સ્માર્ટ સિટી એવોર્ડ:દેશના 100 શહેરમાં 'ગવર્નન્સ' થીમમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રથમ સ્થાન હાંસલ કર્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતમાં યોજાયેલી સ્માર્ટ સિટી મીટમાં એવોર્ડ એનાયત થયો હતો. - Divya Bhaskar
સુરતમાં યોજાયેલી સ્માર્ટ સિટી મીટમાં એવોર્ડ એનાયત થયો હતો.
  • પ્રેઝન્ટેશન તથા સિસ્ટમ ડેમોન્સ્ટ્રેશન વગેરે જોયા બાદ કેન્દ્રિય કમિટી દ્વારા સિલેક્શન

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કન્ટેસ્ટ 2020 અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 'ગવર્નન્સ' થીમમાં GIS (જીયોગ્રાફિકલ ઇન્ફેર્મેશન સિસ્ટમ)ને 100 શહેરોમાંથી પ્રથમ સ્થાને ઇનામ મળ્યું છે. બીજા સ્થાને થાણા અને ત્રીજા નંબરે ભુવનેશ્વરનો સમાવેશ થાય છે. આ સિલેક્શન ત્રણ રાઉન્ડમાં થાય છે. જેમાં ઓનલાઇન સિટી પ્રેઝન્ટેશન તથા સિસ્ટમ ડેમોન્સ્ટ્રેશન વગેરે જોયા બાદ કેન્દ્રિય કમિટી દ્વારા ફાઇનલ સિલેક્શન કરવામાં આવે છે.

ડિજિટલ ડેટાબેઝ બનાવવામાં આવ્યા
આ પ્રસંગે વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના GIS પ્રોજેક્ટમાં વડોદરાની સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કરી અલગ અલગ 75 જેટલા યુટિલિટી લેયરના ડિજિટલ ડેટાબેઝ બનાવવામાં આવ્યા છે. જેમાં રોડ નેટવર્ક, ગટર અને વરસાદી પાણીની લાઇન, ગેસ લાઇન, ટી.પી. યોજના, ફાયર સ્ટેશન, સીસીટીવી કેમેરા, સ્કૂલ, UPHC,ટેલિકમ્યુનિકેશન ટાવર્સ વેગેરેનો સમાવેશ કર્યો છે. GIS સિસ્ટમથી લોકેશન આધારિત માહિતી સરળતાથી મેળવી શકાય છે. તેથી GISને નિર્ણય લેવા માટે સપોર્ટ સિસ્ટમ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તેમજ બીજી ઘણી બધી સિસ્ટમની ઉપયોગીતામાં વધારો થયો છે.

IS સિસ્ટમની સરાહના
ઉદાહરણ તરીકે મિલ્કત વેરાની ટેગિંગ, વોટર ડિમાન્ડ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના રૂટ પ્લાનિંગ, કુદરતી આફતો જેમકે પૂર, અતિવૃષ્ટીમાં વિવિધ નકશા મેળવી શકાય છે. અને આ દિશામાં નાગરિકોને વધુ સુવિધા મળે તથા સેવાઓને વધુ સરળ અને ઝડપી પૂરી પાડવા આગામી દિવસોમાં પણ વડોદરા પાલિકા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરશે.કોવિડ-19 રોગચાળામાં પોઝિટિવ કેસો અને કંન્ટેન્ટમેન્ટ ઝોનની માહિતી હોસ્પિટલ બેડની રિયલ ટાઇમ ઇન્ફર્મેશન, શોર્ટેસ્ટ ટ્રાવેલ ડિરેક્શન અને ડિસ્ટન્સ સાથે નાગરિકોને પુરી પાડવામાં આવી હતી. સિસ્ટમના ઉપયોગીતાના પરિણામ સ્વરૂપે GIS સિસ્ટમને કેન્દ્ર સરકાર લેવલ પર સરાહના મળી છે.

મેયર-કમિશનર હાજર રહ્યા
આ કાર્યક્રમમમાં કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરી તથા કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા વડોદરા પાલિકાને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં મહાનગર પાલિકા તરફથી મેયર કેયુર રોકડિયા, સ્થાયિ સમિતીના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એસ.કે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.