તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Fire Brigade Employees Protested By Wearing Black Bands Even After 13 Years Of Service Without Getting The Benefit Of Higher Pay Scale

ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન:વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓને નોકરીના 13 વર્ષ પછી પણ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ન મળતા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાનો કહે છે કે, અમે કામગીરી પર કોઇ અસર થવા દઈશું નહી, પણ અમારી માગણી અને લાગણીને ધ્યાનમાં લેવામાં આવે

ઉચ્ચત્તર પગાર ધોરણની માગ સાથે વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના જવાનોએ કાળી પટ્ટી ધારણ કરીને આજે ફરજ બજાવી હતી. નોકરીના 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ન મળતા જવાનોએ ગાંધી ચિધ્યા માર્ગ અપનાવી આંદોલનની શરૂઆત કરી છે.

ઉચ્ચતર પગાર ધોરણ 9નો લાભ હજુ સુધી મળ્યો નથી
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટેના ત્રણ સ્ટેજ નક્કી કર્યાં છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓની ભરતી વર્ષ-2008માં થઇ હતી અને હાલ નોકરીના 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં નિયમ અનુસાર ઉચ્ચતર પગાર ધોરણ 9નો લાભ હજુ સુધી મળ્યો નથી.

સોમવારે જવાનોએ પાલિકામાં સત્તાવાળાઓને રજૂઆત કરી હતી
રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિમણૂંક પામેલા ફિક્સ પગારના કર્મચારીઓની 5 વર્ષની સેવાઓને બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ સમયે નિવૃત્તિ વિષયક મળવાપાત્ર લાભો અંગે સેવા તરીકે ગણવાનો ઠરાવમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તેમ છતાં લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. કર્મચારીઓ છેલ્લા સાડા ત્રણ વર્ષથી વારંવાર લેખિત તથા મૌખીક રજૂઆતો કરી રહ્યા છે. તેમ છત્તા હજુ સુધી ઉચ્ચતર પગાર ધોરણ 9નો લાભ મળ્યો નથી. સોમવારે જવાનોએ કોર્પોરેશનમાં પહોંચીને સત્તાવાળાઓને રજૂઆત પણ કરી હતી.

જવાનોએ પાલિકાની નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો
વડોદરા ફાયર બ્રિગેડના જવાનો એક બાજુ કોરોના મહામારીમાં સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે, ત્યારે તેઓને ઉચ્ચતર પગાર આપવામાં કોર્પોરેશનનું તંત્ર મળવાપાત્ર લાભ આપવા માટે ટટળાવે છે. ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે અવારનવાર રજૂઆત કરતા રહ્યા છે, છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતાં આજે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર હાજર રહી કોર્પોરેશનની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

જવાનો કહે છે કે, અમારી માગણી અને લાગણીને ધ્યાનમાં લેવામાં આવે
જવાનોએ જણાવ્યું હતું કે અમે જે રીતે કોરોના મહામારીમાં ફરજ બજાવી છે, તે જ રીતે અમે ફરજ બજાવીશુ. અમે ફાયરબ્રિગેડની કામગીરી પર કોઇ અસર થવા દઈશું નહી. અમારી તો એક જ માગ છે કે, અમારી માગણી અને લાગણીને ધ્યાનમાં લેવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...