તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના તમામ ધારાસભ્યોને સરકાર બીમારી માટે ખાનગી હોસ્પિટલોમાં ખર્ચ આપે છે, તેમ છતાં વડોદરાના સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયા હાલ શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, તેમણે સરકારી હોસ્પિટલ પર પોતાનો ભરોસો દર્શાવ્યો છે. જોકે બીજી તરફ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને તેમના પત્ની કોરોના સંક્રમિત થતાં તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે, જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરાના 15 કોર્પોરેટરોએ પાલિકાના ખર્ચે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી
વડોદરા મહાનગરપાલિકાના 15થી વધુ કોર્પોરેટર છેલ્લા 3 મહિનામાં કોરોના સંક્રમિત થયા હતા, જેમાં એક માજી કોર્પોરેટરનું મોત પણ થયું હતું. આ તમામ કોર્પોરેટરોએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી અને તેનો ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો વારો આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાએ ગંભીર બીમારી અંગે કોર્પોરેટરોને મેડિકલ બિલના રૂપિયા 5 લાખની મર્યાદામાં રકમ ચુકવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તાજેતરમાં કોરોના મહામારીનો ગંભીર બીમારીમાં સમાવેશ કરીને કોર્પોરેટરોને રૂપિયા 5 લાખની ખર્ચની મર્યાદામાં કોરોનાની સારવાર મળી રહે તેવું આયોજન કર્યું હતું. જેથી તમામ કોર્પોરેટરોને પાલિકાએ સારવારના નાણા ચુકવ્યા હતા.
કોર્પોરેટરો ખાનગીમાં અને ધારાસભ્ય સરકારી હોસ્પિટલમાં સારવાર લે છે
વડોદરાના જેટલા કોર્પોરેટર અને હવે ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ કોરોના સંક્રમિત થયા છે, તેઓ તમામે ખાનગી હોસ્પિટલમાં જ સારવાર મેળવી છે, જ્યારે વડોદરાના સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્ય કોરોના સંક્રમિત થયા છતાં પણ તેઓએ સરકારી ગોત્રી હોસ્પિટલ પર વિશ્વાસ રાખી દાખલ થઈ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે.
કોર્પોરેટરોને સરકારી હોસ્પિટલની સારવાર પર ભરોસો નથી
કોર્પોરેટરોને સરકારી હોસ્પિટલની સારવાર ઉપર વિશ્વાસ નથી અને ધારાસભ્યોને સરકારી હોસ્પિટલની સારવાર ઉપર વિશ્વાસ છે, તેવો એક મત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ડેપ્યુટી મેયર પત્ની સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા
છેલ્લા બે દિવસથી વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને તેમના પત્નીની તબિયત બગડતા તેમણે સોમવારે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા બંનેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી હોસ્પિટલમાં દાખલ થવાને બદલે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં ફરી એકવાર કોર્પોરેટરોને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ નથી અને કોર્પોરેશન ખર્ચ ભોગવે છે, તેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે તેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.