FSSAI દ્વારા ચલાવાયેલી ઇટ રાઈટ ઇન્ડિયા મુવમેન્ટમાં શરૂ કરાયેલી ચેલેન્જમાં દેશના 188 જિલ્લા અને શહેરે ભાગ લીધો હતો. જેમાં વડોદરાને દેશમાં ત્રીજો ક્રમ હાંસલ થયો છે અને રાજ્યમાં વડોદરાએ પ્રથમ નંબર મેળવ્યો છે.આ ઈવેન્ટમાં સમગ્ર ભારતમાંથી 188 ડિસ્ટ્રિક્ટ અને મ્યુ. કોર્પોરેશને ભાગ લીધો હતો. જે અંતર્ગત શહેરમાં 5464 લાઇસન્સ રજિસ્ટ્રેશન, નમૂના લેવાની 3 સર્વેલન્સ ડ્રાઈવ કરી 380 નમૂના લેવાયા હતા.
પાલિકાની ટીમે FSSAIએ બનાવેલી એપ્લિકેશન દ્વારા 1529 ઉત્પાદક પેઢીના અને 1,866 હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સને ત્યાં ઇન્સ્પેક્શન કર્યા હતા. શહેરના 9 મંદિરોને ભોગ સર્ટિફિકેટ, જુદા જુદા 60 મલ્ટિપ્લેક્સ અને સિનેમા તેમજ 1749 સ્થળે વીડિયો ચલાવાયા હતા.ડિજિટલ મીડિયામાં પ્રચાર કર્યો હતો. 7 જૂને દિલ્હીમાં ફૂડ સેફટી ડે નિમિત્તે FSSAI દ્વારા સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાના હાજરીમાં વડોદરાને ત્રીજું સ્થાન મળ્યું હોવાની જાહેરાત કરાઈ હતી. એવોર્ડ પાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યે સ્વીકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.