ભાવવધારો:વડોદરા ગેસ લિ.એ CNGના ભાવમાં 2.77નો વધારો ઝીંક્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂા. 63.73ને બદલે રૂા. 66.50 ચૂકવવા પડશે

દેશમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે ઘરેલું ગેસ અને સીએનજી ગેસના ભાવમાં ધરખમ વધારો કરાયો છે ત્યારે વડોદરા ગેસ લિમિટેડે 7મીએ સીએનજીના ભાવમાં રૂપિયા 2.77 નો વધારો કર્યો છે.વડોદરા મહાનગર પાલિકા અને ગેઇલ ઈંડિયાના સંયુક્ત સાહસ વડોદરા ગેસ લિમિટેડે હવે સીએનજીના ગેસના ભાવમાં વધારો કર્યો છે.

અગાઉ અન્ય ખાનગી કંપનીએ ભાવ વધારો કર્યો હતો. જોકે તે સમયે વડોદરા ગેસ લિમિટેડ કંપનીને ગેસમાં કોઈ વધારો ઝીંક્યો નહતો પરંતુ હવે VGL દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોના ભાવમાં રૂ. 2.77નો વધારો કરાયો છે. અગાઉ VGLના સીએનજી પમ્પ પર રૂ. 63.73 પ્રતિકિલોમાં મળતો હતો. જે હવે વધીને રૂ. 66.50 થયો છે. વડોદરા ગેસ લિમિટેડનું રોજનું સીએનજી ગેસનું વેચાણ 75 હજાર કિલો ગેસનું છે.

અન્ય સમાચારો પણ છે...