ફંડ આવ્યું ?

1)ગુજરાતી મુસ્લિમ એસોએશન (યુ.એસ.એ.)રૂપિયા 7,43,77,302
2)કે.કરીમ પઠાણ (યુ.એસ.એ.)રૂપિયા 33,61,032
3)અન્કુર એચ. શાહ તથા મિનાતી શાહ (યુ.એસ.એ.)રૂપિયા 15,102
4)વાય મમદાની ચેરીટેબલ ફાઉન્ડેશન (યુ.એસ.એ.)રૂપિયા 74,517
5)રિટેલ ગ્લોબલ ફેશન (યુ.એ.ઇ.)રૂપિયા 1,20,06,822
6)મિ. ઇસ્માઇલ ઇબ્રાહિમ કડુજમર (યુ.કે.)રૂપિયા 2,55,696
7)એક્સેલ (યુ.કે.)રૂપિયા 3,74,946
8)મજલીશે અલફલા ટ્રસ્ટ (યુ.કે.)રૂપિયા 2,05,87, 132
9)ફિરદોસ ફાઉન્ડેશન (યુ.કે.)રૂપિયા 32,11,520
10)બચ્ચો કા ઘર નસવાડી (યુ.કે.)રૂપિયા 5,10,840
11)દાસ બાઇટ ધ ફિર્સ મિલફિલ્ડ (યુ.કે.)રૂપિયા 26,42,052
12)મિ. વાય.એલ. લિમ્બાદા (ઓસ્ટ્રેલિયા)રૂપિયા 5,27,882
13)હ્યુમન કન્સન ઇન્ટરનેશનલ (યુ.એસ.એ.)રૂપિયા 10,78,979
14)અબસુલ સત્તાર આઇ. સાયકા (યુ.એસ.એ.)રૂપિયા 19,68,646
કુલ ફંડરૂપિયા 19,00,00,000