તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિશ્વ પર્યાવરણ દિવસ:વડોદરાના પર્યાવરણપ્રેમીએ લોકડાઉનમાં 150 જેટલા દેશી વૃક્ષો વાવ્યા, દંપતીએ ઘરમાં જ 100થી વધુ બોન્સાઇનો ગાર્ડન તૈયાર કર્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંપતીએ ઘર આંગણે જ જંગલમાં જોવા મળતા ગુલમહોર, એડેનિયમ, બોગનવેલ જેવા વૃક્ષો વાવ્યા છે
  • પર્યાવરણવિદ કહે છે કે, કોઇની રાહ જોયા વગર તમે જાતે જ કુંડામાં છોડ ઉછેરો અને વૃક્ષોને પાણી પીવડાવવાની જવાબદારી ઉપાડી લો

દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે કોરોના વાઈરસના લોકડાઉન દરમિયાન વડોદરાના પર્યાવરણવિદ હિતાર્થ પંડ્યાએ લોકડાઉન દરમિયાન 150 જેટલા દેશી વૃક્ષોના બીજ વાવ્યા છે. જેમાં લીમડો, પીપળો, આંબો, આમળા, ગુલમહોર અને કલ્પવૃક્ષ સહિતના વૃક્ષો વાવ્યા છે. તો વડોદરાના ગોત્રીની ઇસ્કોન મંદિરની પાસે રહેતા અને મહાનગરપાલિકાના નિવૃત્ત અધિકારી અરવિંદ પટેલ અને એમના પત્ની મીનાક્ષીબહેને પોતાના ઘરમાં જ અંદાજે 100થી વધુ બોન્સાઇ વૃક્ષો ઉછેર્યા છે. પર્યાવરણના રક્ષણ માટે જંગલના ઉછેરી શકો તો કંઈ નહીં, પોતાના ઘરને જ વૃક્ષ ઉછેર દ્વારા બગીચો બનાવી દો તો પણ ઘણું એવો સંદેશ આપ્યો છે. 
દંપતી કહે છે કે, એક નાનકડું પગલુ તમને કોરોના વોરિયરની જેમ પર્યાવરણ વોરિયર બનાવી શકે છે
દંપતીએ જણાવ્યું હતું કે, ઘર બગીચાએ પોતાની માલિકીની પ્રાણવાયુની ફેક્ટરી જેવા ગણાય. એટલે તમે ગમે તેવા નાનકડા ઘરમાં, કુંડામાં 8થી 10 છોડ ઉછેરીને પ્રાણવાયુના કારખાનાના માલિક બની શકો છો. આ એક નાનકડું પગલું તમને કોરોના વોરિયરની જેમ પર્યાવરણ વોરિયર બનાવી શકે છે. અરવિંદભાઇએ જણાવ્યું હતું કે, હું મૂળ તો ખેડૂત પુત્ર છું. મે હળ હાંકવા સહિત ખેતીના બધા જ કામો કર્યા છે. આજે નિવૃત્તિ પછી આ બગીચાને પાણી પીવડાવવું, નિંદણ કામ કરવું જેવા કામો કરીને જાણે કે ખેતી કર્યાંનો આનંદ મેળવી લઉં છું. જોકે આ ઉછેર અને જતનની મૂળ મહેનત તો મારા પત્નીની છે. 
ઘરના બગીચામાં મોસંબી, શેતુર જેવા ફળ આમલી, રાયણ, સેવન, વડ, સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે
તેમના ઘર બગીચામાં મોસંબી, શેતુર જેવા ફળ અને આમલી, રાયણ, સેવન, વડ, સીસમ જેવા વૃક્ષો જોવા મળે છે, જંગલમાં જોવા મળતાં વૃક્ષો, ગુલમહોર, એડેનિયમ, બોગનવેલ અને એક્ઝોરા જેવા પુષ્પ અને શોભાના વૃક્ષો, લતાઓ છે, તો ઝેડ પ્લાન્ટ, સનોબુલ, નીકોડેરિયા, કેન્ડલ ટ્રી જેવા અટપટા નામો ધરાવતી વનસ્પતિઓ છે. મિનાક્ષીબહેને 10 વર્ષ અગાઉ બોન્સાઈની બેઝિક તાલીમ લીધી હતી પછી જાત મહેનતથી આ શોખને વિકસાવ્યો છે. તેમનો પરિશ્રમ આજે હરિયાળી બનીને ઉછર્યો છે.
વૃક્ષ કે વનસ્પતિનો ઉછેર એ ખુબ ધીરજ માંગી લેતું કામ છે
મૂળ ખેડૂત પુત્રી એવા મિનાક્ષીબહેન કહે છે કે, વૃક્ષ કે વનસ્પતિનો ઉછેર એ ખુબ ધીરજ માંગી લેતું કામ છે, એટલે તેનાથી ધૈર્યનો ગુણ કેળવાય છે. આપણે જે છોડ કે વૃક્ષ ઉછેરીએ એ પોતાના સંતાન જેવા લાગે છે. સંતાનને નાનમાંથી મોટું થાય એ જોઈને જેવો હરખ થાય એવો જ હરખ ઉછરતા વૃક્ષને જોઈને સહુને થવા લાગશે એ દિવસથી પર્યાવરણ દિવસ ઉજવવાની જરૂર નહીં પડે.
એક સદીથી વધુ જૂના આફ્રિકન બાઓબાબ ઝાડની મોટી ડાળખી તૂટતા પર્યાવરણવિદ તેની કાળજી લે છે
સુભાનપુરા સ્થિત એક સદીથી વધુ જૂના આફ્રિકન બાઓબાબ ઝાડની મોટી ડાળખી તૂટતા પર્યાવરણવિદ હિતાર્થ પંડ્યા તેની કાળજી લઇ રહ્યા છે. આ બધી પ્રવૃત્તિઓની સાથે તેઓ સ્કૂલ તથા યુનિવર્સિટીના છોકરાઓને પણ પર્યાવરણનું મહત્વ સમજાવવા શિક્ષણ આપે છે. અને લોકડાઉન દરમિયાન પહોંચી ના શકવાને લીધે ઓનલાઇન ક્લાસિસ પણ લે છે. તેઓ માટે તેમની મોટી ભેટ અને પુંજી તેમના વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યે કરેલા પ્રયાસો જ છે.
પર્યાવરણવિદ કહે છે કે, કોરોનાનું સકારાત્મક પાસુ એ છે કે, શુદ્ધ પર્યાવરણ કોણે કહેવાય એની લોકોને અનુભૂતિ થઈ છે 
પર્યાવરણવિદ હિતાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે પર્યાવરણમાં ઘણા બદલાવ આવ્યા છે. આ એક હકીકત છે. જેની ઘણા અંશે લોકોને અનુભૂતિ પણ થઇ રહી છે, જેમ કે  અવાજ અને હવાના પ્રદૂષણનું ઘટવું, પક્ષી અને તેમના અવાઝ સાંભળવા લોકોને ગમી રહ્યા છે. લોકોને પાવાગઢ અને હિમાલય દેખાતા થયા છે. જીવન-મરણની કિંમત કરતા લોકો ઓક્સિજનની કિંમત કરતા થઇ ગયા છે અને આ રીતે પર્યાવરણ પ્રત્યેની લાગણીમાં પણ વધારો થયો છે. આ વાતાવરણને આગળ ધપાવવાની જરૂર છે. પર્યાવરણની જાળવણી માટે કોઈ મોટા પગલાની જરૂર નથી, ફક્ત એક નાની પહેલ લેવાની જ છે. નાના પગલા વધારે કારગર સાબિત થાય છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો