વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)દ્વારા શહેરમાં પાણી અને ડ્રેનેજના નવા પ્લમ્બર પરવાના મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ઉમેદરવારોની શૈક્ષિણિક લાયકાતની સાથે ઇન્ટરવ્યુ પણ આપવાનો રહેશે.
200 રૂપિયા ફી ભરી ફોર્મ મેળવી શકાશે
નવીન પ્લમ્બર લાયસન્સ મેળવવા માટે રસ ધરાવતા અરજદારોએ પાણી અને ડ્રેનેજના નવા પરવાના મેળવવા માટે અરજી ફોર્મ સંબંધિત શાખાઓમાંથી તા.5 માર્ચ 2022થી તા. 19 માર્ચ 2022 સુધીમાં સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધીમાં 200 રૂપિયા ફી ભરી રૂબરૂમાં મેળવી શકાશે. જે જરૂરી પ્રમાણપત્રો સાથે ભરીને 21 માર્ચ 2022થી 31 માર્ચ 2022 સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાના રહેશે. જ્યાર બાદ આ ઉમેદવારોના ઇન્ટરવ્યુ યોજવામાં આવશે અને બાદમાં પરવાના આપવામાં આવશે.
નવા પ્લમ્બર લાયન્સની યોગ્યતા (નિચેના ત્રણમાંથી કોઇ એક)
-આઇટીઆઇ અથવા સરકાર માન્ય સંસ્થાનો પ્લમ્બિંગ કે ફિટર કોર્ષ અથવા સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઇએ અને તેને સંબંધિત ક્ષેત્રનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
-બી.ઇ./ડિપ્લોમા સિવિલ/મિકેનિકલ ઇનજેર હોવા ઉપરાંત એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
-જાહેર રોજગાર યોજના હેઠળ પ્લમ્બીંગ તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવાર તથા તેઓને એપ્રેન્ટિસશીપનો પ્લમ્બીંગ કામનો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ તાલીમ લીધી હશે તેમના અરજીફોર્મ માન્ય રાખવામાં આવશે.
જ્યારે વડોદરા મહાનગર પાલિકામાં અગાઉ લાયન્સ પ્લમ્બર તરીકેનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય અને તેઓ વર્ષ 2017માં અરજી કરવામાં બાકી રહી ગયેલ હોય તેવા જૂના લાયસન્સ પ્લમ્બર ધારકો જો રજીસ્ટ્રેશન કરાવવા ઇચ્છતા હોય તો તેઓએ પણ નવી અરજી ફોર્મ સાથે નીચે દર્શાવેલ મુજબના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. -પરવાના/રજીસ્ટ્રેશનની નકલ -શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો -છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલ કામોની વિગતો જરૂરી દસ્તાવેજ સાથે
ક્યાં સંપર્ક કરવો
અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીના પરવાના માટે કાર્યપાલક ઇજનેરની કચેરી પાણી પુરવઠા શાખા રૂમ. નં. 210 અને ડ્રેનેજના પરવાના માટે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રૂમ. નં. 204, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, રાજમહેલ રોડ, વડોદરાની કચેરીમાં સંપર્ક કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.