વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસ:પીડિતાએ કોર્ટ ટ્રાન્સફર કરવાની અરજી પરત ખેંચીને જજ સમક્ષ બિનશરતી માફી માગી, અશોક જૈનની જામીન અરજીની સુનાવણી 15 નવેમ્બરે થશે

વડોદરા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રીક્ટ જજે રૂ. 1000ના દંડ સાથે પીડિતાની અરજી પાછી ખેંચવાની માગણીને મંજૂર રાખી હતી - Divya Bhaskar
ડિસ્ટ્રીક્ટ જજે રૂ. 1000ના દંડ સાથે પીડિતાની અરજી પાછી ખેંચવાની માગણીને મંજૂર રાખી હતી
  • અશોક જૈનની જામીન અરજીની સુનવણી અન્ય કોર્ટમાં કરવાની અરજી પીડિતાએ કરી હતી
  • અરજીમાં સરકારી વકીલ અને ન્યાયાધીશ પર આક્ષેપો કરાતાં ખળભળાટ મચી ગયો હતો
  • ડિસ્ટ્રીક્ટ જજે રૂ. 1000ના દંડ સાથે પીડિતાની અરજી પાછી ખેંચવાની માગણીને મંજૂર રાખી હતી

વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પીડિતાએ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજને કોર્ટ ટ્રાન્સફરની કરવાની કરેલી અરજી પરત ખેંચી છે અને ફરિયાદી મહિલાએ અધિક સેશન્સ જજ પી.ટી.પટેલ સમક્ષ બિનશરતી માફી માગી હતી અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સમક્ષ રૂ.1000 જમા કરાવ્યા છે. એડ્વોકેટ પ્રવિણ ઠક્કરને આ મામલે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આરોપી અશોક જૈનની જામીન અરજીની સુનાવણી 15 નવેમ્બરના રોજ મુલતવી રાખવામાં આવી છે.

પીડિતાએ સરકારી વકીલ અને જજ પર આક્ષેપો કર્યાં હતા
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલ મામલે અશોક જૈનની જામીન અરજીની સુનવણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન પીડિત યુવતીએ ન્યાયાધીશ તેમજ સરકારી વકીલ પર આક્ષેપો કરતી અરજી આપીને જામીન અરજીની સુનાવણી માટે કોર્ટ ટ્રાન્સફરની અરજી આપતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે, સાંજે યુવતીએ અરજી પરત ખેંચવા માટેની અરજી આપી હતી. પરંતુ, આરોપી પક્ષે અરજી પર હિયરિંગની માગણી કરતાં આજે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરાઇ હતી.

અશોક જૈનની જામીન અરજીની સુનવણી અન્ય કોર્ટમાં કરવાની અરજી પીડિતાએ કરી હતી
અશોક જૈનની જામીન અરજીની સુનવણી અન્ય કોર્ટમાં કરવાની અરજી પીડિતાએ કરી હતી

પીડિતાએ કોર્ટ ટ્રાન્સફર માટેની અરજી આપી હતી
દુષ્કર્મ પીડિતાએ અગાઉ આરોપી કાનજી મોકરીયાની જામીન અરજી મંજૂર થઇ હોવાથી તેણે જે કોર્ટમાં જામીન અરજીની સુનાવણી થવાની છે તે કોર્ટ પર તેમજ સરકારી વકીલ પર ભરોસો ન હોવાના આક્ષેપો કરી જામીન અરજીની સુનાવણી માટે કોર્ટ ટ્રાન્સફર માટેની અરજી આપી હતી.

કોર્ટ ટ્રાન્સફરની અરજી પર સુનાવણી થઇ
પીડિતાએ સી.આર.પી.સી. 408 નીચેની અરજીમાં જણાવ્યું હતું કે, આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને રાજૂ ઉર્ફે હેમંત ભટ્ટ અને કાનજી મોકરીયા સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પૈકી કાનજી મોકરીયાને કોર્ટે જામીન આપ્યા છે. હાલમાં અશોક જૈને પણ જામીન અરજી રજૂ કરી છે. રાજકીય વગ ધરાવતા આરોપીઓ જામીન પર છુટ્યા પછી મારી સાથે કશું પણ કરી શકે છે. જેથી આરોપી અશોક જૈનની જામીન અરજી અને સમગ્ર ટ્રાયલ આ કોર્ટમાંથી ટ્રાન્સફર કરવાની માંગણી સાથે સોમવારે અત્રેની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ અરજી કરી હતી.

અશોક જૈનની જામીન અરજીની સુનાવણી 15 નવેમ્બરે થશે
અશોક જૈનની જામીન અરજીની સુનાવણી 15 નવેમ્બરે થશે

અરજી પાછી ખેંચવાની માગને કોર્ટે મંજૂરી આપી
ત્યારબાદ પીડિતાએ અરજી પરત ખેંચવાની માગ કરી હતી. જે માટેનું કારણ આપતા જણાવ્યું હતું કે, શરતચૂકથી અરજી આપી હતી. આ અંગે આરોપી અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તાએ વાંધો ઉઠાવ્યો હતો. પીડિતાની અરજી અંગે આજે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પીડિતાની અરજી પાછી ખેંચવાની માગણીને મંજૂરી આપી હતી. તેની સાથે રૂ. 1 હજાર ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સમક્ષ ભરપાઇ કરવા જણાવ્યું હતું. અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન નહીં કરવાની પીડિતાને ચેતવણી પણ આપી હતી તથા જે જજ સામે પીડિતાએ આક્ષેપો લગાવ્યા હતા. તે જજ સમક્ષ હાજર રહીને બિનશરતી માફી માગવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અરજી વિડ્રો કરાવવાની હોવાથી કોર્ટ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવાનું ટાળ્યું
અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, ડિસ્ટ્રીક્ટ કોર્ટના હુકમમાં પીડિતાના આ કૃત્યની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, પીડિતાનું આ કૃત્ય બદલ તેની સામે કન્ટેમ્પ્ટ કોર્ટની કાર્યવાહી પણ કરી શકાય તેવું કૃત્ય તેણીએ કર્યું છે. પરંતુ, તેના દ્વારા અરજી વિડ્રો કરાવવાની હોવાથી કોર્ટ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરવાનું ટાળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...