તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી:વડોદરા મહાનગરપાલિકાએ ગાઇડલાઇનના ભંગ બદલ એક દુકાન સીલ કરી, 5 દુકાનદારને નોટિસ ફટકારી

વડોદરા2 મહિનો પહેલા
સ્ટીકર શોપ ખુલ્લી રાખીને વેપાર ધંધો કરતા પાલિકાની ટીમે દુકાન બંધ કરાવીને સીલ મારી દીધી
  • જ્યૂબિલીબાગ નજીક સ્ટીકર શોપ ચાલુ રહેતા સીલ કરી, 5 હજારનો દંડ વસૂલ કરાશે

વડોદરામાં હાલ મીની લોકડાઉનમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓ સિવાયની ચીજ વસ્તુઓ વેચતી દુકાનો બંધ રાખવાનું રાજ્ય સરકારે જાહેરમાનુ બહાર પાડ્યું છે. તેમ છતાં ગાઇડલાઇનનો ભંગ કરી જ્યૂબિલીબાગ નજીક મામાજી સ્ટીકર શોપ ખુલ્લી રાખીને વેપાર ધંધો કરતા પાલિકાની ટીમે દુકાન બંધ કરાવીને સીલ મારી દીધી હતી અને મહાનગરપાલિકાની ટીમે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં 5 દુકાનદારોને નોટિસ ફટકારી છે.

દંડ ભર્યા બાદ જ દુકાન ખોલવાની સૂચના આપી
વડોદરામાં જ્યુબિલીબાગ પાસે મોબાઇલની દુકાન ખુલ્લી રાખી તેમાં માણસો બોલાવી સ્ટીકરનું વેચાણ કરવામાં આવતું હતું. સ્થળ પર પહોંચેલી કોર્પોરેશન ની ટીમે દુકાન બંધ કરાવીને સીલ મારી દીધું હતું. અને મીની લોકડાઉન જ્યારે સંપૂર્ણપણે ખુલે અને દુકાનો ખોલવાની છૂટ મળે ત્યારે વોર્ડની ઓફિસે જઇ દંડ વગેરે ભરી દીધા બાદ જ દુકાન ખોલવાની સૂચના આપી છે.

જ્યૂબિલીબાગ નજીક સ્ટીકર શોપ ચાલુ રહેતા સીલ કરી, 5 હજારનો દંડ વસૂલ કરાશે
જ્યૂબિલીબાગ નજીક સ્ટીકર શોપ ચાલુ રહેતા સીલ કરી, 5 હજારનો દંડ વસૂલ કરાશે

કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ 5 દુકાનદારને નોટિસ
આ ઉપરાંત પાંચ જેટલા દુકાનદારોને કોવિડ ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ નોટિસ પણ પાઠવવામાં આવી છે. આ અંગે પાલિકાના અધિકારી અનુરોધ કર્યો હતો કે, વેપારીઓ સહકાર આપે આ પ્રમાણે કાર્યવાહી કરવા મજબૂર ના કરે.

5 દુકાનદારને નોટિસ ફટકારી હતી
5 દુકાનદારને નોટિસ ફટકારી હતી
અન્ય સમાચારો પણ છે...