વરસાદમાં ગરબા થશે:વડોદરા ગરબા ગ્રાઉન્ડ પર મિની હોસ્પિટલ બનશે, પરફ્યૂમ છાંટવામાં આવશે, વરસાદ પડશે તો પણ 1-2 કલાકમાં ગરબા રમી શકાશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરે 10 મોટા આયોજકોને પૂછ્યું- આ વર્ષે ગરબામાં શું નવું હશે?
  • ભીડ ઓછી રહે એ માટે આ વખતે મોટા ગ્રાઉન્ડ

કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રિ ઉજવવાની રાજ્યભરમાં તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આ વર્ષે નવરાત્રિમાં શું નવું હશે એ વિશે દિવ્ય ભાસ્કરે રાજ્યના 10 મોટા ગરબા આયોજકો સાથે વાત કરી હતી. મહામારીના અનુભવને ધ્યાનમાં લેતા નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની તબિયતનું ધ્યાન રાખવા માટે રાજ્યના વિવિધ આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર જ મિનિ હૉસ્પિટલ ઉભી કરવાની તૈયારી કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભુજ જેવા મોટા શહેરોમાં આયોજકોએ કોરોનાના સંક્રમણ સામે રક્ષણ માટે સમગ્ર હોલ કે ગ્રાઉન્ડમાં સેનેટાઇઝેશનની વ્યવસ્થા તો કરી જ છે પરંતુ ગ્રાઉન્ડ પર જ સારવારની વ્યવસ્થા રાખી છે. જેમાં ડૉક્ટર્સની ટીમ ખેલૈયાઓ પ્રવેશે ત્યારથી બહાર નીકળી જાય ત્યાં સુધી ખડેપગે રહેશે. ડૉક્ટર્સની ટીમ ઓક્સિજન સાથે હાજર હશે.

ગ્રાઉન્ડ તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ
કેટલાંક આયોજકો દ્વારા હોસ્પિટલો સાથે ઇમરજન્સી માટે ટાઇઅપ કરવામાં આવ્યું છે જેથી ઇમરજન્સીમાં ત્વરિત એડમિશન મળે. બીજી તરફ ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થાય તે માટે વિવિધ અંતરે સર્કલ પણ બનાવી દેવામાં આવ્યા છે. એકંદરે ગુજરાતના ગરબામાં આ વર્ષે પરંપરાના ઉત્સાહ સાથે ધરખમ મેડિકલ સુવિધાએ પણ સ્થાન લીધું છે. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના મયંક પટેલે જણાવ્યું હતું કે કોવિડ પ્રિકોશન્સ માટે ઓન ગ્રાઉન્ડ તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ હશે.

50 હજાર ખેલૈયાઓની ક્ષમતા
ઓક્સિજન સહિતની એમ્બ્યુલન્સ ઉપરાંત ડૉક્ટર્સની ટીમ પણ હાજર રહેશે. વરસાદ પડે તો પણ 2 કલાકમાં ગરબા થઇ શકે તેવું આયોજન છે. 50 હજાર ખેલૈયાઓની ક્ષમતા રખાઇ છે. એ જ રીતે સુરતના ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ગરબાના આયોજક મોહન નાયરે જણાવ્યું હતું કે કોઇ પણ ખેલૈયાને મેડિકલ ઇમરજન્સી આવે તો ત્વરિત સારવા મળે તે માટે ડૉક્ટર્સની ટીમ હાજર રહેશે. આ ઉપરાંત 2 હોસ્પિટલ જોડે ટાઇઅપ કર્યું છે જેથી તકલીફ થાય તો ત્વરિત એડમિશન મળે.

ઇમરજન્સી સારવારો પુરી પાડશે
રાજકોટના સુરભી ક્લબ રેકોર્સમાં યોજાનારા ગરબાના આયોજક વિજયભાઈએ કહ્યું હતું કે ગ્રાઉન્ડ પર સતત ડૉક્ટર્સની ટીમો હાજર રહેશે અને તમામ ઇમરજન્સી સારવારો પુરી પાડશે. પાસની પાછળ જ નિયમ-ડિસ્ટન્સમાં રહેવાનો આગ્રહ કરી દેવાયો છે. ગ્રાઉન્ડ એવી જગ્યાએ રાખ્યું છે કે 3 મીનિટમાં મોટી હોસ્પિટલોમાં પહોંચી શકાય. ભૂજના રોટરી વૉલ સિટી ગરબા આયોજનમાં ડિસ્ટન્સ જળવાય એ માટે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા વિશાળ રાખવામાં આવી છે. આયોજક જયંત ઠાકરે કહ્યું હતું કે ગ્રાઉન્ડ પર સતત ડૉક્ટરોની ટીમ હાજર રહેશે.
ડૉક્ટર્સની ટીમ પણ હાજર રહેશે
ઇમરજન્સી માટે ટાઇઅપ કરવામાં આવ્યું છે જેથી ઇમરજન્સીમાં ત્વરિત એડમિશન મળે. બીજી તરફ ગ્રાઉન્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થાય તે માટે વિવિધ અંતરે સર્કલ પણ બનાવી દેવામાં આવ્યા છે. એકંદરે ગુજરાતના ગરબામાં આ વર્ષે પરંપરાના ઉત્સાહ સાથે ધરખમ મેડિકલ સુવિધાએ પણ સ્થાન લીધું છે. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના મયંક પટેલે જણાવ્યું હતું કે કોવિડ પ્રિકોશન્સ માટે ઓન ગ્રાઉન્ડ તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ હશે. ઓક્સિજન સહિતની એમ્બ્યુલન્સ ઉપરાંત ડૉક્ટર્સની ટીમ પણ હાજર રહેશે.

2 હોસ્પિટલ જોડે ટાઇઅપ કર્યું ​​​​​​​ ​​​​​​​
વરસાદ પડે તો પણ 2 કલાકમાં ગરબા થઇ શકે તેવું આયોજન છે. 50 હજાર ખેલૈયાઓની ક્ષમતા રખાઇ છે. એ જ રીતે સુરતના ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ગરબાના આયોજક મોહન નાયરે જણાવ્યું હતું કે કોઇ પણ ખેલૈયાને મેડિકલ ઇમરજન્સી આવે તો ત્વરિત સારવા મળે તે માટે ડૉક્ટર્સની ટીમ હાજર રહેશે. આ ઉપરાંત 2 હોસ્પિટલ જોડે ટાઇઅપ કર્યું છે જેથી તકલીફ થાય તો ત્વરિત એડમિશન મળે. રાજકોટના સુરભી ક્લબ રેસકોર્સમાં યોજાનારા ગરબાના આયોજક વિજયભાઈએ કહ્યું હતું કે ગ્રાઉન્ડ પર સતત ડૉક્ટર્સની ટીમો હાજર રહેશે અને તમામ ઇમરજન્સી સારવારો પુરી પાડશે. પાસની પાછળ જ નિયમ-ડિસ્ટન્સમાં રહેવાનો આગ્રહ કરી દેવાયો છે. ગ્રાઉન્ડ એવી જગ્યાએ રાખ્યું છે કે 3 મીનિટમાં મોટી હોસ્પિટલોમાં પહોંચી શકાય. ભૂજના રોટરી વૉલ સિટી ગરબા આયોજનમાં ડિસ્ટન્સ જળવાય એ માટે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થા વિશાળ રાખવામાં આવી છે. આયોજક જયંત ઠાકરે કહ્યું હતું કે ગ્રાઉન્ડ પર સતત ડૉક્ટરોની ટીમ હાજર રહેશે.
25 હજારની ક્ષમતા સામે 10 હજારને પાસ અપાયા
રાજકોટના નિલ્સ સિટી ક્લબ ગરબાના આયોજક સમર્થ મહેતાએ કહ્યું હતું કે આ નવરાત્રિએ ઓન કોલ ડૉક્ટર સાથે ટાઇઅપ કર્યું છે જે ઇમરજન્સીમાં સારવાર પુરી પાડશે. આ ઉપરાંત ઓક્સિજન અને એમ્બ્યુલન્સ વ્યવસ્થા વિશે પણ વિચારી રહ્યાં છીએ. 25 હજારની ગ્રાઉન્ડની ક્ષમતા સામે 10 હજાર પાસ જ આપ્યા છે. જેથી ડિસ્ટન્સ જળવાઇ રહે.

ગરબા હોલ: બીપી, ડાયાબિટિસની દવાઓ સાથે ડૉક્ટર્સ ઉપલબ્ધ રહેશે
સુરતના સરસાણા એસી ડોમ ગરબાના આયોજકોમાં સામેલ હિરેન કાકડીયાએ જણાવ્યું હતું કે ગરબા શરૂ થતા પહેલાં હોલમાં પરફ્યૂમ છંટાશે. ડૉક્ટરની ટીમો ગરબા શરૂ થવાથી અંત સુધી રહેશે. ડાયાબિટીશ, પ્રેશર, શુગર જેવી બીમારીની દવા પણ રખાશે.

ગ્રાઉન્ડ અને પાર્કિંગ: વધુ ધસારાની શક્યતાથી કેપેસિટી વધારાઈ
વડોદરાના ‘વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ’ના આયોજકોએ ખેલૈયાઓના ધસારાને કારણે સ્થળ બદલ્યું છે. ખેલૈયાઓની ક્ષમતા વધારીને 50 હજાર કરી દેવાઇ છે. જ્યારે યુનાઇટેડ વેના આયોજકો દ્વારા પણ સ્થળ બદલવામાં આવ્યું છે.

નવો ગરબો: કોરોનાને ભૂલી આગળ વધવા માટે નવો ગરબો રચવામાં આવ્યો
વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજક મયંક પટેલે જણાવ્યુ હતું કે કોરોનાને ભૂલવતો ગરબો તૈયાર કરાયો છે. જેના શબ્દો કંઇક આવા હશે: ‘ભૂલો જૂની વાત ને થઇ જાઓ તૈયાર, મૈયા જગદંબાના હાથ ચાંદલીયો ઉગ્યો છે આજ નવલી રાત, જામશે રંગ સૌની સાથ.’

વરસાદ: ગ્રાઉન્ડ પર પાણી નહીં ભરાય, નિકાલ બાદ ગરબા રમી શકાશે
આયોજકો દ્વારા વરસાદની ભીતિને પગલે ગ્રાઉન્ડને આ વર્ષે સ્લોપ આપી દેવાયા છે, જે તરફ પાણીનો પ્રવાહ જાય ત્યાં વરસાદી કાંસ પણ બનાવી દેવામાં આવી છે. વરસાદ બાદ પણ 1થી 2 કલાકમાં ગરબા શરૂ થઇ જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ગ્રાઉન્ડ પર જ ઓક્સિજનની વ્યવસ્થા
ગ્રાઉન્ડ પર જ મિની હોસ્પિટલ હશે. ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ, ગરબા ગ્રાઉન્ડ પર જ ડૉક્ટર્સની ટીમ હાજર હશે જે તમામ સ્થિતી સામે લડવા સક્ષમ હશે. આ ઉપરાંત ઓક્સિજનની સુવિધા પણ ગ્રાઉન્ડ પર જ મળશે. > હેમંત શાહ, યુનાઇટેડ વે ઓફ બરોડા, વડોદરા

​​​​​​​મોસ્કિટો બાદ પરફ્યૂમની ટ્રીટમેન્ટ
સુરતના ધ સોલ્યુશનના ડેની નિર્બાને કહ્યું હતું કે આ વખતે ગામડાંની થિમ રાખી છે. હોસ્પિટલ પાર્ટનર્સ બનાવ્યા છે. મોસ્કિટો ટ્રીટમેન્ટ બાદ પરફ્યુમની પણ ટ્રીટમેન્ટ થશે.

પાસ: રસીના 2 ડોઝના સર્ટિ. પછી જ પાસ, છતાં પણ આ વખતે પાસ ખૂટ્યા
અમદાવાદના ફ્રેન્ડ્સ થીમ ગરબાના ચિરંજીવ પટેલે જણાવ્યું હતું કે આ વખતે રસીના બન્ને ડોઝના સર્ટિ હોય એમને જ પાસ અપાયા છે. ગ્રાઉન્ડમાં સર્કલ્સ પાડી દીધા છે, નેચરલ ડિસ્ટન્સ રહેશે. છતાં પણ એટલો ક્રેઝ છે કે પાસ ખૂટી પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...