વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:ઓએસિસની મેન્ટરે પીડિતાની ડાયરીના પાના ફાડ્યાં, શરીરની ઇજાના ફોટો સેન્ડ કર્યા બાદ ડિલિટ માર્યાં, પોલીસ ફરિયાદમાં ઘટસ્ફોટ

અમદાવાદ2 મહિનો પહેલા
યુવતીના શરીરે જે ઇજા થઇ હતી તેના ફોટો સંસ્થાની મેન્ટર વૈષ્ણવીએ ફાડી નાંખ્યા
  • વૈષ્ણવીએ યુવતીએ ડાયરીમાં લખેલા લખાણની પછીના પાના ફાડી નાંખ્યાં
  • સાક્ષીઓના નિવેદન સાથે ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવેલું બનાવનું સ્થળ મળતું આવે છે

વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખીવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસેસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો છે. પોલીસે જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.

વૈષ્ણવી ટાપણીયાએ ફોટો ડિલિટ માર્યાં અને ડાયરીની પાના ફાડ્યાં
યુવતીના શરીરે જે ઇજા થઇ હતી તેના ફોટો સંસ્થાની મેન્ટર વૈષ્ણવી મહેન્દ્ર ટાપણીયાએ સંસ્થાના ટ્રસ્ટીઓને પીડિતાની લખેલી ડાયરીના છેલ્લા અડધા પાનાના મોબાઇલમાં ફોટો પાડી સોશિયલ મીડિયાથી મોકલ્યા હતા અને ત્યારબાદ ડીલીટ કરી દીધા હતા. તથા મૃતક યુવતીએ ડાયરીમાં લખેલા લખાણની પછીના પાના ફાડી નાખ્યા હોવાનું જણાઇ રહ્યું છે.

પીડિતા છેલ્લે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી હતી
પીડિતા છેલ્લે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી હતી

એંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી
વલસાડ રેલવે પોલીસના સીપીઆઇ બી.આર.ડાંગીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પીડીતાએ 4 તારીખે વલસાડના પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કર્યો હતો. બનાવની તપાસમાં પીડિતા વડોદરાની સંસ્થા ઓએસિસ (શાલીન એપાર્ટમેન્ટ-2, રેસકોર્સ, વડોદરા)માં છેલ્લા 2 વર્ષથી ફેલોશિપ ટ્રેનિંગ લેતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી મળેલી બેગમાં એંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી. જેમાં 29 તારીખે બનેલા બનાવની વિગતો હતી.

બે છોકરા રિક્ષામાં બળજબરીથી હાથ પગ બાંધીને લાવ્યા
આ ડાયરી મુજબ 29 તારીખે યુવતી જગદીશ ફરસાણની ગલીમાંથી જતી હતી, ત્યારે બે વ્યક્તિઓએ સાયકલને ધક્કો મારી ઓઢણીથી હાથ પગ મોં બાંધીને કથિત દુષ્કર્મ કર્યું હોવાનું અને આરોપીઓ મૃતકના જાણીતા અને હિન્દીમાં બોલતા હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં ખાનગી બસના ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તે સાંજે 6-55 વાગ્યે મલ્હાર પોઇન્ટ પાસે રોજની જેમ બસ પાર્ક કરતો હતો ત્યારે ગ્રાઉન્ડમાંથી એક છોકરીનો અવાજ આવ્યો હતો અને તેણે અંકલ કહીને બુમ પાડતા ડ્રાઈવરે જોતાં છોકરીએ અર્ધનગ્ન હાલતમાં જણાવ્યું હતું કે, બે છોકરા ઉભા છે, જે રિક્ષામાં બળજબરીથી હાથ પગ બાંધીને લાવ્યા છે, જેથી બે છોકરા હોવાથી તે બસમાંથી ટોમી લઇને ઉતરવા જતાં બંને ભાગી ગયા હતા.

31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી.
31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી.

પીડિતાને ઇજા થઈ હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો
ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પીડિતાને ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. જ્યારે સીસીટીવીમાં પણ ઘટનાસ્થળે પીડિતાની હાજરી બનાવ પ્રસ્થાપિત થાય છે અને ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવેલું બનાવનું સ્થળ મળતું આવે છે. જે સાક્ષીઓનાના નિવેદનોને પણ સમર્થન આપે છે.

બંને આરોપીને જોનારા સાક્ષીઓ મળ્યા છે
રેલવે રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારી તપાસ દરમિયાન બાદ સાક્ષી અને CCTVને આધારે યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે. 29 ઓક્ટોબરે સાંજે વડોદરામાં જગદીશની ગલીમાંથી નીકળતી વખતે પાછળથી ધક્કો મારીને વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ ગયા હતા. જ્યાં બંને આરોપીને જોનાર સાક્ષીઓ મળી આવ્યા છે.

આત્મહત્યાની દુષ્પ્રેરણા-કથિત દુષ્કર્મની ફરિયાદ દાખલ
સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, 31 ઓક્ટોબર પછી તે નવસારી અને 3 નવમ્બરે સુરત અને ત્યાંથી વલસાડ ગઇ હતી. ત્યાંના સાક્ષીઓ પણ મળ્યા છે. આ ઘટના આત્મહત્યા કરી હોવાનું લાગે છે અને જે કમનસીબ ઘટના ઘટી હતી. તેના માનસિક આઘાતમાં દીકરીએ આત્મહત્યા કરી હોવાનું લાગે છે. દીકરીને ન્યાય મળે તે માટે સીએમ, ગૃહમંત્રી અને ડીજીપીએ અમને તમામ મદદ કરી છે. આ કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા અને કથિત દુષ્કર્મની ફરિયાદ રેલવે પોલીસમાં દાખલ થઇ છે.

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વિનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં 29 ઓક્ટોરબના રોજ સાંજના સમયે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

મૃતક યુવતી વડોદરામાં નોકરી હતી. કોરોનાકાળ દરમિયાન તે છેલ્લા લાંબા સમયથી પોતાના ઘરે આવી ન હતી.વર્ષ 2021માં તે ફક્ત ગણેશ મહોત્સવ દરમિયાન અને હાલ દિવાળીના તહેવારો પર જ નવસારી આવી હોવાનું જાણવા મળ્યું છે અને પરિવારજનોએ યુવતી જ્યાં કામ કરતી હતી તે સંસ્થા સામે શંકા વ્યક્ત કરી છે અને આ સમગ્ર મામલે હવે પોલીસની તપાસ પણ ઓએસિસ કંપનીની આસપાસ કેન્દ્રિત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...