તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટનો ભેદ ઉકેલાયો:કરજણ પાસે બુલેટ ચાલક પાસેથી રૂ.1.47 લાખની લૂંટનો ભેદ વડોદરા LCBએ ઉકેલ્યો, રોકડ અને બુલેટ સાથે બે આરોપીની ધરપકડ

વડોદરા2 મહિનો પહેલા
લૂંટ કેસના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી - Divya Bhaskar
લૂંટ કેસના આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી
 • LCBની ટીમે નંબર વગરના બુલેટ ચાલકની પૂછપરછ કરતા લૂંટનો ભેદ ઉકેલાયો

5 દિવસ પહેલા કરજણ પાસે જિંદાલ કંપની ઓવરબ્રિજ પાસે બુલેટ લઇને પસાર થઇ રહેલા ડભોઇના બુલેટ ચાલકને માર મારી ચાકૂ બતાવીને રોકડ, ATM અને બુલેટ મળીને રૂપિયા 1.47 લાખની લૂંટની ઘટનાનો ભેદ વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીને ધરપકડ કરી છે. પોલીસે લૂંટારૂઓ પાસેથી રોકડ રકમ તેમજ બુલેટ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટારૂઓએ ATMમાંથી રૂપિયા પણ ઉઠવી લીધા હતા વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ડી.બી. વાળાએ જણાવ્યું હતું કે, 24-12-2020ના રોજ સાંજના સમયે ડભોઇમાં રહેતા નિલેષભાઇ મગનભાઇ વસાવા પોતાની બુલેટ લઇને તેઓના બનેવીના ઘરે ભરૂચ જતા હતા. દરમિયાન કરજણ હાઇવે ઉપર જિંદાલ ઓવર બ્રિજની આગળ ઇકો કારમાં બે અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા હતા અને બુલેટ ચાલક નિલેષભાઇ વસાવાને રોક્યા હતા અને તેઓને માર મારી ચાકૂ બતાવીને 3 ATM કાર્ડ, મોબાઇલ અને રૂપિયા 5000 રોકડ અને બુલેટની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત ટોળકી નિલેષભાઇનું અપહરણ કરીને ATMનો પીન નંબર જાણીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 78,000 ઉપાડીને કુલ રૂપિયા 1.47 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

બુલેટ લઈને જતા શખસોની પૂછપરછમાં લૂંટનો ભેદ ઉકેલાયો
LCBના ઇન્ચાર્જ PI એમ.એમ. રાઠોડે જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે કરજણ હાઇવે જિંદાલ ઓવરબ્રિજ પાસે બનેલા લૂંટમાં લૂંટાયેલ કાળા કલરનું નંબર વગરનું બુલેટ લઇને કેટલાક શખસો કપુરાઇથી વડોદરા તરફ જનાર હોવાની માહિતી મળી હતી. જેને આધારે કપુરાઇ ચાર રસ્તા પાસે LCB સ્ટાફ દ્વારા વોચ ગોઠવી દેવામાં આવી હતી. દરમિયાન પસાર થઇ રહેલા બે શકમંદોને ઉભા રાખી તેઓની પૂછપરછ કરતા જિંદાલ હોટલ પાસે થયેલ લૂંટનો પર્દાફાશ થયો હતો.

પોલીસે લૂંટારૂઓ પાસેથી જપ્ત કરેલો મુદ્દામાલ
પોલીસે લૂંટારૂઓ પાસેથી જપ્ત કરેલો મુદ્દામાલ

બુલટ ઇકો કારને અથડાતા માર મારી લૂંટી લીધો
વધુમાં જણાવ્યું હતું કે, લૂંટના બુલેટ સાથે ઝડપાયેલા અવેશ ઉર્ફ સન્ની અમીન મેમણ(રહે, ડી-3, મેમણ કોલોની, આજવા રોડ, વડોદરા), રફીક સલીમ મેમણ (રહે, ખાટકીવાડ, કુરેશી હોલની પાછળ, પાણીગેટ, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. તેઓની પૂછપરછ કરતા તેઓએ 24-12-020ના રોજ જિંદાલ ઓવર બ્રિજ પાસે એક બુલેટ ચાલકને લૂંટી લીધો હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, કરજણ ટોલનાકા અને પાલેજ વચ્ચે બુલેટ ચાલકે પોતાની ઇકો કારને અથાડી હતી. જેથી તેઓને માર મારી તેનો મોબાઇલ ફોન અને ATM લૂંટી લીધા હોવાની કબૂલાત કરી હતી.

બુલેટ ચાલકને અંકલેશ્વર પાસે ઉતારી દીધો હતો આ ઉપરાંત તેઓએ એવી પણ કબુલાત કરી હતી કે, બુલેટ ચાલકને પાલેજ ઇકો કારમાં લઇ ગયા હતા અને ભરૂચ ખાતેથી ATMમાંથી નાણાં ઉપાડી લીધા હતા. તે બાદ તેને અંકલેશ્વર પાસે રોડ ઉપર ઉતારી દીધો હતો અને લૂંટારૂઓ સુરત જતા રહ્યા હતા. સુરતથી વળતા રસ્તામાં મૂકેલ લૂંટેલુ બુલેટ લઇ વડોદરા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો