તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનની સરવણી:વડોદરા જિલ્લા કલેક્ટરે જિલ્લા આરોગ્ય તંત્ર માટે 30 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સખાવતનો સ્વીકાર કર્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્શન એઇડ સંસ્થાએ અગાઉ ડભોઇ અને કરજણના સરકારી દવાખાનાઓ ને સાધન સહાયતા કરી હતી

વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રને કોરોનાના પડકારને ઝીલવા માટે સક્ષમ બનાવવા વિવિધ સંસ્થાઓ સહયોગ આપી રહી છે, તેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર આર.બી.બારડે દેશના 24 રાજ્યોમાં સેવા પ્રવૃત્તિઓ કરતી એક્શન એઈડ સંસ્થા અને ગીવ ઇન્ડિયા તરફથી જિલ્લાના વિવિધ સરકારી દવાખાનાઓને ઓક્સિજન સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવા 30 ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સખાવતનો સ્વીકાર કર્યો હતો. સંસ્થાને ધન્યવાદ આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ સાધન સહાયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સરકારી દવાખાનાઓમાં કોવિડ સારવારની સુસજ્જતા વધારવામાં મદદ મળશે.

આ પ્રસંગે એક્શન એઈડ એસોસિએશન ઇન્ડિયાના સુશીલા પ્રજાપતિ, વિભાગીય નાયબ આરોગ્ય નિયામક ડો.રાજેન્દ્ર પાઠક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન, સંસ્થાના કોમ્યુનિટી ઓફિસર શીલાબેન અને સુશીલભાઇ ઉપસ્થિતિ રહ્યાં હતાં. વેક્સિન સંસ્થાના પરિસરમાં આવેલા જિલ્લા ઔષધ ભંડાર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જણાવ્યું હતું કે, આ સંસ્થાએ અગાઉ ડભોઇ અને કરજણના સરકારી દવાખાનાઓ માટે ખૂબ ઉપયોગી તબીબી સાધન સામગ્રી પૂરી પાડી હતી. હાલમાં 10 લિટરના 15 અને 5 લિટરના 15 મળીને કુલ 30 પ્રાણવાયું યંત્રો પૂરા પાડ્યા છે. સંસ્થાએ વડોદરા સહિત રાજ્યના અન્ય શહેરો અને 24 રાજ્યોમાં કોરોના સારવારમાં ઉપયોગી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...