ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા ચાલી રહી છે. આજે બપોરે ધોરણ 12 સાયન્સનું કેમેસ્ટ્રી અને કોમર્સનું આંકડા શાસ્ત્રનું પેપર છે, ત્યારે વડોદરાના યુ-ટ્યૂબ 4 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપતા એકાઉન્ટમાં માસ્ટર્સ મનાતા જીગર દરજીએ વિદ્યાર્થીઓને સૂત્ર ઉપર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું છે.
ટકાવારીમાં સારો ફાયદો થાય છે
તેમણે વધુમાં જણાવ્યું છે, ધોરણ-12 સાયન્સ અને કોમર્સની પરિક્ષા આપનાર પરિક્ષાર્થીઓ માટે કેમેસ્ટ્રી અને આંકડા શાસ્ત્ર મહત્વના વિષય છે. આ બંને વિષય વિદ્યાર્થીઓની ટકાવારીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ધોરણ-12 કોમર્સના પરિક્ષાર્થીઓએ 86 માર્કના સુત્ર ઉપર અને 14 માર્સની થીયરી ઉપર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ બંનેમાં પરિક્ષાર્થી ધાર્યા માર્ક્સ મેળવી શકે છે. અને ટકાવારીમાં તેનો ફાયદો મેળવી શકે છે.
સમયનો અભાવ રહેતો હોય છે
જીગર દરજીએ જણાવ્યું કે, ધોરણ-12માં ઇકોનોમીક (અર્થશાસ્ત્ર) અને વાણીજ્ય વ્યવસ્થા આ બે વિષય એવા છે. જેમાં વિદ્યાર્થીઓને પેપર લખવામાં સમયનો અભાવ રહેતો હોય છે. આથી પેપર લખવામાં સાચા જવાબો લખવા સાથે ઝડપ પણ રાખવી પડશે. છેલ્લા બે વર્ષનો ટ્રેન્ડ જોતા આ વખતે પેપર સહેલા રહે તેમ મનાય છે. જોકે, વિદ્યાર્થીઓએ તૈયારી કરીને જવું જરૂરી છે. જેથી પેપર હાર્ડ આવે તો પણ વિદ્યાર્થી ગભરાયા વગર સારી રીતે પેપર લખી શકશે. આ વિષયો પણ સારી ટકાવારીમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
સૂત્રોને સમજ્યા પછી જવાબ લખવા
આંકડા શાસ્ત્રમાં ખાસ કરીને સંભાવના ચેપ્ટરમાં ટૂંકા દાખલા હોય છે. પરંતુ, તે અઘરા પણ હોય છે. આથી આ સંભાવના ચેપ્ટરમાં ધ્યાન આપવું જરૂરી છે. સંભાવના ચેપ્ટરમાં તમામ દાખલા તેની રીત, પધ્ધતી અને સુત્રોને સારી રીતે સમજી તેનો ઉપયોગ ક્યાં થાય છે. તે સમજી પ્રયત્ન કરશે તો વિદ્યાર્થી નિશ્ચિંત પેપર લખી શકશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વર્તમાન આર્થિક સ્થિતી
ઇકોનોમીકમાં આર્થિક સમસ્યાના પ્રશ્નો પૂછતા હોય છે. એટલે કે દેશમાં ચાલતી વર્તમાન આર્થિક સ્થિતીના પ્રશ્નો હોય છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના વિષેના પણ પ્રશ્નો આવતા હોય છે. આથી વિદ્યાર્થીઓએ પ્રશ્નો સમજી વિચારીને લખવા જરૂરી છે. આ વિષય દ્વારા પણ સારા માર્કસ્ મેળવવાની તક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.