તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2020માં લેવાએલી પરીક્ષાનું રીઝલ્ટ જાહેર કરાયું છે. જેમા વડોદરાને નવા 44 ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મળ્યા છે જે પૈકી 50 ટકા વિદ્યાર્થિનીઓ છે. આઇસીએઆઇ દ્વારા સીએ ફાઇનલની પરીક્ષા નવેમ્બર 2019માં યોજાઇ હતી અને ત્યારબાદ કોરોનાને કારણે મે 2020ની પરીક્ષાનું આયોજન કરી શકાયુ ન હતું. વડોદરામાં કુલ16.05 ટકા રીઝલ્ટ નોંધાયું છે.
દિવસના 8 થી 9 કલાક અભ્યાસ કરતો હતો
કોરોનાને કારણે પરીક્ષા લંબાવાઇ. દર મહિને પરીક્ષા લંબાવવાનું નોટીફિકેશન આવતા ઘણો મેન્ટલ સ્ટ્રેસ થતો હતો. દિવસના 8 થી 9 કલાક અભ્યાસ કરતો હતો. ભવિષ્યમાં વિદેશમાં જઇ ફર્મ ખોલીને પ્રેક્ટીસ કરવી છે.,શીલ પટેલ
516/800 AIR-48 વડોદરા - 1st
ઘરનું આર્થિક સંકટ દૂર કરવા સીએ બન્યો
ઘરમાં આર્થિક સંકટ હતું તેથી સીએ કરવાનું નક્કી કર્યું. પિતા ડેરીમાં નોકરી કરે છે, માતા હાઉસવાઇફ છે. હવે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરીને ઘરની આર્થિક પરિસ્થિતી સુધારીશ અને માતા પિતાના સપના પુરા કરીશ., ફહદ કાગડી
502/800 વડોદરા - 2nd
દબાણમાં ઘર તુટ્યું, ફુટપાથ પર બેસી વાચ્યું
એક જ રૂમમા પિતાની કરીયાણાની દુકાન અને ઘર હોવાથી તકલીફ પડતી. ધો 4માં હતો ત્યારે કોર્પોરેશનના દબાણમાં ઘર તુટ્યુ. ફુટપાથની લાઇટમાં બેસી ભણતો. આર્ટીકલશિપના સ્ટાઇપન્ડથી મે અને પિતાએ મળીને ઘર બનાવ્યુ.,રોનક અગ્રવાલ 499/800 વડોદરા - 3rd
પહેલા અટેમ્પ્ટમાં સીએ પાસ કરવાનો ધ્યેય હતો
કોરોનાને લીધે એક અટેમ્પ્ટ પાછળ ગયો તેથી પરીક્ષા આપવાનો ઘણો સ્ટ્રેસ હતો. પરંતુ સીએ પહેલા અટેમ્પ્ટમાં જ પાસ કરવાનો ધ્યેય હતો તેથી મક્કમ રહીને પરીક્ષા પાસ થાય. ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીમાં જોબ મેળવવાની ઇચ્છા છે., અલીઅઝગર કાપડીયા 473/800 વડોદરા - 4th
ભવિષ્યમાં સીએ તરીકે પ્રેક્ટિસ કરવાનો વિચાર
કોરોના મહામારી પરીક્ષા ટાઇમ પર આવી હતી તેથી પહેલા અટેમ્પ્ટમાં પાસ થવાની આશા ન હતી. દિવસના 10 કલાક અભ્યાસ કરતો હતો. ભવિષ્યમાં ફર્મ ખોલીને બિઝનેસ કરવાનો ધ્યેય રાખ્યો છે. આયુશ શાહ 471/800 વડોદરા - 5th
ધોરણ-10થી જ સીએ બનવાનું સપનું હતું
લોકડાઉનના કારણે પરીક્ષા લંબાવાઇ તેથી મુશ્કેલીઓ પડી. મારુ ધો. 10 થી જ સીએ કરવાનું સપનુ હતુ. અટેમ્પ્ટ લાગ્યા પરંતુ ધ્યેય પાક્કો હતો તેથી મહેનત કરતી રહી. સફળતા ત્યારે જ મળે જ્યારે મક્કમ રહી મહેનત કરીએ.ખુશ્બુ જોશી 437/800 વડોદરા - 6th
44 પૈકી 21 વિદ્યાર્થીઓએ બન્ને ગ્રૂપ એક સાથે પાસ કરીને સીએની ડીગ્રી મેળવી
ICAI બરોડા ચેપ્ટરના વાઇસ ચેરમેન CA વિનોદ પહિલવાનીએ કહ્યું કે, આ વર્ષે પાસ થયેલ 44 વિદ્યાર્થીઓ પૈકી 21એ બન્ને ગ્રૂપ સાથે પાસ કર્યાં છે. ઉલ્લેખનીય છે કે 44 પૈકી 22 સીએ બનનાર વિદ્યાર્થીનીઓ છે. છેલ્લા થોડા સમયથી છોકરીઓ સીએ કરવાનું પસંદ કરી રહી છે. નવેમ્બર 2019ની પરીક્ષામાં વડોદરામાંથી 61 સીએ પૈકી 23 વિદ્યાર્થીનીઓ હતી. પાછલા વર્ષે 38 ટકા વિદ્યાર્થીનીઓ હતી, આ વર્ષે 50 છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.