ફરિયાદ:વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો ફોટો મૂકીને ઠગાઈનો પ્રયાસ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર અધિકારીઓને મેસેજ કર્યા
  • ભેજાબાજોના​​​​​​​ કરતૂત અંગે પોલીસને જાણ કરાઇ

અગાઉ વડોદરાના મેયર અને સુરતના મ્યુનિસિપલ કમિશનર બાદ વડોદરા ના મ્યુનિસિપલ કમિશનર ના ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજોએ સોશિયલ મીડિયા પર અધિકારીઓને મેસેજ કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે શહેર પોલીસને ફરિયાદ કરવામાં આવી છેઆધારભૂત સૂત્રો મુજબ વડોદરા મ્યુનિસિપલ કમિશનરના ફોટોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી પાલિકાના અધિકારીઓને મેસેજ કરવામાં આવ્યા હતા. હજી અંગેની જાણ અધિકારીઓ મારફતે મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવતા આ મેસજ મ્યુનિસિપલ કમિશનર નહિ કર્યા હોવાનું સપાટી પર આવ્યું હતું.

તેઓએ તાત્કાલિક આઇટી વિભાગ સાથે ચર્ચા કરી પોલીસને આ બાબતેની જાણ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરના ફોટાનો ઉપયોગ કરી ઠગાઈ કરવાના ભેજાબાજના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું. આ અંગે આઇટી વિભાગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ મેયરના નામે આ રીતે ઠગાઇનો પ્રયાસ કરતા એક અધિકારી છેતરાયા હતા.

ત્યારબાદ સુરતમાં પણ મ્યુનિસિપલ કમિશનરનો ફોટો મૂકી નાણાકીય મદદ માગતા મેસેજ કરી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિ.કમિશનરન ફોટો મૂકી મેસેજ કરાતા આ અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવતા તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...