ભાસ્કર વિશેષ:રાજ્યમાં વડોદરા પ્રથમ; વિકાસનાં કામો કરવા અપાયેલી રૂ.2691 કરોડની ગ્રાન્ટ સામે રૂ.2294 કરોડનાં કામો થયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે આપેલી સ્વર્ણિમની ગ્રાન્ટનો સૌથી વધુ વપરાશ કરનાર શહેર બન્યું

રાજ્ય સરકાર મહાનગર પાલિકાઓને જન ભાગીદારીના અનેક કામો કરવા માટે સવર્ણિમની ગ્રાન્ટ આપે છે. જેમાં અત્યાર સુધીમાં સરકાર તરફથી પાલિકાને મળેલી ગ્રાન્ટનો વપરાશ કરવામાં વડોદરા રાજ્યમાં અગ્રેસર રહ્યું છે. પાલિકાને અત્યાર સુધી સ્વર્ણિમની મળેલી રૂ. 2691.58 કરોડની ગ્રાન્ટ પૈકીની રૂ. 2294.84 કરોડની ગ્રાન્ટને પાલિકાએ યથાયોગ્ય રીતે ઉપયોગમાં લીધી છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓને જન ભાગીદારીથી તથા વિકાસના કામો માટે સ્વર્ણિમ શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ગ્રાન્ટમાંથી રોડ, ડ્રેનેજ, પેચવર્ક અને પાણીના કામો કરવામાં આવતા હોય છે.

આ ગ્રાન્ટમાં 10 ટકા લોકો, 10 ટકા ધારાસભ્યો અને અન્ય સરકાર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવાતો હોય છે. પાલિકાને અત્યાર સુધીમાં રૂપિયા 2691.58 કરોડની ગ્રાન્ટ મળી છે. જેમાં તેઓએ વિકાસના કામો પાછળ 2294.84 કરોડનો ખર્ચ કર્યો છે. નાગરિકોને સુવિધા મળી રહે તે માટે રાજ્યમાં વડોદરા મહાનગર પાલિકાએ મહત્તમ 85.26 ટકા ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર તરફથી પાલિકાને આગવી ઓળખ, આંતર માળખાકીય વિકાસ, શહેરી સડક યોજના, આંગણવાડી અને ફ્લાય ઓવર બ્રિજ જેવી યોજનાઓ માટે કરોડોની ગ્રાન્ટ આવે છે. રાજ્યમાં સૌથી વધુ જન ભાગીદારીની યોજનામાં અને આંગણવાડી માટે ખર્ચ કરવાની સિદ્ધિ વડોદરાની છે. જન ભાગીદારી માટે 291.81 કરોડ અને આંગણવાડીમાં 11.54 કરોડનો ખર્ચ કર્યો છે.

પહેલી વખત ગેરંટીમાં આવતાં 115 રોડનાં નામો વેબસાઈટ પર મુકાયાં
તાજેતરમાં જ રાજ્યમાં રસ્તાના કામો કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાઓને સૂચના આપી હતી. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ 18 મીટર અને તેનાથી વધુ પહોળા રોડ જે ગેરંટીમાં આવતા હોય તેની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. 115 રોડ એવા છે જે 5 વર્ષની ગેરંટીમાં આવે છે. રોડના નામ અને તેની તારીખ સહિતની માહિતી લોકો મેળવી શકે તે માટે આ યાદી મૂકવામાં આવી છે. આ કામગીરીથી પાલિકા અને લોકો વચ્ચે પારદર્શિતા વધશે.

અન્ય સમાચારો પણ છે...