તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Fire Brigade Equipped With State of the art Technology At A Cost Of Rs 7.5 Crore, Live Monitoring Of Fire Stations, Fire Vehicles And Incident Scene In The Control Room.

અત્યાધુનિક ફાયરબ્રિગેડ:વડોદરા ફાયરબ્રિગેડ 7.5 કરોડના ખર્ચે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ, ફાયર સ્ટેશનો, ફાયર વાહનો અને ઘટના સ્થળનું કંટ્રોલરૂમમાં લાઇવ મોનિટરિંગ થશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટ સિટી અંતર્ગત 7.5 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા ફાયર બ્રિગેડને સ્માર્ટ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો - Divya Bhaskar
સ્માર્ટ સિટી અંતર્ગત 7.5 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા ફાયર બ્રિગેડને સ્માર્ટ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો
  • 9 વોટર લેવલ સેન્સર કાર્યરત થતાં વિશ્વામિત્રી નદી, જળાશયોના જળસ્તરની પળેપળની લાઇવ અપડેટ મળશે

વડોદરા ફાયરબ્રિગેડ વિભાગ હવે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ થયુ છે. વડોદરા શહેરમાં ઈમરજન્સી વખતે સમયનો વેડફાટ અટકાવવા અને લાઇવ મોનિટરિંગ માટે 7.50 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનો, ફાયર વાહનો તથા ઘટનાસ્થળનું લાઇવ મોનિટરિંગ કંટ્રોલરૂમમાં નિહાળી શકાશે. આ ઉપરાંત વડોદરા શહેર તથા આસપાસ આવેલા જળાશયોના જળસ્તરની માહિતી અધિકારીઓને લાઈવ મળી રહેશે.

9 ટેન્કરોમાં જીપીએસ અને વોટર લેવલ સેન્સર લગાડવામાં આવ્યા
વીતેલા વર્ષે સ્માર્ટ સિટી અંતર્ગત 7.5 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા ફાયર બ્રિગેડને સ્માર્ટ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં દાંડિયા બજાર, વડીવાડી, ટીપી-13, ગાજરાવાડી, પાણીગેટ, જીઆઇડીસી અને દરજીપુરા ઇઆરસી ફાયર સ્ટેશનને કન્ટ્રોલ રૂમના 101 નંબર સાથે જોડી દેવામાં આવ્યા છે. દરેક ફાયર સ્ટેશન તથા ફાયર એન્જિનો ઉપર CCTV કાર્યરત કરાયા છે. બદામડી બાગ ખાતે આવેલા CCC સેન્ટર ખાતે વીડિયો વોલ બનાવવામાં આવી છે. જેમાં લાઈવ સ્ટ્રીમિંગ દેખાશે. ફાયર ગાડીમાં ડ્રાઇવર શોર્ટકટ રસ્તાથી ઘટના સ્થળે વહેલી તકે પહોંચી શકે તે માટે લોકેશન દર્શાવતું ખાસ પ્રકારનું ડિવાઇસ મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની 9 જેટલી ટેન્કરોમાં જીપીએસ અને વોટર લેવલ સેન્સર લગાડવામાં આવ્યા છે.

વડોદરા શહેર તથા આસપાસ આવેલા જળાશયોના જળસ્તરની માહિતી અધિકારીઓને લાઈવ મળી રહેશે
વડોદરા શહેર તથા આસપાસ આવેલા જળાશયોના જળસ્તરની માહિતી અધિકારીઓને લાઈવ મળી રહેશે

ઇમર્જન્સી કોલ મેસેજ અધિકારીઓના મોબાઇલ ફોન ઉપર ઓટોમેટિક પહોંચી જશે
અત્રે નોંધનીય છે કે, આગ લાગવાની ઘટનામાં ઇમરજન્સી સમયે ટેન્કરમાં પાણીની માત્રા કેટલી છે તે હવે સહેલાઇથી જાણી શકાય તે માટે પાણી લેવલ સેન્સર કાર્યરત કરાયું છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી રાત્રિના સમયે ઇમર્જન્સી કોલ મેસેજ અધિકારીઓના મોબાઇલ ફોન ઉપર ઓટોમેટિક પહોંચી જશે. જેથી સમય વેડફાતો અટકશે. ગુજરાતમાં સૌપ્રથમ વડોદરા ફાયર બ્રિગેડ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઇ છે. આ પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી આજવા ડેમ સહિતના સ્થળોએ પાણીનું લેવલ માપવા માટે પણ 10 વોટર લેવલ મૂકવાનું આયોજન હાથ ધર્યું હતું જે પૈકી 9 વોટર લેવલ સેન્સર કાર્યરત થઇ ચુક્યા છે.

હવે માત્ર ટ્રેનિંગ અને ટેસ્ટિંગ બાકીઃ આઈ ટી ડાયરેક્ટર
ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના ડાયરેક્ટર મનીષ ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા ફાયરબ્રિગેડને અત્યાધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનું કામ 98 ટકા પૂર્ણ થઇ ગયું છે, હવે માત્ર બીજા તબક્કાનું ફાઇનલ ટેસ્ટિંગ અને ફાયર જવાનો માટે બે દિવસનો ટ્રેનિંગ પાર્ટ બાકી છે. જે કામગીરી પણ સપ્તાહ દરમિયાન પૂરી થઈ જતા નગરજનોને અત્યંત આધુનિક સિસ્ટમથી સજ્જ ફાયરની સુવિધા મળી રહેશે.

10 વોટર લેવલ મૂકવાનું આયોજન હાથ ધર્યું હતું જે પૈકી 9 વોટર લેવલ સેન્સર કાર્યરત થઇ ચુક્યા છે.
10 વોટર લેવલ મૂકવાનું આયોજન હાથ ધર્યું હતું જે પૈકી 9 વોટર લેવલ સેન્સર કાર્યરત થઇ ચુક્યા છે.

9 વોટર લેવલ સેન્સર કાર્યરત થતાં જળાશયોના જળસ્તરની પળેપળની લાઇવ અપડેટ મળશે
ઓટોમેટિક વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે જૂની પદ્ધતિની જગ્યાએ નવી સિસ્ટમ શરૂ થઇ છે, જેથી પાલિકાના કંટ્રોલ રૂમ સહિત અધિકારીઓના મોબાઇલ પર પાણીના જળસ્તરની પળેપળની માહિતી આ સિસ્ટમથી મળી રહે. આજવા સરોવર, કાલાઘોડા બ્રિજ, અકોટા બ્રિજ, આસોજ ફિડર, મુજમહુડા બ્રિજ, નરહરિ બ્રિજ પ્રતાપનગર ડેમ, રાત્રિ બજાર બ્રિજ, સમા હરણી બ્રિજ સહિત 9 સ્થળે સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. પૂરની આપત્તિ સમયે લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કેવી રીતે કરી શકીએ તેનું આગોતરું આયોજન થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...