તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટી પર્વે અપીલ:વડોદરા મહાનગરપાલિકાની ટીમે લાઉડ સ્પીકર દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરી

વડોદરા2 મહિનો પહેલા
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી હતી
 • -કેટલાક સ્થળોએ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું

કોરોનાની દહેશત વચ્ચે ઉજવાઇ રહેલા રંગોના પર્વ ધૂળેટીના દિવસે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા લાઉડ સ્પીકર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, વડોદરા શહેરના અનેક વિસ્તારોની સોસાયટીઓ અને પોળોમાં લોકોએ કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે ધૂળેટી પર્વ મનાવ્યું હતું. તો કેટલીક સોસાયટી અને પોળોમાં યુવાઓ કોરોનાના ડરથી ધૂળેટી પર્વની ઉજવી કરી નહોતી.

પાલિકાની ટીમે લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી
વડોદરા શહેરમાં કોરોનાના રોજ 300થી વધુ કેસો સામે આવી રહ્યા છે અને આ વર્ષે સરકારે ધૂળેટી પર્વની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમો આજે સવારથી જ લાઉડ સ્પીકર લઇને માર્કેટ અને સોસાયટી વિસ્તારોમાં ફરી હતી અને લોકોને માસ્ક પહેરવા, ભીડભાડ નહીં કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ કરી હતી.

કેટલાક સ્થળોએ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું
કેટલાક સ્થળોએ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું

કેટલાક સ્થળોએ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહીં
ઉત્સવપ્રિય લોકોએ સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને માન આપીને અને કોરોનાના ડરથી ભેગા થઈને હોળી મનાવવાનું ટાળ્યું હતું. જોકે, કેટલાક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું ન હતું અને લોકોએ ભેગા થઇને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.

લોકોને માસ્ક પહેરવા, ભીડભાડ નહીં કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ કરી હતી.
લોકોને માસ્ક પહેરવા, ભીડભાડ નહીં કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો