તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Is The Only City In The World To Have A Beautiful Manuscript Explaining Verses With A Picture Written By Adi Shankaracharya

ભક્તિમય સ્ત્રોત:આદિ શંકરાચાર્ય લિખિત ચિત્ર સાથે શ્લોકોને સમજાવતી સૌંદર્યલહેરી હસ્તપ્રત વિશ્વમાં માત્ર વડોદરા શહેરમાં જ છે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌંદર્યલહેરી હસ્તપ્રત
  • IGNCA દ્વારા ‘સૌંદર્યલેહરી હસ્તપ્રત‘ વિશે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું

ઈન્દિરાગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ દ્વારા ‘સૌંદર્યલહેરી હસ્તપ્રત’ વિશે વેબિનાર યોજાયો હતો. જેમાં ઈતિહાસકાર ડો.એમ.બાલામની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, આદિ શંકરાચાર્યે અનેક સ્ત્રોત લખેલા છે તેમાનું એક ભક્તિમય સ્ત્રોત એટલે સૌંદર્યલહેરી. શિવ કરતા પણ વધુ શક્તિશાળી દેવી પાર્વતીનું વર્ણન આ સ્ત્રોતમાં ચિત્રની સાથે કરવામાં આવ્યું છે. જેમાં તેમણે કેશથી માંડીને પગ સુધીના દેવીના વિવિધ અંગોની પ્રશંસા કાવ્યમય શૈલીમાં કરેલી છે. ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ પાસે હસ્તપ્રતમાં 104 શ્લોકોને 104 ચિત્ર સાથે સમજાવાયા છે.

MSUની ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટ પાસે 30 હજાર જેટલી હસ્તપ્રતો છે
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ પાસે ૩૦ હજાર હસ્તપ્રતો છે પણ તેમાંથી સૌથી સુંદર અને સચિત્ર 18મી સદીમાં આદિ શંકરાચાર્યે લખેલી સૌંદર્યલહેરી હસ્તપ્રત છે. વિશ્વમાં ચિત્ર સાથે શ્લોકોને સમજાવતી સૌંદર્યલહેરીની દુર્લભ હસ્તપ્રત માત્ર ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટ પાસે જ છે. દેવનાગરી લિપીમાં લખેલ આ હસ્તપ્રતનું ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટે પુસ્તક સ્વરુપે વિમોચન કર્યું હતું. ઉપરાંત લોકો વાંચી શકે તે માટે સૌંદર્યલહેરી હસ્તપ્રતનો હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરેલો છે. ગુજરાતના વડોદરામાં આ હસ્તપ્રત હોવી એ ગર્વની વાત છે. જો કે આ ચિત્રમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે અત્યારે આપણે દેવીઓના ચિત્ર કે મૂર્તિ જોઈએ છે તેમાં દેવીઓ સિંહ, વાઘ કે મોર પર બેઠેલા જોવા મળે છે. પણ સૌંદર્યલહેરી હસ્તપ્રતમાં બનાવેલા દેવીના ચિત્રમાં દેવી પાર્વતી કલાત્મક કોતરણીવાળી ખુરશી, તકિયા,ચાદર કે સિંહાસન પર બસેલા દેખાય છે.

અહલ્યાબાઇએ ચિત્રકારને રોજગાર આપ્યો હતો
ચિત્રમાં સજાવટની શૈલી મહારાષ્ટ્રીયન સ્ત્રીઓ જેવી કલાકાર દ્વારા કરવામાં આવી છે. દેવીને નવવારી સાડી, નથ અને કાળા દોરામાં બાંધેલું સોનેરી પેન્ડલ સાથેનું મંગળસૂત્ર પહેરાવ્યું છે. આ ચિત્ર અહિલ્યાબાઈ હોલકરના સમયમાં બન્યા છે. એ સમયમાં બેરોજગાર ચિત્રકારોને અહિલ્યાબાઈએ આશરો આપ્યો હતો.

દેવીએ ગળામાં પહેરેલી માળામાં કેટલા મોતી છે તે ગણી શકાય છે
ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટના ડો.શ્વેતા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 18મી સદીમાં સૌંદર્યલહેરીમાં દોરાયેલા ચિત્રો દેખાવમાં ખૂબ જ સુંદર છે. ચિત્રમાં એટલું બારીકાઈથી કામ કરેલું છે કે દેવીએ ગળામાં પહેરેલી મોતીની માળામાં કેટલા મોતી છે તે પણ સરળતાથી ગણી શકાય છે.આ મિનિએચર પેઈન્ટિંગ તરીકે ઓળખાય છે. ચિત્ર બનાવવા માટે સોનેરી શાહી તેમજ ફળ-ફૂલના રસમાંથી બનાવેલા રંગ તેમજ સોનેરી શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો