ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું રાજ્યમાં સૌથી ઓછુ 76.49 ટકા રિઝલ્ટ આવ્યું છે. જેને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ નિરાશ થયા છે. રાજ્યમાં ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે શિનોર કેન્દ્રનું 92.55 ટકા પરિણામ આવ્યું છે તો,વડોદરા સેન્ટ્રલ જેલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.
શું કહે છે સ્ટુડન્ટ?
વિદ્યાર્થી આર્યન પટેલે જણાવ્યું હતું કે, મારે 99.99 પર્સેન્ટાઇલ આવ્યા છે. હું ઉચ્ચ અભ્યાસ કરી જીવનમાં આગળ વધીને પરિવારનું નામ રોશન કરવા માંગું છું. વિદ્યાર્થિની રિદ્ધી મોદીએ જણાવ્યું હતું કે, મારા 99.50 પર્સેન્ટાઇલ આવ્યા છે. સ્કૂલ અને શાળા તરફથી મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. મારે CA બનવાની ઇચ્છા છે. આ ઉપરાંત આજવા રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ વિદ્યાલયના જય ઉમેશ સંગમનેકરે 90.53% મેળવીને સ્કૂલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
ગ્રેડ | વિદ્યાર્થીઓની સંખ્યા |
A-1 | 48 |
A-2 | 607 |
B-1 | 1743 |
B-2 | 2710 |
C-1 | 3056 |
C-2 | 1834 |
D | 149 |
E1 | 3 |
માંડવી | 81.02 % |
ઇન્દ્રપુરી | 78.12 % |
સયાજીગંજ | 72.36 % |
ફતેગંજ | 75.58 % |
અટલાદરા | 78.84 % |
રાવપુરા | 79.98 % |
સમા | 81.07 % |
માંજલપુર | 74.63 % |
ડભોઇ | 56.43 % |
શિનોર | 92.55 % |
પાદરા | 75.57 % |
સાવલી | 69.17 % |
ડેસર | 77.36 % |
પ્રતાપનગર | 78.39 % |
વાઘોડિયા | 78 % |
છાણી | 79.73 % |
કરજણ | 76.23 % |
વરણામા | 74.38 % |
મુક-બધિર રાવપુરા | 85.71 % |
વડોદરા સેન્ટ્રલ જેલ | 100.00 % |
વડોદરા | 76.49 % |
દાહોદ | 87.36 % |
પંચમહાલ | 86.07 % |
મહીસાગર | 92.77 % |
છોટાઉદેપુર | 90.58 % |
નર્મદા | 80.07 % |
ભરૂચ | 84.52 % |
17,525 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 4 જૂને શનિવારના દિવસે સવારે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 17,525 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી સત્ર મોડું શરૂ થઇ રહ્યું છે અને શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઇ ગયું હતું. જોકે છેલ્લા 6 મહિનાથી ઓફલાઇન શિક્ષણ શરૂ થવાના પગલે શિક્ષણ પાટે ચડ્યું છે.
બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે. 2022-23માં ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામો પછી યુનિવર્સિટી-કોલેજોનું સત્ર પણ સમયસર શરૂ થઇ શકશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાની તારીખ સાથે ધો-10ના પરિણામ જાહેર કરવાની તારીખો પણ જાહેર કરી છે. 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.