જન જાગૃતિ:વડોદરામાં ફાયર બ્રિગેડે સજ્જ થવાની સાથે કહ્યું-'સુરક્ષિત રીતે લોકો દિવાળીના ફટાકડા ફોડી ઉજવણી કરે, સુરક્ષા માટે અમે સજ્જ'

વડોદરા25 દિવસ પહેલા
ફાયરબ્રિગેડના જવાનો દ્વારા લોકોને દિવાળીની શુભકામના પાઠવાઈ હતી.
  • ફાયરબ્રિગેડ દ્વારા દિવાળીને લઈને સંદેશો આપતાં ઈમોશનલ વીડિયો શેર કર્યો

વડોદરા શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન આગની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈને ફાયર બ્રિગેડની ટીમો સજ્જ કરવામાં આવી છે. વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા હાલ એક ઇમોશનલ વિડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં શહેરીજનોને દિવાળીની શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે લોકોને સુરક્ષિત દિવાળી ઊજવવાનો મેસેજ આપવામાં આવ્યો છે.

તમામ પરિસ્થિતિઓમાં ફાયરના જવાનો કામ કરવા સજ્જ હોય છે
તમામ પરિસ્થિતિઓમાં ફાયરના જવાનો કામ કરવા સજ્જ હોય છે

આગથી બચાવવા અમારી ફરજ-ફાયરબ્રિગેડ
આ વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, ફાયર સર્વિસ, અમારું કામ જ એવું છે કે, ક્યાં, ક્યારે કેવી રીતે શું થઇ જશે એનું કઈ નક્કી નહીં અને વાત કરીએ દિવાળીના તહેવારોની તો આ સમયે આગ લાગવાની ઘટનામાં ઘણો વધારો થઈ જાય છે. દિવાળી પરિવાર અને મિત્રો સાથે મનાવવી, ફટાકડા ફોડવા, દીવા કરવા બધું કરવાનું મન થાય છે. પણ દિવાળીના સમયમાં તમારા શહેરને આગથી બચાવવું એ પણ મારી ફરજ અને અમારું કામ છે. દિવાળીના સમયમાં અમે મજા અને મોજ-મસ્તી કરવા જતા રહ્યાં તો, શું ખબર શહેરમાં કોઈની દિવાળી બગડશે અને અમે એવું ક્યારેય નહીં થવા દઈએ.

ફાયરના જવાનોએ લોકોને સુરક્ષિત દિવાળી ઉજવવા અપીલ કરી હતી.
ફાયરના જવાનોએ લોકોને સુરક્ષિત દિવાળી ઉજવવા અપીલ કરી હતી.

રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવાય છે
વડોદરા ફાયર બ્રિગેડના ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શહેરીજનો સુરક્ષિત દીપાવલી પર્વ મનાવે તે ફાયર બ્રિગેડનુ મુખ્ય લક્ષ્ય હોય છે. ફાયર બ્રિગેડના જવાનો તહેવાર હોય કે, કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ સમયે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે. લોકોને સુરક્ષા પૂરી પાડે છે.વડોદરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, તમારી દિવાળી સુરક્ષિત રહેશે તો અમારી દિવાળી શુભ રહેશે. હું નિકુંજ આઝાદ વડોદરા ફાયર બ્રિગેડ પરિવાર તરફથી આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું સાથે જ સુરક્ષિત દિવાળી મનાવવાની અપીલ કરું છું.

અન્ય સમાચારો પણ છે...