તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વાઇરસ:વડોદરા મહાનગરપાલિકાથી મચ્છર પણ મરાતું નથી! ફોગિંગના 23 મશીન બંધ હાલતમાં

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકા શહેરમાં સેનેટાઇઝિંગનું કામ કરે છે - ફાઇલ તસવીર - Divya Bhaskar
મહાનગરપાલિકા શહેરમાં સેનેટાઇઝિંગનું કામ કરે છે - ફાઇલ તસવીર

વડોદરાઃ મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે અને કોરોના સંક્રમણનો ભય પણ ફેલાયો છે ત્યારે જ પાલિકાના ફાઇલેરિયા વિભાગ હસ્તકના 22 નાના અને 1 મોટું મશીન મેન્ટેનન્સના કારણે બિનઉપયોગી સાબિત થયા છે. શહેરમાં હાલમાં ફાયર બ્રિગેડની ટેન્કો દ્વારા ડીસઇન્ફીકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરોની ઉત્પતિ ટાળવા માટે પાલિકાની ફાઇલેરિયા શાખા કાર્યરત છે. આરોગ્ય વિભાગ હસ્તકના ફાઇલેરિયા ખાતા પાસે ધુમાડો કરવા માટે દવાનો છંટકાવ કરવા માટે છ મોટા મશીન અને 144 નાના મશીન છે.

144 નાના ફોગીંગ મશીન પૈકી 122 મશીનનો ઉપયોગ થાય છે
સામાન્ય રીતે વિશ્વામિત્રી નદીના કિનારાના વિસ્તારમાં મચ્છરો વધુ હોવાની ફરિયાદ થાય છે અને ઘણા ઠેકાણે તો સૂર્યાસ્તની સાથે જ ઘરના બારી બારણા બંધ કરી દેવા પડે છે અને મ્હોં ખોલતા જ મ્હોંમાં મચ્છર ઘૂસી જતા હોય છે. આ મામલે પાલિકાની સામાન્ય સભામાં ફરિયાદો પણ થતી હોય છે. હાલમાં કોરોનાના કારણે લોકો ઘરમાં જ રહે છે અને તે સંજોગોમાં મચ્છરોનો ત્રાસ ઓછો કરવા માટે પાલિકાએ ફોગીંગની કામગીરી વધુ સઘનતાથી કરવા પર ભાર મૂકવાના બદલે ફોગીંગ મશીનોની સંખ્યા ઘટાડી છે. પાલિકા હસ્તકના 144 નાના ફોગીંગ મશીન પૈકી 122 મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે અને 23 મશીન મેન્ટેનન્સના નામે બંધ છે તો મોટા પણ છ પૈકી પાંચ ચાલુ રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...