તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આગામી અઢી વર્ષ માટે મેયર માટે આદિજાતિ (એસટી) ઉમેદવારોની બેઠક નક્કી કરી છે, પરંતુ, રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ રાજ્ય સરકાર આ રોટેશનમાં ફેરબદલ કરી શકે છે. જો સરકાર આ બાબતને મંજૂરી આપે છે, તો કદાચ આગામી અઢી વર્ષ માટે મેયરના હોદ્દા પર આદિજાતિના વિજેતા ઉમેદવારને મેયર નહીં બનાવાય.
નવા બોર્ડમાં પ્રથમ અઢી વર્ષ માટે આદિજાતિના વિજેતા ઉમેદવારની મેયર તરીકેની પસંદગી થશે
દર વર્ષે પાલિકાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દ્વારા મેયરપદના ઉમેદવાર માટે અઢી વર્ષ લેખે સામાન્ય, મહિલા, એસ.સી.-એસ.ટી. વિજેતા કોર્પોરેટર માટે મેયરપદની બેઠક રિઝર્વ હોવાની જાહેરાત કરાતી હોય છે. દર વખતે પાલિકાની ચૂંટણી અગાઉ આ જાહેરાત થઈ જતી હોય છે, જેથી બેઠકોની ફાળવણી આ રોટેશનના આધારે થઈ શકે, પરંતુ, આ વર્ષે હજી સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. અગાઉના રોટેશનને ધ્યાનમાં લેતા આગામી નવા બોર્ડમાં પ્રથમ અઢી વર્ષ માટે આદિજાતિના વિજેતા ઉમેદવાર પર મેયર તરીકેની પસંદગીનું કળશ ઢોળવામાં આવશે.
વોર્ડ નં-15માં કુલ 49 દાવેદારોએ ભાજપમાંથી ટિકિટની માંગણી કરી
એટલું જ નહીં હાલ વોર્ડ નં-15માં એકમાત્ર પુરુષ ઉમેદવારની આદિજાતિની બેઠક હોવાથી આ બેઠક પરથી 24 આદિજાતિના દાવેદારોએ ભાજપમાંથી ટિકીટ માગી છે. જેમાંથી વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ ટીડીઓનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નં-15માં કુલ 49 દાવેદારોએ ભાજપમાંથી ટિકિટની માંગણી કરી છે. જે પૈકી પુરુષ માટે 24, સામાન્ય પુરુષ બેઠક માટે 10 તથા સામાન્ય બે મહિલા બેઠક માટે 15 દાવેદારોએ ટિકિટની માગણી કરી છે.
આગામી અઢી વર્ષ માટે મેયરપદ માટે રોટેશનમાં આદિજાતિની બેઠકનો ફેરબદલ કરી શકે છે
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ પાસે હાલ વડોદરામાં આદિજાતિનો મોટો ચહેરો ન હોવાથી આગામી અઢી વર્ષ માટે મેયરપદ માટે રોટેશનમાં આદિજાતિની બેઠકનો ફેરબદલ કરી શકે છે. આ માટેની પ્રક્રિયા ચાલતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ બાબત સાચી હશે તો હવે એકાદ દિવસમાં ગમે ત્યારે રાજ્ય સરકાર આદિજાતિની બેઠકમાં ફેરફાર કરી શકે છે. તેવા સમયે મેયરપદનો ચહેરો નક્કી હોવાના આધારે તે પ્રમાણેનું રોટેશન જાહેર કરી શકે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.