તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનતેરસ:શુકનનું સોનું ખરીદવા વડોદરાવાસીઓની જ્વેલર્સના શો-રૂમ પર ભીડ, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું, 21 કરોડનાં સોના-ચાંદીના વેચાણનો અંદાજ

વડોદરા5 મહિનો પહેલા
ધનતેરસના દિવસે લોકોએ ખરીદી માટે શો-રૂમોમાં ભીડ જમાવી હતી. - Divya Bhaskar
ધનતેરસના દિવસે લોકોએ ખરીદી માટે શો-રૂમોમાં ભીડ જમાવી હતી.
 • ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે ધનતેરસના દિવસે સોનીબજારમાં ઘરાકી સારી છે
 • ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરોના શો-રૂમમાં વાહનો ખરીદવા માટે લોકો ઊમટી પડ્યા

કોરોના મહામારી વચ્ચે દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઇ છે. ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો ભારે મહિમા છે, ત્યારે વડોદરામાં ધનતેરસના દિવસે રૂપિયા 18 કરોડનું સોનું અને રૂપિયા 3 કરોડની ચાંદી વેચાય એવી શક્યતા છે. નોંધનીય છે કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં ધનતેરસના દિવસે વધુ સોના-ચાંદીનું વેચાણ થાય એવી શક્યતા છે. શુકનનું સોનું ખરીદવા વડોદરાવાસીઓએ જ્વેલર્સના શો-રૂમ અને સોનીબજારમાં ભીડ જમાવી હતી, જેને પગલે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું.

18 કરોડનું સોનું અને 3 કરોડની ચાંદીના વેચાણનો અંદાજ
વડોદરાના જાણીતા ગણદેવીકર જ્વેલર્સના માલિક ગિરીશભાઈ ગણદેવીકરે જણાવ્યું હતું કે કોરોનાના કારણે દરેક બજારમાં મંદીની અસર જોવા મળી રહી છે. જોકે આજે ધનતેરસના દિવસે શુકનનું સોનું-ચાંદી ખરીદવાનો મહિમા હોવાથી શુભ મુહૂર્તમાં લોકો સોનું-ચાંદી ખરીદ કરવા માટે નીકળ્યા છે. રાત સુધીમાં વડોદરામાં સોનું-ચાંદી મળીને 20થી 21 કરોડ રૂપિયાનું વેચાણ થાય તેવી શક્યતાઓ છે, જેમાં સોનું રૂપિયા 18 કરોડ અને ચાંદી રૂપિયા 3 કરોડનું વેચાય એવો અંદાજ છે. ગુરુપુષ્ય નક્ષત્ર કરતાં આજે ધનતેરસમાં વધુ વેચાણ થાય એવું સવારથી છૂટેલી ઘરાકી પરથી જણાય છે.

લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું.
લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું.

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે સોનાના ભાવમાં એક હજારનો ઘટાડો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં સોનાના ભાવમાં રૂપિયા 1000નો ઘટાડો છે, એટલે કે આજે સોનાનો પ્રતિ તોલાનો ભાવ રૂપિયા 53 હજાર છે, જ્યારે ચાંદીના ભાવમાં કોઇ વધ-ઘટ નથી. આજે ચાંદી પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 67 હજાર છે. આજે ધનતેરસના દિવસે લોકોનો શુકન માટે ચાંદીના સિક્કા, સોનાની ચીજવસ્તુઓ ખરીદવાનો ટ્રેન્ડ હોય છે. મોટા ભાગના લોકો ધનતેરસના દિવસે સોનાની લગડી ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. સવારથી સોનીબજારમાં ઘરાકી હોવાથી વેપારીઓ ખુશ છે.

ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે ધનતેરસના દિવસે ઘરાકી સારી છે
રાધે જ્વેલર્સના માલિક જયેન્દ્રભાઈ સોનીએ જણાવ્યું હતું કે ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતાં આજે ધનતેરસના દિવસે ઘરાકી સારી છે. નાના-મોટા તમામ જ્વેલર્સનાં શોરૂમો અને દુકાનોમાં ગ્રાહકો સોનાની લગડી અને ચાંદીના સિક્કા ખરીદી રહ્યા છે. ધનતેરસના દિવસે શુકનનું સોનું ખરીદવાનો મહિમા હોવાથી લોકો એક હજાર રૂપિયાથી લઇને પોતાની કેપિસિટી પ્રમાણેનું સોનું ખરીદી કરે છે. આજે ધનતેરસના દિવસે લોકો આગામી શરૂ થતા લગ્નસરા માટે પણ સોનું-ચાંદીને ખરીદે છે એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે આજે ધનતેરસના દિવસે માત્ર લોકો શુકનનું સોનું-ચાંદીની ખરીદી કરે છે. લગ્ન માટેની ખરીદી લાભ પાંચમ પછી શરૂ થશે. આજે ઘરાકી નીકળતાં નાના-મોટા વેપારીઓ ખુશ છે.

આજે સોનું અને ચાંદી મળીને રૂપિયા 20થી 21 કરોડનું વેચાણ થવાની શક્યતા.
આજે સોનું અને ચાંદી મળીને રૂપિયા 20થી 21 કરોડનું વેચાણ થવાની શક્યતા.

કોરોનાની મહામારીને કારણે સોના-ચાંદીના વેપાર પર અસર જોવા મળી
ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્વે આવતાં ગુરુ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે સોનું-ચાંદી ખરીદવાનો ભારે મહિમા છે. કોરોનાની મહામારીને કારણે સોના-ચાંદીના વેપાર પર પણ અસર જોવા મળી છે. જોકે વડોદરામાં ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે રૂપિયા 16 કરોડનું સોનું વેચાયું હતું અને રૂપિયા 4 કરોડની ચાંદી વેચાઇ હતી. આજે ધનતેરસના દિવસે વેચાણમાં વધારો થયો છે. આજે સોનું અને ચાંદી મળીને રૂપિયા 20થી 21 કરોડનું વેચાણ થવાની શક્યતાઓ છે.

વાહનો ખરીદવા લોકો શો-રૂમ પર ઊમટી પડ્યા
ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે લોકો વાહનોની પણ ખરીદી કરે છે. આજે 11 વાગ્યાનું મુહૂર્ત હોવાથી વડોદરાના ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરોના શો રૂમમાં બાઇક, મોપેડ, કાર, ઓટો રિક્ષા, ટેમ્પો સહિતનાં વાહનો ખરીદવા માટે લોકો ઊમટી પડ્યા હતા. મોટા ભાગના લોકોએ અગાઉથી જ વાહનો બુક કરાવી દીધાં હતાં અને આજે ધનતેરસના પાવન દિવસે ડિલિવરી લેવા માટે આવી પહોંચ્યા હતા.

એક હજાર રૂપિયાથી લઈને પોતાની કેપેસિટી પ્રમાણે લોકો સોનું ખરીદે છે.
એક હજાર રૂપિયાથી લઈને પોતાની કેપેસિટી પ્રમાણે લોકો સોનું ખરીદે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો