તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેરથોન:વડોદરાની ઓળખ મેરથોન વર્ચ્યુઅલી યોજાશે રનિંગ એપને આધારે વિજેતાઓ નક્કી કરાશે

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા મેરેથોન અંગે પત્રકારોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જ માહિતી આપવામાં આવી હતી જેમાં મેરેથોનનાં તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતાં. - Divya Bhaskar
વડોદરા મેરેથોન અંગે પત્રકારોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જ માહિતી આપવામાં આવી હતી જેમાં મેરેથોનનાં તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતાં.
 • 5, 10, 21 અને 42 કિ.મી.ની કેટેગરી યથાવત, 5 અને 10 કિ.મીની વોકેથોન ઉમેરાઇ

કોરોનાને કારણે વર્ષ 2020 ‘ન્યુ નોર્મલ’ બન્યુ છે જેમાં દરેક ઇવેન્ટ વર્ચ્યુઅલ રીતે ઉજવાઇ રહી છે. કોરોનાકાળમાં લોકો તંદુરસ્તીને વધુ પ્રાધાન્ય આપતા થયા છે ત્યારે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પણ આ વર્ષે વર્ચ્યુલ યોજનાર છે. વર્ચ્યુઅલ મેરેથોનમાં આ વર્ષે ભૌગોળીક મર્યાદાઓથી મુક્ત વિશ્વભરના દોડવિરો ભાગ લેશે. ભાગ લેનાર દોડવિરો તેમના જ શહેરમાં તેમના દ્વારા નક્કી કરવામાં આવેલા રુટ પર અથવા તેમના ઘરના ગાર્ડનમાં, અગાશી પર અથવા ટ્રેડમિલ પર પણ દોડી મેરેથોનનો ભાગ બની શકશે. પ્રધાનમંત્રીના ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત લોકો ફિટનેસ તરફ વધુ વળી રહ્યા છે ત્યારે આ વર્ચ્યુઅલ મેરેથોનમાં પણ વિવિધ રાજ્યોનો લોકોએ ભાગ લેવાનું શરૂ કર્યું છે અને દર વર્ષની જેમ વધુથી વધુ લોકો મેરેથોનમાં જોડાય તેવી આશા આયોજકોએ વ્યક્ત કરી છે.

ગાર્ડન કે ટ્રેડમીલ પર મેરેથોન દોડી શકાશે
આ વર્ષે 5 કિલોમીટર, ક્વાર્ટર મેરેથોન 10 કિલોમીટર, હાફ મેરેથોન 21 કિલોમીટર, પૂર્ણ મેરેથોન 42 કિલોમીટર અને તેની સાથે નવી કેટેગરી ક્વાર્ટર વોકેથોન 10 કિલોમીટર અને 5 કિલોમીટર વોકેથોનની નવી કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેરેથોનમાં ભાગ લેવા માટે વડોદરા મેરેથોનની વેબસાઇટ પર કેટેગરી પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ દોડવીરોએ 4થી 10 જાન્યુઆરી 2021 ની વચ્ચેના કોઈપણ એક દિવસે દોડ કરવાની રહેશે. કિલોમીટર રેકોર્ડ કરવા માટે ભાગલેનાર સ્ટ્રેવા, ગૂગલ ફીટ, ગાર્મિન, રન-કીપર, નાઇકી રનિંગ જેવી કોઈપણ ચાલી રહેલ એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકે છે. રેસ પૂર્ણ થયા બાદ સહભાગીઓએ તેમને મળેલી લિંક પર તેમનો સમય અપડેટ કરવાનો રહેશે. ફાળવેલ નિશ્ચિત સમયમાં તેમની કેટેગરી દોડ પૂર્ણ નહીં કરનારાઓને ચાલનાર કેટેગરીમાં પ્રમાણપત્ર આપવામાં આવશે.

ભૌગોળીક સિમાડા હવે મેરેથોનમાં નહીં નડે
એમજીવીએમ વર્ચ્યુઅલ મેરેથોન 2021ના ચેરપર્સન તેજલ અમિને જણાવ્યું હતું કે, આ વર્ષે વર્ચ્યુઅલ મેરેથોનમાં દર વર્ષે જે લોકો ભૌગોળીક મર્યાદાના લીધે ભાગ લઇ શકતા ન હતા તે પણ ભાગ લઇ શકશે. કારણકે વર્ચ્યુઅલ મેરેથોનમાં કોઇ પણ સ્થળથી કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. કોરોનાની તમામ ગાઇડલાઇનને ફોલો કરીને દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લેવાનો રહેશે. જો કોઇ વ્યક્તિ તેમના ઘરના ગાર્ડનમાં ચાલતા અથવા દોડતા હોય અને માસ્ક પહેરવાનું ટાળી શકે છે પરંતુ જાહેર જગ્યા પર મેરેથોન માટે દોડતી વખતે કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. આ વર્ષે અમે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને જવાન ભાગ લેવા ઇચ્છે તો તેમના માટે રજીસ્ટ્રેશન નિ:શુલ્ક રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો