સ્વચ્છતા અભિયાન:વડોદરા મહાનગરપાલિકાએ ઇલેક્શન વોર્ડ નં-17, વહીવટી વોર્ડ નં-4 અને 12મા સફાઇ ઝુંબેશ હાથ ધરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી અટલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે - Divya Bhaskar
વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી અટલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
  • લોકોને સોશિયલ મીડિયાના માધ્યમ મારફતે વિસ્તારમાં ગંદકીના સ્પોટ જણાવવા સૂચન કર્યું

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી અટલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 20 દિવસના આ મહાઅભિયાનમાં પ્રત્યેક વોર્ડમાં તબક્કાવાર આખો દિવસ સમગ્ર વડોદરા મનપા તંત્ર ખડેપગે ઉભું રહી વોર્ડ સ્વચ્છ કરે છે. આજે ઇલેક્શન વોર્ડ નં-17 અને વહીવટી વોર્ડ નં-4 તથા 12મા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

વડોદરા શહેર વધુ સ્વચ્છ બનાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પટેલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 6 ડિસેમ્બરના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાન 25 ડિસેમ્બર અટલબિહારી બાજપાઈ જન્મજયંતી સુધી કાર્યરત રહેશે. આ અભિયાનની ખાસિયત એવી છે કે વડોદરા મહાનગર સેવા સદનના તમામ 19 ઇલેક્શન વોર્ડમાં દરેક વોર્ડને એક આખો દિવસનો સમય ફાળવવામાં આવે છે. જેમાં વડોદરા મહાનગર પાલિકાના તમામ મશીન, કર્મચારીઓ અને અધિકારીઓ, પદાધિકારીઓ એક જ દિવસમાં વોર્ડની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરે છે. જ્યારે નગરજનોને આ અભિયાનમાં જોડવા માટે પાલિકાએ સોશિયલ મીડિયાની મદદ લીધી છે અને લોકોને સોશિયલ મીડિયાના માધ્યમ મારફતે વિસ્તારમાં ગંદકીના સ્પોટ જણાવવા સૂચન કર્યું છે.

આજે માંજલપુર વિસ્તારમાં પાલિકાએ અટલ સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઇ ઝુંબેશ હાથ હતી. જેમાં વિસ્તારમાં ગંદકી દૂર કરવાની સાથે ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. સાથોસાથ અવાવરૂ જગ્યાએ પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરીને અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કર્યો હતો. આ અભિયાનમાં ધારાસભ્ય યોગેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, વિસ્તારના કોર્પોરેટરો તથા કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...