તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતની પહેલી હાઇટેક ઓપન જેલ:વડોદરામાં 4.12 એકરમાં લાઇબ્રેરી, ઓપન થિયેટર, ઇન્ડોર સ્પોર્ટ્સ અને યોગા હોલ સહિતની તમામ સુવિધાઓથી સજ્જ જેલ તૈયાર, 120 ગાયો માટે ગૌ-શાળાનો પ્રારંભ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં કેદીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ જેલ તૈયાર કરવામાં આવી છે - Divya Bhaskar
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં કેદીઓ માટે તમામ સુવિધાઓથી સજ્જ જેલ તૈયાર કરવામાં આવી છે
 • વડોદરા સેન્ટ્રલ જેલના ભાગરૂપે દંતેશ્વર ખાતે ઓપન જેલ અને ગૌશાળાની સુવિધા શરૂ કરાઇ
 • ખેડૂત અને ખેતીના અનુભવી કેદીઓ જેલમાં જ રહીને ખેતી અને ગૌ ઉછેર કરે છે

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના કારાવાસમાં થયો એ ઘટનાને યાદ કરીએ તો કહી શકાય કે, જેલ કે કારાગૃહ એ પ્રાચીન કાળથી સમાજ વ્યવસ્થા સાથે સંકળાયેલી વ્યવસ્થા છે. જોકે, અગાઉ આ વ્યવસ્થા ગુનાની સાજા ભોગવવાની સાથે દમનનું કેન્દ્ર બની હતી. રાજાશાહીમાં અને અંગ્રેજોના શાશન કાળમાં જેલ એ સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવનારાઓ પર અત્યાચાર ગુજારવા માટે કુખ્યાત હતી. જોકે હવે ગુજરાતની જેલો કેદી સુધારણાની કામગીરી કરી કહી છે. ગુજરાતની પહેલી હાઇટેક ઓપન જેલ વડોદરામાં બની છે, કેદીઓ ખુલ્લા વાતાવરણમાં રહી શકે, તે હેતુથી આ જેલ બનાવવામાં આવી છે, 4.12 એકરમાં પથરાયેલી આ જેલમાં પાકા કામના 60 કેદીઓ રહી શકશે. આ જેલમાં કેદીઓને લાઇબ્રેરી, ઓપન થિયેટર, યોગા હોલ સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આ જેલનો આજથી પ્રારંભ થશે.

શહેરમાં કેદીઓના ઉત્થાન સાથે તેમને કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવી રહી છે હાલના સમયમાં જે સ્થળ સજા ભોગવવા માટે જાણીતું છે તે સુધારણા ગ્રુપ બન્યું છે સજા કાપવાની સાથે જેલવાસ દરમિયાન કેદીઓ સમાજ માટે સંપદા બનીને બહાર આવે અને ઝડપથી સમાજ જીવનમાં ભળી કાયદા અને નિયમનો જીવન જીવે તે પ્રકારનો સરકારનો અભિગમ રહ્યો છે શહેરના દંતેશ્વર વિસ્તારમાં ઓપન જેલ બનાવવામાં આવી છે જેમાં કેદીઓ ખેતી કરવા સાથે ગૌશાળામાં પશુપાલનની પ્રવૃત્તિ કરી ઉદ્યોગને વેગ આપવાનું કાર્ય કરશે

વડોદરા સેન્ટ્રલ જેલ કેદી કલ્યાણ અને સુધારણાની પાઠશાળા, એક આદર્શ મોડેલ બની
ગુનાખોરી રોકવા કડક કાયદાઓ અને સજાની જોગવાઈની સાથે જેલમાં રહીને કેદી સુધરે અને સમાજ માટે સંપદા બનીને બહાર આવે તેવા હેતુસર કેદી કલ્યાણ અને સુધારણાના વિશેષ પ્રબંધ કરવામાં આવ્યા છે. વડોદરા સેન્ટ્રલ જેલ ખુબ લાંબા સમયથી કેદી કલ્યાણ અને સુધારણાની પાઠશાળા, એક આદર્શ મોડેલ બની છે. હવે તેમાં પદ્ધતિસરની ઓપન જેલ અને ગૌસેવાની ભારતીય પરંપરાને પ્રોત્સાહિત કરતી ગૌશાળાના નવા આયામોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાઓ કેદી કલ્યાણની ભાવનાને વધુ વ્યાપક બનાવશે દંતેશ્વર ઓપન જેલ...

અહીં 4.12 એકરમાં,પ્રત્યેકમાં 5 અંતેવાસી રહી શકે એવી 12 બેરેક સહિત કુલ 10 એકરમાં વિવિધ બાંધકામો કરવામાં આવ્યા છે
અહીં 4.12 એકરમાં,પ્રત્યેકમાં 5 અંતેવાસી રહી શકે એવી 12 બેરેક સહિત કુલ 10 એકરમાં વિવિધ બાંધકામો કરવામાં આવ્યા છે

4.12 એકરમાં ઓપન જેલ બનાવવામાં આવી છે
1970માં વડોદરા શહેરની વચ્ચે આવેલી મધ્યસ્થ જેલના વિકલ્પે નવી સુવિધા વિકસાવવા દંતેશ્વર ગામમાં 90 એકર જમીન ફાળવવામાં આવી હતી, જોકે, આ જમીન મધ્યે કાંસ હોવાથી જેલ બનાવવી શક્ય ન હતી. એટલે હવે અહી 2015માં મળેલી મંજૂરી પ્રમાણે 4.12 એકરમાં ખુલ્લુ કારાગૃહ-ઓપન જેલ બનાવવામાં આવી છે. ઓપન જેલ એ પણ કેદી કલ્યાણ અને સુધારણાનો નવો અભિગમ છે. આ એવી વ્યવસ્થા છે, જ્યાં કેદી બંધુઓ જેલવાસની શિક્ષા ભોગવવાની સાથે સમાજની સમીપ રહી શકે છે અને ખેતી, ગૌપાલન જેવો ઉદ્યમ કરીને જીવન સુધારણાના પાઠો ભણી શકે છે. મૂળ આશય તેને એક સારા વ્યક્તિ તરીકે ઘડીને સમાજ જીવનમાં ફરીથી સ્થાપિત કરવાનો છે.

કેદીઓ સંચાલિત પેટ્રોપ પંપ સહિતની સુવિધાઓ શરૂ કરાઇ
આ વિશાળ જગ્યામાં ઓપન જેલની સાથે નવા સાહસ જેવી શ્રીકૃષ્ણ ગૌશાળા, સ્ટાફ ક્વાર્ટર, કેદી કલ્યાણ ભંડોળ સંચાલિત પેટ્રોલ પંપ સહિત અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે, જે કેદી કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવે છે

ધ્યાન ખંડ,પુસ્તકાલય, કૌશલ્ય તાલીમ કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, યોગ ખંડ, ઇન્ડોર રમતો માટેનો ખંડ તૈયાર કરાયા છે
ધ્યાન ખંડ,પુસ્તકાલય, કૌશલ્ય તાલીમ કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, યોગ ખંડ, ઇન્ડોર રમતો માટેનો ખંડ તૈયાર કરાયા છે

ઓપન જેલમાં કેવી સુવિધાઓ છે
-અહીં 4.12 એકરમાં,પ્રત્યેકમાં 5 અંતેવાસી રહી શકે એવી 12 બેરેક સહિત કુલ 10 એકરમાં વિવિધ બાંધકામો કરવામાં આવ્યા છે
-80 એકર જેવી વિશાળ ખુલ્લી જમીનનો ઉપયોગ કેદી ભાઈઓ દ્વારા ખેતી માટે અને વૃક્ષ ઉછેર માટે કરવામાં આવ્યો છે
-અહી 1હજાર જેટલા વૃક્ષો લહેરાય છે,2500 જેટલા નવા રોપાઓ નું વાવેતર કરી કેદીઓની મદદથી વ્યાપક વૃક્ષ ઉછેરનું આયોજન કરવામાં આવ્યું છે.આમ,આ સ્થળ રાજ્ય માટે મોડેલ રૂપ ગ્રીન જેલ હરિયાળી જેલ બનીને વિકસી રહ્યું છે
-આ વિશાળ જેલ ખેતરમાં દિવેલા, ડાંગર, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે, જેનો જેલ રસોડા માટે ઉપયોગ કરવાની સાથે વધારાના ઉત્પાદનનું લોકોને વેચાણ કરવામાં આવે છે.
-આ ખુલ્લી જેલમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ધ્યાન ખંડ,પુસ્તકાલય, કૌશલ્ય તાલીમ કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, યોગ ખંડ, ઇન્ડોર રમતો માટેનો ખંડ, રસોડું, કેદીઓ સંચાલિત કેશ કર્તનાલય, વસ્ત્ર ભંડાર અને ધોબીઘરની સુવિધાઓ રાખવામાં આવી છે.
-અહીં 2018થી કેદી કલ્યાણ ભંડોળ આધારિત BPCL કંપનીનો પેટ્રોલ પંપ કાર્યરત કરીને કેદી કલ્યાણનું એક નવું આયામ ઉમેરવામાં આવ્યું છે.

3.56 એકરમાં સ્થાપિત કેદીઓ સંચાલિત નવીન શ્રીકૃષ્ણ ગૌ-શાળા તૈયાર કરાઇ
3.56 એકરમાં સ્થાપિત કેદીઓ સંચાલિત નવીન શ્રીકૃષ્ણ ગૌ-શાળા તૈયાર કરાઇ

શ્રી કૃષ્ણ ગૌશાળા.. કેદી કલ્યાણનું એક અભિનવ સોપાન...
આપણે પરાપૂર્વથી ભગવાન શ્રીકૃષ્ણ અને ઋષિ મુનિઓ ના સંસ્કારો થી ગૌ-પાલક રહ્યાં છીએ. આપણા આ સામાજિક સંસ્કાર વારસાને પુનર્સ્થાપિત કરવા ગૌસેવા આયોગની સ્થાપના કરવામાં આવી છે. વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા દંતેશ્વર ખાતે ઓપન જેલ પરિસરમાં 3.56 એકરમાં સ્થાપિત નવીન શ્રીકૃષ્ણ ગૌ શાળા રાજ્ય સરકારના ગૌ સેવાને ઉત્તેજન ના અને ગાય આધારિત સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપશે.

120 ગાયો રાખવાની ક્ષમતા સામે હાલમાં 70 ગાય ઉપલબ્ધ છે
આ ગૌ શાળામાં ગાયો રાખવા માટેના 6 કોડિયા ઘર એટલે કે કાઉ શેડ છે, જેની 120 ગાયો રાખવાની ક્ષમતા સામે હાલમાં 70 ગાય ઉપલબ્ધ છે. ગૌ માતા માટે ઘાસનો સંગ્રહ કરવા 9 ગોદામ બનાવવામાં આવ્યાં છે. આ ગૌ શાળા ગૌ ઉછેરને કેદી કલ્યાણ સાથે જોડવાના અભિગમના નવીન મોડેલ સમાન છે.

120 ગાયો રાખવાની ક્ષમતા સામે હાલમાં 70 ગાય ઉપલબ્ધ છે.
120 ગાયો રાખવાની ક્ષમતા સામે હાલમાં 70 ગાય ઉપલબ્ધ છે.

1881માં વડોદરાની મધ્યમાં 86 એકર જમીનમાં વડોદરા મધ્યસ્થ જેલનું તૈયાર થઈ હતી
ગાયકવાડી શાસને વડોદરાને સમૃદ્ધ સુવિધાઓ આપી છે. તેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા 1880માં વડોદરા શહેરની મધ્યમાં 86 એકર જમીનમાં આ સુવિશાળ વડોદરા મધ્યસ્થ જેલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું અને 1881માં આ જેલ બનીને તૈયાર થઈ ગઈ. એ પ્રજા વત્સલ રાજાએ એટલી દૂરંદેશીથી આ જેલ બનાવી કે, આજે 140 વર્ષ પછી પણ વર્તમાન સમયને અનુરૂપ આવશ્યકતા પૂરી કરવા આ જેલ લગભગ સક્ષમ છે. દોઢસો વર્ષની ઉંમરની સમીપ પહોંચેલું આ કારાગૃહ હવે એક ઐતિહાસિક મહત્વ પામ્યું છે. ક્યારેક આઝાદી જંગના લડવૈયાઓએ સ્વતંત્રતા પહેલા અહીં જેલ વાસ ભોગવ્યો હતો.

ખુલ્લા કારાગારમાં કેદીઓ દ્વારા ખેતી અને ગૌપાલનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે
વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ખુલ્લા કારાગારમાં કેદીઓ દ્વારા ખેતી અને ગૌપાલનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આ કામગીરી જેઓ રીઢા ગુનેગાર નથી, પરંતુ, ભૂલથી થઈ ગયેલા એકાદ ગુના માટે જેલવાસ ભોગવી રહ્યાં છે. વડોદરાના સ્થાનિક નથી. ખેડૂત છે અથવા ખેતીનો અનુભવ ધરાવે છે. ઓછામાં ઓછો ત્રણ વર્ષનો જેલવાસ પૂરો કર્યો છે અને તે દરમિયાન જેમની વર્તણુંક ઉમદા રહી છે તેવા કેદીઓ દ્વારા કરવામાં આવશે.

ખુલ્લા કારાગારમાં કેદીઓ દ્વારા ખેતી અને ગૌપાલનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે
ખુલ્લા કારાગારમાં કેદીઓ દ્વારા ખેતી અને ગૌપાલનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો