તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગૌરવ:USAમાં વડોદરાના ડોક્ટર દંપતીને કોરોના પીડિતથી ચેપ લાગ્યો, એલોપેથી-ઘરગથ્થુ ઉપચારથી સાજા થઇ ફરી દર્દીઓની સેવામાં લાગ્યા

વડોદરા6 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
બે પુત્રીઓ સાથે ડોક્ટર દંપતી
  • અમે રોજ 40 દર્દીઓને સારવાર કરતા હતા, આ દરમિયાન અમને કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યોઃ દંપતી

એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ અપાવે તેવી ઘટના અમેરિકાના ન્યૂયોર્કમાં બની છે. અમેરિકાના ન્યૂયોર્કની જાણીતી બુકલિન હોસ્પિટલમાં કોવિન-19ના દર્દીઓની સારવાર કરી રહેલુ વડોદરાનું યુવાન ડોક્ટર દંપતી કોરોના વાઈરસનો ભોગ બન્યું હતું. એલોપેથી, ઘરગથ્થુ ઉપચાર અને વિશેષ સાવચેતી રાખ્યા બાદ સ્વસ્થ થયેલુ દંપતી ફરીથી દર્દીઓની સેવામાં લાગી ગયું છે. દંપતીએ પોતાના અનુભવના આધારે જણાવ્યું છે કે, કોરોના વાઈરસથી ગભરાવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. સાવચેતી એકમાત્ર કોરોના વાઈરસને મ્હાત આપી શકે છે.
ડો. સિદ્ધાર્થ ભેંસાણીયાએ કહ્યું: અમે રોજ 40 દર્દીઓને તપાસીને તેમની સારવાર કરતા હતા
અમેરિકાના ન્યૂયોર્કની જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડો. સિદ્ધાર્થ ભેંસાણીયા અને પુત્રવધુ ડો. જાનકી ભેંસાણીયા વડોદરાના જાણીતા ઇ એન્ડટી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર આર.બી. ભેંસાણીયા અને ગરબા ગાયક ફાલ્ગુની ભેંસાણીયાના પુત્ર અને પુત્રવધૂ છે. એક વીડિયો સંદેશમાં પોતાને થયેલા કોરોના વાઈરસની અંગે વર્ણવતા ડો. સિદ્ધાર્થ ભેંસાણીયાએ જણાવ્યું હતું કે, આ ઉપદ્રવની શરૂઆતથી જ અમે રોજે રોજ ક્યારેક 10,15,20,30થી લઈને 40 સુધી દર્દીઓ તપાસતા હતા અન તેમનનું નિદાન અને સારવાર કરતા હતા. ન્યૂયોર્કમાં પરિસ્થિતિ એટલી બધી સારી નથી.
ડોક્ટર દંપતીએ કહ્યું: લોકોની સારવાર કરતા કરતા અમે જાતે કોરોનાના દર્દી બની ગયા
ડોક્ટર દંપતીએ જણાવ્યું હતું કે, અમને કોરોના વાઈરસ શંકાસ્પદ અને કોરોના પીડિતોની સારવાર સેવા કરતા કરતા ગળામાં ખરાશ, તાવ, ઉધરસ, ખાંસી, શરદી જેવા લક્ષણો જણાયા હતા. ચક્કર આવવા અને અશક્તિ લાગવી, શ્વાસ ચઢવો જેવી મુશ્કેલીઓ અનુભવાઈ. એટલે સેમ્પલ ચકાસણી કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો. અને અમે લોકોની સારવાર કરતા કરતા જાતે દર્દી બની ગયા હતા.
એન્ટીબાયોટીક્સ અને ભારતીય પરંપરાના આ સમન્વનું સારું પરિણામ મળ્યું
કોરોના વાઈરસ થાય તો જરાય ગભરાશો નહીં એવી સલાહ આપતાં ડો. સિદ્ધાર્થ જણાવે છે કે, અમે ધીરજપૂર્વક અને સકારાત્મક માનસિકતા અને પ્રભુમાં શ્રદ્ધા રાખી સારવાર લીધી. અમે એલોપેથિક દવાઓની સાથે આપણા વારસાગત ભારતીય ઔષધીય પદાર્થોનું સેવન કર્યું. લીંબુ, તાજા સંતરાનો રસ, આદુ અને ફુદીના વાળી ગરમ ચા, ગરમ પાણી વગેરેનું સારા એવા પ્રમાણમાં સેવન કર્યું. એલોપેથિક હાઇડ્રોકસી ક્લોરોકવિન સહિતના એન્ટીબાયોટીક્સ અને ભારતીય પરંપરાના આ સમન્વનું સારું પરિણામ મળ્યું. બે દિવસ સંપૂર્ણ આરામ લીધો. ક્વોરન્ટીનનું પાલન કર્યું. આ બધાના પરિણામે ક્રમશ તબિયત સુધરી અને આજે તો અમે ફરીથી કોરોના નિદાન અને સારવારમાં લાગી ગયા છીએ.
કોરોના થાય તો સાજા થવા માટે સાવચેતી અને તકેદારીઓ પાળવી એ શ્રેષ્ઠ ઉપાય 
ડો. સિદ્ધાર્થનું કહેવું છે કે, કોરોના વાઈરસથી મુક્ત રહેવા માટે અને કોરોના થાય તો સાજા થવા માટે સાવચેતી અને તકેદારીઓ પાળવી એ શ્રેષ્ઠ ઉપાય છે. આપણી કહેવતમાં પણ કહ્યું છે કે ચેતતા નર સદા સુખી. એટલે લોકડાઉન પાળી ઘર બંધી, તબીબી સારવારની સાથે કુદરતી દેશી ઉપચારો કરવાથી, તમામ પ્રકારની સાવચેતી રાખવાથી કોરોનાથી બચવું અને કોરોનામાંથી ઉગરવું અઘરું નથી. તેમની એ પણ સલાહ છે કે, હાલના સમયમાં અનિવાર્ય કારણોસર ઘરની બહાર જવું પડે તો આવીને તુરંત તમામ કપડાં પલાળી દો, ધોઈ નાંખો અને સ્નાન કરો.આ તકેદારી ખૂબ જ અનિવાર્ય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો