• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Municipal Corporation Increases Testing In Crowded Places After Diwali Festivities, 8881 Tests Of Antigen RT PCR Done In 2 Days

કોરોનાના કેસો વધતા આરોગ્ય તંત્ર જાગ્યું:વડોદરા મનપાએ દિવાળીના તહેવારો બાદ ભીડભાડવાળા સ્થળોએ ટેસ્ટિંગ વધાર્યું, 2 દિવસમાં એન્ટીજન-RT-PCRના 8881 ટેસ્ટિંગ કરાયા

વડોદરા15 દિવસ પહેલા
એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટિંગની કામગીરી પાલિકાએ હાથ ધરી
  • રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેશન સહિતના સ્થળોએ કોરોના ટેસ્ટીંગની કામગીરી વધારી દેવાઇ

દિવાળીના તહેવારોમાં બજારોમાં મોટાપાયે બજારોમાં ભીડ જોવા મળી હતી. લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવરજવર કરતા હતા. બીજી તરફ દિવાળી વેકેશનમાં ફરવાના ક્રેઝને લઈને પણ વડોદરામાં ફરીવાર કોરોનાની રી-એન્ટ્રી થઇ છે. દિવાળી બાદ કોરોના કેસમાં ધીમે પગલે વધારો જોવા મળી રહ્યો છે. જેથી રેલવે સ્ટેશન અને એસટી સ્ટેશન સહિતના સ્થળોએ કોરોના ટેસ્ટીંગની કામગીરી વધારી દેવામાં આવી છે.

રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાકમાર્કેટોમાં ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે
શિયાળાના આરંભે, દિવાળીના તહેવારો બાદ ડેગ્યુ, ચિકુનગુનિયા જેવા મચ્છર અને વાઈરલ જન્ય રોગચાળો વકર્યો છે. આ સ્થિતિમાં અન્ય બીમારીગ્રસ્ત હાઈ રિસ્ક અને ઉંમર લાયક નાગરીકોના સર્વે કરી કોરોનાની ચકાસણી માટે ટેસ્ટિંગ કરવા રાજ્ય સરકારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આદેશો કર્યો છે. વડોદરા જિલ્લા અને શહેરોના આરોગ્ય તંત્રને ઈન્ફલ્યુએન્ઝા લાઈક ઈલનેસ અને સિનિયર એક્યુટ રેસ્પિરેટોરીના શંકાસ્પદ દર્દીઓનો સર્વે કરીને તેમનું દૈનિક ટેસ્ટિંગ કરવા આદેશ કર્યો છે.

રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેશન સહિતના સ્થળોએ કોરોના ટેસ્ટીંગની કામગીરી વધારી દેવાઇ
રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેશન સહિતના સ્થળોએ કોરોના ટેસ્ટીંગની કામગીરી વધારી દેવાઇ

ડોમ ઉભા કરીને ટેસ્ટિંગ કરવા આદેશ
આ ઉપરાંત પ્રવાસન સ્થળો, બજારોમાં પણ પહેલાની જેમ ડોમ ઉભા કરીને ટેસ્ટિંગ વ્યવસ્થા સઘન કરવા કહેવાયુ છે, ત્યારે હવે વડોદરાનું મહાનગરપાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાકમાર્કેટ, ધાર્મિક સ્થાનો, મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો, બાગ બગીચા, હોસ્પિટલ સહિતના સ્થળોએ છેલ્લા બે દિવસ દરમિયાન એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટિંગ પાલિકાએ હાથ ધર્યું છે.

2 દિવસમાં એન્ટીજન-RT-PCRના 8881 ટેસ્ટિંગ કરાયા
2 દિવસમાં એન્ટીજન-RT-PCRના 8881 ટેસ્ટિંગ કરાયા

2 દિવસમાં એન્ટીજન અને RT-PCRના 8881 ટેસ્ટિંગ કરાયા
છેલ્લા બે દિવસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ઉપરોક્ત સ્થળોએ એન્ટીજન અને RT-PCR મળીને કુલ 8881 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, રવિવારે પાલિકા દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આવેલા કોરોના બુલેટિનમાં વધુ 6 દર્દી કોરોના પોઝિટિવ સામે આવતાં હાલ 33 દર્દી કોરોના પોઝિટિવ સારવાર હેઠળ છે. આમ કુલ આંક 72, 217 ઉપર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...