તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાનું મૂળ:વડોદરામાં અમદાવાદથી પણ વધુ ચિકનગુનિયાના 266 સત્તાવાર કેસ, અત્યાર સુધી ડેન્ગ્યૂ 445 અને મલેરિયાના 51 કેસ નોંધાઇ ચૂક્યા છે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનોને અટકાવવામાં પાલિકા નાપાસ

વડોદરામાં પાણીજન્ય ઝાડા-ઉલટી અને કોલેરાના કેસોના વાવર બાદ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી મચ્છરજન્ય રોગના કેસો સતત આવી રહ્યાં છે. વિવિધ વિસ્તારોમાં હજી સુધી ચિકનગુનિયાના 266 સત્તાવાર કેસ આવી ચૂક્યા છે. તેની સરખામણીમાં અમદાવાદમાં 205 કેસ હોવાનું નેશનલ ડીસીઝ કંટ્રોલના રિપોર્ટમાં બતાવ્યા છે. ગુરુવારે શહેરમાં ડેન્ગ્યૂના 28 અને ચિકનગુનિયાના 15 નવા કેસ નોંધાયા હતા. તેમજ વાયરલ અને ટાઇફોઇડના 3-3 કેસ મળ્યા હતા.જ્યારે અા વર્ષે 445 લોકોને ડેન્ગ્યૂ થયો છે. જ્યારે ગત વર્ષે આખા વર્ષ દરમિયાન માત્ર 231 કેસ જ આવ્યાં હતા.

મેલેરિયાના 51 કેસ આવી ચૂક્યાં છે. અમદાવાદ શહેરની હદમાં 25મી ઓગસ્ટ સુધીમાં ચિકનગુનિયાના 205 કેસ આવ્યા છે જે વડોદરા કરતા ઓછા છે. મચ્છરોના નવા ઉત્પતિસ્થાનોને અટકાવવામાં પાલિકાનું તંત્ર નાપાસ પૂરવાર થઇ રહ્યું છે. 2019માં વડોદરામાં ડેન્ગ્યૂના 1,247 કેસ નોંધાયા હતા. પાલિકાના આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું કે, ‘હાલમાં કેસો ભલે આવતા હોય પણ સ્થિતિ સામાન્ય જ કહી શકાય તેવી છે. આવું દર વર્ષે બને છે.

ચિકનગુનિયાના કેસ

20212020
વડોદરા266105
અમદાવાદ205251
(નેશનલ ડિસીઝ કંટ્રોલના આંકડા)
અન્ય સમાચારો પણ છે...