કોરોના મહામારી:વડોદરા મહાનગરપાલિકા દ્વારા બે એમ્બ્યુલન્સ કમ શબવાહીની ખરીદવાનો સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઈલ તસવીર)
  • 29.44 લાખની કિંમતની બે એમ્બ્યુલસ કમ શબવાહીની ખરીદવાનું કામ સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે રજૂ કરાયું છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 16 એપ્રિલે સાંજે 4:30 કલાકે સ્થાયી સમિતિ ખંડમાં વિકાસના વિવિધ કામો સંદર્ભે સ્થાયી સમિતિની બેઠક યોજાશે. જેમાં ખાસ કરીને કોરોના મહામારી વચ્ચે વડોદરા શહેર માટે વધુ બે એમ્બ્યુલસ કમ શબવાહીની ખરીદી કરવા અંગે નિર્ણય લેવાશે.

બે નવી એમ્બ્યુલસ કમ શબવાહીની ખરીદવાનું કામ સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે રજૂ કરાયું છે
શુક્રવારે યોજાનારી સ્થાયી સમિતિની બેઠકમાં સેન્ટ્રલ સ્ટોર, બ્રિજ પ્રોજેકટ, પાર્ક એન્ડ ગાર્ડન, કાર્યપાલક પૂર્વ ઝોન, સિટી એન્જિનિયર, આઈ.ટી., ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ, અને મુખ્યત્વે પાણી પુરવઠા વિભાગના કામો રજૂ કરવામાં આવ્યા છે. હાલમાં ફાયર બ્રિગેડ પાસે બે એમ્બ્યુલન્સ છે, જે પૈકી એક કાર્યરત છે. નોંધનીય છે કે, વડોદરા શહેરની વસ્તી અને વ્યાપ વધતા સુવિધા પૂરી પાડવામાં મુશ્કેલી ઊભી થાય છે. આ ઉપરાંત તાજેતરમાં એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા મૃતદેહ લારી પર લઈ જવાની નોબત આવી હતી, ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 29.44 લાખની કિંમતની બે નવી એમ્બ્યુલસ કમ શબવાહીની ખરીદવાનું કામ સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે રજૂ કરાયું છે.

સામાન્ય સભા દરમિયાન પાલિકાની ખાસ 9 સમિતિની રચના થશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 20 એપ્રિલે સાંજે 5 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા દરમિયાન વિવિધ વિકાસના કામો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે નગરસેવક અમી રાવતના મુલતવી પ્રશ્નો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3121 આવાસો, રોસ્ટર કમિટીની રચના સહિતના કામો અંગે ચર્ચા વિચારણા હાથ ધરાશે. આ ઉપરાંત ખાસ કરીને વડોદરા શહેરના અંતરિયાળ વિસ્તારમાં લોકો સુધી મેડિકલની સેવા પહોંચતી કરવા સ્કૂટરની ખરીદી કરાશે. તેમજ વડોદરા મહાનગર પાલિકાની 9 ખાસ સમિતિઓની રચના અંગે પણ નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...