તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Vadodara Municipal Corporation Launches 'Korona Ghar Seva Sanjeevni Abhiyan' From Today, 102 Teams Treat Patients With Home Isolation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજીવની વાન:વડોદરા મહાનગરપાલિકાએ આજથી'કોરોના ઘર સેવા સંજીવની અભિયાન' શરૂ કર્યું, 102 ટીમો હોમ આઇસોલેશનના દર્દીઓની સારવાર કરે છે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોગ્ય ટીમો લોહીનું દબાણ, પ્રાણવાયુનું પ્રમાણ અને શારીરિક લક્ષણોની ચકાસણી કરે છે - Divya Bhaskar
આરોગ્ય ટીમો લોહીનું દબાણ, પ્રાણવાયુનું પ્રમાણ અને શારીરિક લક્ષણોની ચકાસણી કરે છે
 • દરેક અર્બન હેલ્થ સેન્ટર પર 3 ટીમો દોડાવીને હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે

કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 'કોરોના ઘર સેવા: સંજીવની અભિયાન' સેવાનો શુભારંભ કર્યો છે, જેમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને સારવાર અને દવાની સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર ત્રણ ટીમો દોડાવીને અર્બન હેલ્થ સેન્ટરના ક્ષેત્રમાં હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તંત્રની આ કામગીરીને નગરજનોએ બિરદાવી છે.

102 ટીમો ઘરે-ઘરે જઇને સારવાર આપે છે
વડોદરા શહેરના કોરોનાના દર્દીઓની ઉચિત સાર સંભાળ લેવા માટે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ સંજીવની અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ બે લોકોની એક એમ કુલ 102 ટીમો શહેરી વિસ્તારમાં ઘરે સારવાર આપી રહી છે, તેવા કોરોનાના દર્દીઓની મુલાકાત કરી અને રોગના લક્ષણો પર નજર રાખવાની સાથે તેમની સારવારનું પણ યોગ્ય સંચાલન બાદ જરૂરી દવાઓ આપે છે.

લોહીનું દબાણ, પ્રાણવાયુનું પ્રમાણ અને શારીરિક લક્ષણોની ચકાસણી કરે છે
નોંધનીય છે કે દરેક સેન્ટરમાં ત્રણ ટીમ કાર્યરત કરવામાં આવી છે. પ્રત્યેક ટીમ દૈનિક ઘરે સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઈ પલ્સ ઓક્સીમિટર, બીપી માપક યંત્ર અને થર્મલ ગન જેવા ઉપકરણોની મદદથી તાપમાન, લોહીનું દબાણ, પ્રાણવાયુનું પ્રમાણ અને શારીરિક લક્ષણોની ચકાસણી કરીને દર્દીની સારવાર પર નજર રાખી રહી છે.

સંજીવની રથ પ્રતિદિન 20 હોમ બેઝડ કોવિડ દર્દીની સારવાર કરશે
આ અંગે કપુરાઈ અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીએ જણાવ્યું હતું કે, આજે સવારથી ત્રણ સંજીવની રથ ક્ષેત્રના વિસ્તારમાં રવાના થઇ ગયા છે અને દરેક ટીમમાં બે આશાવર્કર બહેનો છે. સંજીવની રથ પ્રતિદિન 20 હોમ બેઝડ કોવિડ દર્દીની સારવાર કરશે. જેમાં દર્દીનું બીપી, શરીરનું તાપમાન તથા પલ્સ ચેક કર્યાં બાદ દવા અને માર્ગદર્શન પૂરું પાડશે અને પ્રતિદિન આ પ્રમાણે દર્દીની કાળજી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો