સુરત મેયર ઇલેવન ચેમ્પિયન બની:ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ટુર્નામેન્ટની ફાઇનલમાં વડોદરા મેયર ઇલેવનનો પરાજય

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત મેયર ઇલેવનનો વિજય થયો - Divya Bhaskar
સુરત મેયર ઇલેવનનો વિજય થયો
  • વડોદરા મેયર ઇલેવનના બેટ્સેમનો રમતનો કમાલ બતાવી શક્યા નહીં

સુરતમાં ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સુરત મેયર ઇલેવન અને વડોદરા મેયર ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં વડોદરા મેયર ઇલેવનનો 41 રનથી પરાજય થયો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સુરત મેયર ઇલેવને 20 ઓવરના અંતે 9 વિકેટે 173 રન બનાવ્યા હતા.જેમાં કૃણાલ સેલારે 39 બોલમાં 45 સર્વાધિક રન બનાવ્યા હતા. વડોદરા મેયર ઇલેવન તરફથી આશિષ જોશીએ 22 રન આપી 4 વિકેટ જ્યારે મનોજ પટેલે 39 રન આપી 3 વિકેટ ઝડપી હતી.

સુરત મેયર ઇલેવનના 174 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વડોદરા મેયર ઇલેવને 20 ઓવરમાં 9 વિકેટે 132 રન જ બનાવી શકી હતી. રાજકારણની પીચ પર ધુંઆધાર ચોક્કા છક્કા ફટકારતા અને ગૂગલી ફેંકીને તમામને ચોંકાવી દેતા રાજકારણી મેયર ઇલેવનના ખેલાડીઓ આજે રમતની પીચ પર માત ખાવાનો વારો આવ્યો હતો. વડોદરા મેયર ઇલેવનના તમામ બેટ્સેમનો પોતાની રમતનો કમાલ બતાવી શક્યા ન હતા. ગત મેચના હીરો શ્રીરંગ આયરે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં પરત ફર્યા હતા. જેથી ફાઇનલમાં વિજેતા બનવાની વડોદરા મેયર ઇલેવનની આશા પર પાણી ફરી વળ્યું હતું.

વડોદરા મેયર ઇલેવન તરફથી બાળુ સુર્વેએ 33 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય કોઈ ખેલાડી અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો ન હતો. સુરત મેયર ઇલેવનના નિલેશભાઇએ ફક્ત 8 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુરત કમિશનર ટીમનો પણ ફાઇનલમાં વિજય થયો હતો અને સુરત મેયર ઇલેવનનો વિજય થતાં મેદાન પર સમર્થકોનો આનંદ બેવડાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...