"તમે અમદાવાદથી મુંબઈ કે દિલ્હી 120ની સ્પીડમાં 8 લેન હાઇવે પર જઈ રહ્યા છો અને એ પણ વિધાઉટ યુટર્ન.." કેવી થ્રિલિંગ ફીલિંગ આવે છે... પણ હવે આ ફીલિંગ સાચી પડતાં બહુ વાર નહીં લાગે. અત્યારે ઓલરેડી દિલ્હી-અમદાવાદ-મુંબઈ વચ્ચે આવો એક્સપ્રેસ-વે બની રહ્યો છે. આ હાઇવે પર મોટેલ, હેલિપેડ, પેટ્રોલપંપ, ઇ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સહિતની વર્લ્ડ ક્લાસ ફેસિલિટી હશે.
2024 સુધીમાં સુપર એક્સપ્રેસ-વે રેડી
તમે કહેશો કે આ એક સપના જેવું હશે, પરંતુ ગુજરાતીઓ માટે આ સપનું 2024 સુધીમાં તો હકીકત બનીને સાકાર થઇ જશે. આની કામગીરી 70% જેટલી પૂર્ણ પણ થઇ ગઇ છે. એક્સપ્રેસ હાઇવેથી ગુજરાતના આર્થિક પાટનગર અને દેશની આર્થિક રાજધાની વચ્ચેની કનેક્ટિવિટી વધશે, મુસાફરીનું અંતર ને સમય ખૂબ જ ઘટી જશે. ડાયમંડ સિટી સુરતથી માત્ર 3 કલાકમાં મુંબઈ પહોંચી શકાશે.
દિલ્હી-મુંબઇ 8 લેન રોડ, જે 12 લેનનો થશે
કેન્દ્ર સરકારના ભારત માલા પ્રોજેક્ટ હેઠળ હાલ દિલ્હી-મુંબઇ 8 લેન એક્સપ્રેસ-વે બની રહ્યો છે. વડોદરાથી પસાર થઇ રહેલા નવા એક્સપ્રેસ વેની કામગીરી હાલ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર આણંદ અને વડોદરાની વચ્ચે પહોંચી છે. અહીં વિશ્રામગૃહ પાસે ઇન્ટરચેન્જ પડશે. અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને મુંબઇ તરફ વળવાનાં મોટાં બોર્ડ પણ નજરે પડી રહ્યાં છે.
એક્સપ્રેસ-વે પર ટોલ પ્લાઝા બની ગયા
દિવ્ય ભાસ્કર વાચકો માટે આ 8 લેનનો નવો દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે કેવો છે અને એના પર ટોલ પ્લાઝા પણ બની ગયા છે એની વિગતવાર માહિતી અહીં રજૂ કરી રહ્યું છે તેમજ આ હાઇવે પર થયેલી કામગીરીનો ડ્રોન વીડિયો પણ તમને બતાવી એની એક વર્ચ્યુઅલ સફર પણ તમને કરાવીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.