તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લગ્નના બે મહિના બાદ તારા પિતાએ મોભા પ્રમાણે કરિયાવર આપ્યું નથી તેમ જણાવી પિયરમાંથી સોનાનું કડું લઇ આવવા સસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપી પતિએ પત્નીને ચપ્પુનો ઘા મારી ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. સાસરિયાઓએ પુત્રને પિયરમાં લઈ જવા પાંચ લાખની માંગ પણ કરી હોવાની વિગતો સપાટી પર આવી છે. પોલીસે આ મામલે પતિ સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર ની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
કરિયાવરમાં રોકડ દાગીના મગાયા
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મૂળ આણંદની રહેવાસી અને હાલમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતી 24 વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ 2019 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પાદરા રોડ પર આવેલી વ્રજધામ સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ રણજીત પરમાર સાથે સમાજનાં રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ દરમિયાન તેઓને સંતાનમાં એક પુત્ર છે. લગ્ન સમયે યુવતીના પિતાએ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ વાસણો, કપડા, પલંગ અને સોના-ચાંદીના દાગીના આપ્યા હતા.
મેણા ટોણા મારતા હતા
લગ્નના બે મહિના બાદ સાસરીયાઓએ પોત પ્રકાશ્યું હતું અને યુવતીનો પતિ તથા સાસુ સસરા અને નણંદ અવારનવાર યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારતા હતા. તારા પિયરમાંથી કરિયાવરમાં સોનાનું કડું કેમ આપ્યું નથી તેમ કહી સોનાનું કડું લાવવું પડશે. તારા યુવરાજ સાથે બીજા લગ્ન છે આ પહેલા પણ લગ્ન કરેલી છોકરીએ કરિયાવર તેના ઘરેથી નહિ લાવતા અમે છૂટાછેડા આપી દીધા છે. તેના જેઓ હાલ તારો પણ કરીશું.
પતિ ચપ્પુ માર્યુ
યુવતીએ માજલપુર પોલીસ મથકે ફરિયાદ કરતા યુવતીના પિતાએ સંસારના બગડે તે માટે સમજાવટ કરી મામલો થાળે પાડયો હતો. જોકે ત્યાર પછી પણ સાસરિયાઓએ યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપી હેરાનગતિ ચાલુ રાખી હતી. આ દરમિયાન યુવતીએ 181 ઉપર ફોન કરી અભયમની મદદ લેતા યુવતીનો પતિ રસોડામાંથી ચપ્પુ લઈ આવ્યો હતો અને યુવતીના જમણા પગના થાપા પર મારી દેતા યુવતી લોહીલુહાણ થઈ ગઈ હતી.
પોલીસે તપાસ હાથ ધરી
સાસરિયાઓએ યુવતીના પિતાને જણાવ્યું હતું કે તમારી છોકરીને લઇ જાવ અને પુત્ર જોઈતો હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે. ફરિયાદના આધારે માજલપુર પોલીસે સાસરીપક્ષના પતિ યુવરાજ સિંહ પરમાર , દક્ષાબેન પરમાર, રણજીત સિંહ પરમાર તથા અનુપમાબેન પરમાર વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર અને દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.