તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશામુક્ત ભારત અભિયાન:વડોદરા જિલ્લા કલેક્ટર નશામુક્ત ભારત અભિયાનની ઉજવણીમાં જોડાયા, સંકલ્પ પટલ પર દસ્તખત કર્યાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા યોજવામાં આવેલા નશામુકત ભારત અભિયાન સંલગ્ન કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.બી.બારડ અને પોલીસ અધિકારીઓ જોડાયાં હતાં અને સંકલ્પ પટલ પર દસ્તખત કર્યા હતા.

આ અંગે વિગતો આપતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે વડોદરા જીલ્લામાં નશામુક્ત ભારત અભિયાન તેમજ નશાકારક પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર કચેરી, કુબેર ભવન, નર્મદા ભવન, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નશામુક્તી અંગે સંકલ્પ લઇ અને સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વડોદરા જિલ્લા કલેક્ટર તથા નાયબ પોલિસ અધિક્ષક પટેલ, શહેરના પ્રાંત અધિકારી પટણી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...