તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara District At The Forefront Of E Sanjeevni Operations Across The State, 11,447 Citizens Received Treatment And Guidance By Calling In 8 Months

ખરા અર્થમાં સંજીવની સેવા:વડોદરા જિલ્લો ઇ-સંજીવની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં મોખરે, 8 મહિનામાં 11,447 નાગરિકોએ કોલ કરીને સારવાર અને માર્ગદર્શન મેળવ્યું

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સપ્ટેમ્બર-2020થી ઇ-સંજીવની સેવાની શરૂઆત કરવામાં આવી હતી - Divya Bhaskar
સપ્ટેમ્બર-2020થી ઇ-સંજીવની સેવાની શરૂઆત કરવામાં આવી હતી
  • કોરોનાના કપરા કાળમાં ઇ-સંજીવની સેવા નાગરિકો માટે સાચા અર્થમાં સંજીવની સમાન બની
  • 2178 ટેલીમેડિસીન કોલ કરી તજજ્ઞ ડોક્ટરની સેવા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઉપલબ્ધ કરાવી

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કોરોના સિવાયના અન્ય રોગ કે તકલીફ ધરાવતા લોકો માટે હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું મુશ્કેલ હતું. કોરોના કાળમાં સારવાર માટે દુર-દુરથી સારવાર માટે લોકોને મોટા શહેરોમાં આવવાને કારણે સંક્રમિત થવાનું જોખમી હતું. આવા સમયે કોરોનાના કપરા કાળમાં સરકારની ઇ-સંજીવની સેવા નાગરિકો માટે સાચા અર્થમાં સંજીવની સમાન બની રહી છે.

જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસ વડોદરા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો
વડોદરા જિલ્લો ઇ-સંજીવની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં ઘણા સમયથી મોખરે રહ્યો છે. માત્ર જૂન મહિનાની જ વાત કરીએ તો પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસ વડોદરા જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને હતો. કોવિડના હોમ આઇસોલેશનના દર્દીઓ પણ ઘરે બેઠા જ તજજ્ઞ ડોક્ટરની સેવા લઇ શકે તે ઉદ્દેશથી સરકાર દ્વારા સપ્ટેમ્બર-2020થી ઇ-સંજીવની સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

ઇ-સંજીવની ઓપીડી એપ્લિકેશનથી તજજ્ઞ તબીબની સેવાઓનો લાભ લઇ શકાય છે
ઇ-સંજીવની સેવાનો ઉપયોગ ક્ષેત્રિય આરોગ્ય કર્મચારીઓનો દર્દી દ્વારા સીધો સંપર્ક કરી શકાય છે. જે માટે તેઓએ તેમના સ્માર્ટ ફોનમાં ઇ-સંજીવની ઓપીડી એપ્લિકેશન (eSanjeevaniOPD-National Teleconsultation service) ડાઉનલોડ કરવાની હોય છે. જે એપ્લિકેશનમાં OTP દ્વારા રજીસ્ટર થઇ કન્સલ્ટેશન માટે ટોકન લઇ તજજ્ઞ તબીબની સેવાઓનો લાભ લઇ શકાય છે.

જનરલ ઓપીડી, મેડિસીન, પીડીયાટ્રીક, ગાયનેક, ઓર્થોપેડિક જેવા રોગના તજજ્ઞો સેવાઓ આપે છે
ઇ-સંજીવની મારફત જનરલ ઓપીડી, મેડિસીન, પીડીયાટ્રીક, ગાયનેક, ઓર્થોપેડિક જેવા રોગના તજજ્ઞો તેઓની સેવાઓ આપે છે. કન્સલ્ટેશન બાદ દર્દીને આપવામાં આવેલ પ્રિસ્ક્રિપ્શન દ્વારા દર્દી કોઇ પણ સરકારી દવાખાનામાંથી મફતમાં દવા મેળવી શકે છે.

11,447 નાગરિકોએ કોલ કરીને સારવાર અને માર્ગદર્શન મેળવ્યું
વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા આ સેવાઓ લોકો સુધી પહોંચાડવા કટીબદ્ધ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે ઇ-સંજીવની કાર્યક્રમ હેઠળ 14 સપ્ટેમ્બરથી આજ દિવસ સુધી વડોદરા જિલ્લાના કુલ 11,447 નાગરિકોએ ઇ-સંજીવની કોલ કરીને માર્ગદર્શન અને સારવાર મેળવી છે.

ટેલી મેડિસીન સેવાઓમાં પણ વડોદરા અગ્રેસર
આ ઉપરાંત ટેલી મેડિસીન સેવાઓમાં વડોદરા જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ વેલનેશ સેન્ટર દ્વારા કુલ 2178 ટેલિમેડિસીન કોલ કરીને તજજ્ઞ ડોક્ટરની સેવા આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈનના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લાના નાગરિકોને સરકારની આ સેવાનો વધુને વધુ લાભ આપવા આરોગ્ય તંત્ર અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા મહત્તમ લોકોને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

ઇ-સંજીવની દર્દીઓને સઘન સારવાર આપવામાં ખૂબ ઉપયોગી બની રહી છે
ઇ-સંજીવની ઉપરાંત જિલ્લાના છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના તબીબો નિષ્ણાંત તબીબોનું ઓનલાઇન કન્સલ્ટેશન દ્વારા માર્ગદર્શન મેળવી શકે તે માટે ટેલી-મેડિસીનની સેવાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. જેમાં કમ્યુનિટી હેલ્થ ઓફિસર કે મેડિકલ ઓફિસર દ્વારા તેઓની ઓ.પી.ડી.માં આવેલ વધુ સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે ડોક્ટર ટુ ડોક્ટર કોલ કરી દર્દીઓને આરોગ્ય કેન્દ્ર કક્ષાએ તજજ્ઞોની સેવાઓ પુરી પાડે છે. આ સેવા પણ સ્થાનિક સ્તરે દર્દીઓને સઘન સારવાર આપવામાં ખૂબ ઉપયોગી બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...